Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    માંજલપુર વિધાનસભાની પેટાચૂંટણી માટે કોંગ્રેસના ઉમેદવાર જાહેર:ભીખાભાઈ રબારીને ટિકિટ, ભાજપના સતીષ પટેલ સામે થશે સીધી ટક્કર

    1 day ago

    વડોદરાની માંજલપુર વિધાનસભા બેઠક પર યોજાનારી પેટાચૂંટણી માટે ભાજપ બાદ કોંગ્રેસે પોતાના ઉમેદવારના નામની જાહેરાત કરી છે. કોંગ્રેસે ભીખાભાઈ રબારીને ટિકિટ આપી છે. મહત્વનું છે, ભાજપ દ્વારા બે દિવસ પહેલા જ સતીષ પટેલના નામની જાહેરાત કરી હતી. દાયકાઓથી કોંગ્રેસ સાથે જોડાયેલા છે ભીખાભાઈ રબારી વડોદરામાં ભીખાભાઈ રબારીએ કોંગ્રેસના એક અગ્રણી નેતા છે. તેઓ વડોદરા શહેર કોંગ્રેસ સમિતિમાં કાર્યકારી પ્રમુખ તરીકે સેવા આપી ચૂક્યા છે.તેઓએ પ્રદેશ કક્ષાએ પણ તેઓ સક્રિય ભૂમિકા ભજવી ચૂક્યા છે અને મહામંત્રી રહી ચૂક્યા છે. ગુજરાત કોંગ્રેસના સંગઠનમાં મહામંત્રી તરીકે સેવાઓ આપી છે. ભીખાભાઈ રબારી તેમની પાયાના સ્તરની રાજનીતિ માટે જાણીતા છે. સામાન્ય લોકોના પ્રશ્નો, મોંઘવારી, અને સ્થાનિક વહીવટી તંત્રની નિષ્ફળતાઓ સામે તેઓ અવારનવાર વિરોધ પ્રદર્શનો અને ધરણાં યોજવા માટે જાણીતા છે. માલધારી સમાજ અને અન્ય પછાત વર્ગોમાં તેઓ મજબૂત સામાજિક પકડ ધરાવે છે. સામાજિક કાર્યક્રમો અને સમાજના ઉત્થાન માટેની પ્રવૃત્તિઓમાં પણ તેઓ મોખરે રહે છે દાયકાઓથી કોંગ્રેસ સાથે જોડાયેલા રહીને, પક્ષના ઉતાર-ચઢાવ દરમિયાન પણ તેમણે વડોદરામાં સંગઠનને જીવંત રાખવામાં મહત્વનો ફાળો આપ્યો છે. તેઓ વડોદરાના રાજકારણમાં કોંગ્રેસના એક મજબૂત, અનુભવી અને વરિષ્ઠ સ્તંભ તરીકે ઓળખાય છે. ભાજપના ઉમેદવાર સતીષ પટેલ વડોદરામાં ભાજપના ગઢ સમાન ગણાતી માંજલપુર વિધાનસભાના ધારાસભ્ય યોગેશ પટેલનું નિધન થયા બાદ યોજાઈ રહેલી પેટાચૂંટણી માટે ભાજપે સતીષ પટેલને ટિકિટ આપી છે. સતીષ પટેલ કે જેઓ વડોદરા મહાનગરપાલિકાના પૂર્વ કોર્પોરેટર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રહી ચૂક્યા છે. વડોદરાના છાણી વિસ્તારમાં કાર્યરત સેવાભાવી છાણી ધર્માદા ટ્રસ્ટના વહીવટકર્તા અને સંચાલક તરીકે સેવા આપી રહ્યા છે. ટિકિટની જાહેરાત થયા બાદ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં સતીષ પટેલે જણાવ્યું હતું કે, સ્વ. યોગેશ કાકાએ જે કામો હાથમાં લીધા હતા તેને હું આગળ ધપાવીશ અને લોકો માટે સતત કામ કરતો રહીશ. સ્થાનિક રાજકારણ અને સહકારી ક્ષેત્રના જાણીતા ચહેરાને તક માંજલપુર પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર તરીકે સતીશ ગોવિંદભાઈ પટેલને ટિકિટ આપવામાં આવી છે.વડોદરાના છાણી વિસ્તારના વતની અને ભાજપના વરિષ્ઠ રાજકીય અગ્રણી સતીશ ગોવિંદભાઇ પટેલ વડોદરાના સ્થાનિક રાજકારણમાં અને સહકારી ક્ષેત્રે એક જાણીતો ચહેરો છે. તેઓ વડોદરા મહાનગરપાલિકા માં પૂર્વ કોર્પોરેટર અને કોર્પોરેશનની સૌથી મહત્વની ગણાતી સ્થાયી સમિતિના પૂર્વ અધ્યક્ષ તરીકે જવાબદારી નિભાવી ચૂક્યા છે. સતીશ ગોવિંદભાઇ પટેલ ભાજપના સંગઠનમાં મજબૂત પકડ ધરાવવાની સાથે છાણી અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં સામાજિક અને ધાર્મિક પ્રવૃત્તિઓમાં પણ સક્રિય ભૂમિકા ભજવતા આવ્યા છે. તેઓ છાણી વિસ્તારમાં આવેલા સેવાભાવી 'છાણી ધર્માદા ટ્રસ્ટ' ના મુખ્ય વહીવટકર્તા અને સંચાલક તરીકે પણ સેવાઓ આપે છે. આ ટ્રસ્ટ છેલ્લા ઘણા દાયકાઓથી છાણી સ્મશાન ગૃહનું સંચાલન અને અન્ય લોકકલ્યાણના કાર્યો કરે છે. વડોદરા કોર્પોરેશન દ્વારા સ્મશાનોના ખાનગીકરણના મુદ્દે ઉભા થયેલા વિવાદ દરમિયાન છાણી સ્મશાનના લાકડા અન્ય જરૂરિયાતમંદ ગ્રામ્ય સ્મશાનોમાં દાન કરવાના નિર્ણયને પગલે તેઓ સ્થાનિક રાજકારણમાં ભારે ચર્ચામાં આવ્યા હતા. આ સિવાય, વડોદરાના સહકારી માળખામાં પણ તેઓ મહત્ત્વનું સ્થાન ધરાવે છે અને પક્ષના વિવિધ સંગઠનાત્મક કાર્યો તેમજ સ્થાનીય પ્રશ્નોના નિરાકરણ માટે સતત કાર્યરત રહે છે. સ્વ. યોગેશ કાકાએ જે કામ હાથમાં લીધા હતા તેને હું આગળ ધપાવીશ- સતીષ પટેલ સતીશ પટેલે જણાવ્યું હતું કે, હું સંગઠનમાં છેલ્લા 32 વર્ષથી કામ કરું છું અને પાર્ટીએ મારા પર વિશ્વાસ મૂક્યો છે. પાર્ટીએ હાલ સુધીમાં મને મોટી મોટી જવાબદારીઓ આપી છે પછી એ સ્થાયી સમિતિના ચેરમેન તરીકેની હોય કે પછી અન્ય જિલ્લાઓમાં લોકસભાની ચૂંટણીની જવાબદારીઓ હોય, સંગઠનને મારા ઉપર વિશ્વાસ મૂક્યો છે. અને એમાં હું ખરો ઉતર્યો છું. સંગઠને મને વિધાનસભાના ઉમેદવાર બનાવીને માંજલપુર બેઠકનું પ્રતિનિધિત્વ સોંપ્યું છે ત્યારે હું આ વિધાનસભા બેઠકો પર તમામ લોકોને વિશ્વાસ અપાવવા માંગું છું કે સ્વ. યોગેશ કાકાએ જે કામો હાથમાં લીધા હતા તેને હું આગળ ધપાવીશ અને લોકો માટે સતત કામ કરતો રહીશ. પસંદગીમાં શહેર પ્રમુખનો હાથ ઊપર રહ્યાની ચર્ચા ઉલ્લેખનીય છે કે, સતીશ પટેલનું નામ છેક દિલ્હીથી જાહેરાત કરવામાં આવી છે. આ ઉમેદવાર પરાક્રમસિંહ, ભાર્ગવ ભટ્ટ અને શહેર પ્રમુખ ડો.જયપ્રકાશ સોનીનો હાથ ઉપર રહ્યો છે. માંજલપુર બેઠક ઉપર ભાજપે પાટીદાર ઉમેદવારને મેદાને ઉતાર્યા છે. જો કે માંજલપુર વિધાનસભાના તેઓ સ્થાનિક ઉમેદવાર નથી ત્યારે સ્થાનિક લોકો તેઓને કેટલો સ્વીકાર કરે છે તે જોવું રહ્યું. ભાજપનો ગઢ ગણાય છે માંજલપુર બેઠક માંજલપુર બેઠક પરંપરાગત રીતે ભાજપનો ગઢ ગણાય છે, જેથી આ બેઠક પર ટિકિટ મેળવવા માટે સ્થાનિક સ્તરે ભારે ખેંચતાણ જોવા મળી રહી હતી. નિરીક્ષકો દ્વારા તમામ દાવેદારો અને સ્થાનિક આગેવાનોનો અભિપ્રાય લીધા બાદ આ અહેવાલ ભાજપની પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. અંતે પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સતીષ ગોવિંદભાઈ પટેલની પસંદગી કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    'રસ્તો ખુલ્લો કરી નાખો નહીંતર તમને જીવતા નહી છોડીએ':ઉમરાળા ગામમાં એક જ પરિવારના ચાર સભ્ય પર હુમલો, ત્રણ સામે ગુનો દાખલ
    Next Article
    પત્નીના ચારિત્ર પર શંકા કરી પતિ મારકૂટ કરતો:રાજકોટમાં ફેસબુક મારફત પ્રેમસંબંધ બંધાયા ને કોર્ટ મેરેજ કર્યા'તા, પતિના ત્રાસથી કંટાળી પરિણીતાએ ફરિયાદ નોંધાવી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment