Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'રસ્તો ખુલ્લો કરી નાખો નહીંતર તમને જીવતા નહી છોડીએ':ઉમરાળા ગામમાં એક જ પરિવારના ચાર સભ્ય પર હુમલો, ત્રણ સામે ગુનો દાખલ

    1 day ago

    ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના પરવાળા ગામે ઘાર વિસ્તારમાં રસ્તો ખુલ્લો કરવા બાબતે થયેલી તકરારમાં એક પરિવારના ચાર સભ્યો પર પાઈપ અને પાવડા વડે હુમલો કરવામાં આવ્યો હતો. વાડીમાં કામ કરી રહેલા પિતા-પુત્ર પર હુમલો થતાં વચ્ચે પડેલી બે પુત્રીઓ સહિત કુલ ચાર વ્યક્તિઓને ઇજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ ઘટના અંગે ભોગ બનનાર યુવતીએ ઉમરાળા પોલીસ મથકમાં ત્રણ શખસો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 'રસ્તો ખુલ્લો કરી નાખો નહીંતર તમને જીવતા નહી છોડીએ' આ ઘટનાની વિગત એવી છે કે, પરવાળા ગામના ઘાર વિસ્તારમાં રહેતા ભાવનાબેન કરશનભાઈ ડાંગરના પિતા અને ભાઈ જયેશભાઈ પોતાની વાડીએ કામ કરી રહ્યા હતા. તે દરમિયાન ગામના જ મેહુલ કરશનભાઈ ડાંગર, જીવા પાંચાભાઈ ડાંગર અને કરશન દેવાભાઈ ડાંગર ત્યાં ધસી આવ્યા હતા. આ શખસોએ "રસ્તો ખુલ્લો કરી નાખો નહીંતર તમને જીવતા નહી છોડીએ" તેવી ધમકી આપીને પિતા-પુત્ર પર હુમલો કર્યો હતો. આડેધડ પાઈપ અને પાવડાના ઘા ઝીંક્યા આ દરમિયાન પિતા અને ભાઈને માર મારતા જોઈને ભાવનાબેન તથા તેમની બહેન વર્ષાબેન વચ્ચે છોડાવવા પડ્યા હતા. જોકે, હુમલાખોરોએ તેમના પર પણ આડેધડ પાઈપ અને પાવડાના ઘા ઝીંકી દીધા હતા. આ સશસ્ત્ર હુમલામાં પિતા, પુત્ર અને બંને પુત્રીઓને શારીરિક ઇજાઓ પહોંચતા તમામને તાત્કાલિક સારવાર માટે ખસેડાયા હતા. ત્રણ સામે ગુનો દાખલ બનાવ અંગે ભાવનાબેન ડાંગરે નોંધાવેલી ફરિયાદના આધારે ઉમરાળા પોલીસે ત્રણેય આરોપીઓ વિરૂદ્ધ ગુનો દાખલ કરીને આગળની તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    પંચમહાલમાં બોગસ લગ્ન નોંધણી કૌભાંડમાં તલાટી સામે કડક કાર્યવાહી:કાલોલ તાલુકાના કાલંત્રાના તત્કાલીન તલાટી આર સી ભોઈ સામે શિક્ષાત્મક પગલાં લેવાયા, 2 વર્ષના ઇજાફા રોકાયા
    Next Article
    માંજલપુર વિધાનસભાની પેટાચૂંટણી માટે કોંગ્રેસના ઉમેદવાર જાહેર:ભીખાભાઈ રબારીને ટિકિટ, ભાજપના સતીષ પટેલ સામે થશે સીધી ટક્કર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment