Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડમાં કચરાના ટેમ્પોના 2 ચાલકો દારૂના નશામાં ઝડપાયા:દારૂની પોટલીઓ સાથે પકડાયા, સ્થાનિકોએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી

    6 days ago

    વલસાડ નગરપાલિકા હેઠળ કચરો ઉપાડતી કોન્ટ્રાક્ટ એજન્સીની બેદરકારી સામે આવી છે. મંગળવારના રોજ વલસાડ શહેરના મોગરાવાડી વિસ્તારમાં કચરો એકઠો કરવા નીકળેલા ટેમ્પોના બે ચાલકો નશાની હાલતમાં વાહન ચલાવી રહ્યા હતા. સ્થાનિક લોકોએ તેમને દેશી દારૂની પોટલીઓ સાથે ઝડપી પાડ્યા હતા. આ અંગે વલસાડ સિટી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. આ ઘટના બાદ વલસાડ નગરપાલિકાના પૂર્વ કાઉન્સિલર ઝાખીર પઠાણે એજન્સી અને પાલિકા તંત્ર સામે સવાલો ઉઠાવ્યા છે. તેમણે માંગ કરી છે કે એજન્સી ડ્રાઇવરોની બ્રેથ એનાલાઇઝરથી તપાસ કરે. તેમજ તેમના ડ્રાઇવિંગ લાઈસન્સની તપાસ થાય અને ઓચિંતું ચેકિંગ પણ કરવામાં આવે. પઠાણે જણાવ્યું કે ભૂતકાળમાં પણ આવી બેદરકારીથી અકસ્માત થયા છે. નશામાં વાહન ચલાવતા ડ્રાઇવરોથી બાળકો અને નાગરિકોની સુરક્ષા જોખમાય છે. પાલિકા તંત્રે આ બાબતે કડક તકેદારી રાખવી જરૂરી છે.
    Click here to Read More
    Previous Article
    ભરૂચમાં ‘સેવા જ્યોતિ યાત્રા’ યોજાઈ:‘2047 સુધીમાં ભારતને વિકસિત અને સંસ્કારી રાષ્ટ્ર બનાવવાનો સંકલ્પ': પ્રભારી મંત્રી
    Next Article
    અમરેલીના દડવા ખાતે ફૂડ લાયસન્સ કેમ્પ યોજાયો:12 વેપારીઓને સ્થળ પર જ સર્ટિફિકેટનું વિતરણ કરાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment