Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પત્નીએ હાથ જકડ્યા ને પતિએ દુપટ્ટાથી કોલેજીયનને પતાવી દીધો:ગાંધીનગરના ગામમાં ન્હાતો વીડિયો, બ્લેકમેઇલિંગ અને શારીરિક સંબંધોમાં ખૂની ખેલ, 'દ્રિશ્યમ' જેવી ઘટના

    2 days ago

    ગાંધીનગર જિલ્લાના કલોલના એક ગામમાં એક 20 વર્ષના કોલેજિયનની દુપટ્ટા અને કેબલથી ગળું દબાવીને હત્યા કરવામાં આવી છે. હત્યા કર્યાં બાદ પુરાવાનો નાશ કરવાના આશયથી યુવકની લાશને સફેદ કલરના કોથળામાં ભરી આરોપી દંપતી પોતાના ઘરને તાળું મારીને ફરાર થઈ ગયું હતું. આ મામલે કલોલ તાલુકા પોલીસે હત્યાનો ગુનો દાખલ કર્યો છે. હાલમાં દંપતિની ધરપકડ કરી લેવામાં આવી છે. આ અંગે સૂત્રોએ કહ્યું કે, યુવકની હત્યા આરોપી મહિલાના ન્હાતો વીડિયો ઉતારી બ્લેકમેઈલ કરીને શારીરિક સંબંધો બાંધતો હોવાથી કરવામાં આવી છે. આ ઘટના અજય દેવગન સ્ટારર 'દ્રિશ્યમ'ની યાદ અપાવે છે. ફિલ્મમાં વિજય સલગાંવકર(અજય દેવગન) મોટી દીકરી અંજુનો નેચર કેમ્પમાં સમીર 'સેમ' નામના યુવકે ન્યૂડ વીડિયો શૂટ કર્યો હતો. સેમ આ વીડિયોના આધારે અંજુને બ્લેકમેઈલ કરી શારીરિક સંબંધ માટે દબાણ કરતો હતો. એક રાત્રે સેમ વિજયના ઘરે આવે છે. વિજય ત્યારે ઘરે ન હતો. તે અંજુને ફરી ધમકાવે છે. વિજયની પત્ની નંદિની (શ્રીયા સરન) તેને રોકવા પ્રયાસ કરે છે અને વિનંતી કરે છે. સેમ વધુ આગળ વધીને નંદિની પર પણ અત્યાચાર કરવા તૈયાર થાય છે. આ સમયે અંજુ પોતાની માતાને બચાવવા અને વીડિયોવાળો મોબાઈલ તોડવા માટે લોખંડની રોડથી સેમ પર મારે છે. આખા માથામાં લાગે છે અને સેમનું મોત થઈ જાય છે. જો કે ફિલ્મમાં આ આકસ્મિક ઘટના હોય છે, જ્યારે આ કેસમાં પ્લાન્ડ મર્ડર છે. ન્હાતો વીડિયો બનાવ્યો ને શારીરિક સંબંધ માટે બ્લેકમેલિંગ શરૂ કર્યું નાના એવા ગામમાં બનેલી આ ઘટના અંગે સુત્રોએ કહ્યું કે, વાસ્તવમાં હાર્દિક દંપતીના ઘરેથી થોડેક દૂર જ રહે છે. દોઢ બે મહિના અગાઉ પરિણિતાનો ન્હાતો વિડિયો ઉતારી લીધો હતો. જેના આધારે પરિણિતાને શારીરિક સંબંધ બાંધવા માટે બ્લેકમેઇલ કરતો હતો. જેના લીધે પરિણિતાએ ઇજ્જત જવાની બીકે હાર્દિકની વાત માની લીધી હતી. મહિલા આરોપી સાથે શારીરિક સંબંધો બાંધ્યા અને ફોનમાં પ્રેમાલાપ કરતો આ વિડિયોના આધારે હાર્દિકે અત્યાર સુધીમાં મહિલા આરોપી સાથે પાંચથી છ વખત શારીરિક સંબંધો બાંધ્યા હતા. આટલું ઓછું હોય એમ હાર્દિક ટેલિફોનિક પ્રેમાલાપ પણ કર્યા કરતો હતો. તેનો પતિ પંખા રિપેરિંગ વાયરીંગનું કામ કરે છે. દંપતીને ત્રણ સંતાનો પણ છે. તેમ છતાં હાર્દિકે બ્લેક મેઇલિંગના જોરે શારીરિક શોષણનો ખેલ શરુ કર્યો હતો. ઘર પાસેથી નીકળે ત્યારે પણ પરિણિતાને ટગટગર જોતા પતિનું લોહી ઉકળતું આ દરમિયાન પતિએ તેની પત્નીને હાર્દિક સાથે મોબાઈલ પર વાત કરતા પકડી લીધી હતી. જેના પગલે દંપતી વચ્ચે ઝગડો થયો હતો. ત્યારે જઈને પત્નીએ પોતાની આપવીતી પતિને જણાવી હતી. આ તરફ પતિને ખબર પડી ગઈ હોવા છતાં હાર્દિક ઘર આગળથી પસાર થાય ત્યારે મહિલા આરોપીને ટગર ટગર જોઈને જતો હતો. હાર્દિકને પોતાની કરતૂતથી કોઈ પસ્તાવો ના હોય એમ બેફામ બનતો જોઈ પતિનું લોહી ઉકળી ઊઠ્યું હતું. પતિએ હાર્દિકનો કાંટો કાઢી નાંખવાનો પ્લાન ઘડી કાઢ્યો એક તબક્કે દંપતીએ મૃતક યુવાનના પરિજનોને કહી દેવાનું મન બનાવી લીધું હતું. પરંતુ પોતાની જ બદનામી થશે એવું વિચારી રોકાઈ ગયા હતા. જોકે પોતાની પત્નીને બ્લેકમેઇલ કરનારને ખુલ્લેઆમ ફરતો જોઈ આરોપી પતિએ તેનો કાંટો કાઢી નાંખવાનો પ્લાન ઘડી કાઢ્યો હતો. જેમાં તેની પત્ની પણ સાથ આપવા તૈયાર થઇ ગઇ હતી. મહિલાએ હાર્દિકને ફોન કરીને સવારે ઘરે બોલાવ્યો આમ અગાઉથી નક્કી થયા મુજબ આરોપી મહિલાએ હાર્દિકને ફોન કરીને 11 જુલાઈની સવારે ઘરે બોલાવ્યો હતો. જેના ઘરે પહોંચતા પહેલા તેનો પતિ બાઇક લઈને કામ અર્થે બહાર જતો હોવાનો ડોળ કરીને નીકળી ગયો હતો. જમીન જોવા અંગે દીકરાએ પિતાને વાત કરી શનિવારના રોજ સવારે સાડા આઠ વાગ્યાની આસપાસ રમેશજી પોતાની ઇકો ગાડી લઈને આલમપુર ખાતે રીંગણા વેચવા ગયા હતા. જ્યારે તેમના પત્ની અને દીકરી ખેતરે ગયા હતા. આ સમયે હાર્દિક ઘરે એકલો હતો. સવારે આશરે 9.10 વાગ્યે હાર્દિકે તેના પિતાને ફોન કરીને પરબતપુરા ખાતે જમીન જોવા જવા અંગે વાત કરી હતી. હાર્દિક પ્રણયફાગ ખેલવાની વાતો કરતો હતો ને પતિએ એન્ટ્રી મારી પરંતુ હાર્દિક જમીન જોવા જવાને બદલે આરોપી પતિ ઘરે હાજર ન હોવાની તક જોઈને મહિલા આરોપીને પામવા ઘરે પહોંચી ગયો હતો. એ વખતે તેના ત્રણેય સંતાનો સ્કૂલે ગયાં હતા અને પતિ પણ બહાર ગયો હોવાનું માની હાર્દિક નિશ્ચિંત થઈ ગયો અને ઘરમાં લાંબો થઈને મહિલા સાથે પ્રણયફાગ ખેલવાની વાતો કરી રહ્યો હતો. પરિણિતાએ હાથ પકડી રાખ્યા ને પતિએ છાતી પર બેસી ગળેટૂંપો દીધો બરાબર એ જ અરસામાં ધીમે રહીને પતિ ઘરમાં પ્રવશ્યો હતો અને હાર્દિક ઊભો થાય એ પહેલાં જ તેની છાતી પર બેસી ગયો હતો. આ દરમિયાન પરિણિતાએ તેના હાથ પકડી લઈને જકડી લીધો હતો. બાદમાં પતિએ દુપટ્ટાથી હાર્દિકને ટૂંપો આપી દીધો હતો. ત્યાર બાદ તરફડીયા મારીને નિશ્ચેતન થઈ ગયો. લાશને પ્લાસ્ટિકની કોથળીમાં પેક કરી દીધી જોકે હજી પણ ગુસ્સો શાંત નહીં થતા મહિલા આરોપીના પતિએ પંખાના કેબલ તાર વડે ફરી હાર્દિકને ટૂંપો આપ્યો હતો. બાદમાં દંપતીએ હાર્દિકની લાશને પ્લાસ્ટિકની કોથળીમાં પેક કરી દીધી હતી અને ઘરને તાળું મારી બાઇક લઈને નીકળી ગયા હતા. બાદમાં સ્કૂલે જઈને ત્રણેય બાળકોને લીધા હતા અને પરિણિતાના પિતાના ઘરે બાળકોને મૂકી આવી બહાર ગામ નાસી જવા માટે પેરવી કરી રહ્યા હતા.એટલે આરોપીએ પોતાના કુટુંબી એવા ગામના સરપંચને હકીકત જણાવી દીધી. આ સાંભળી સરપંચના પગ નીચેથી પણ જમીન સરકી ગઈ હતી. બીજી તરફ પરિવારજનો હાર્દિકને ચારે બાજુ શોધી રહ્યા હતા. દીકરાને ફોન સ્વિચ ઓફ અને ગાયબ થતા શોધખોળ કરી રહ્યા હતા. ત્યાર બાદ આશરે સાડા દસ વાગ્યાની આસપાસ રમેશજીએ ફરીથી દીકરાને ફોન કર્યો ત્યારે તેનો મોબાઇલ સ્વીચ ઓફ આવતો હતો. જેથી તપાસ કરતા હાર્દિકનું એક્ટિવા ઘરે જ પડ્યું હતું પરંતુ તે પોતે ગાયબ હતો. ઘણીવાર સુધી હાર્દિકનો કોઈ પતો ન મળતા ચિંતાતુર પિતા અને કુટુંબીજનોએ નારદીપુર, ધેંધુ ચોકડી અને આજુબાજુના વિસ્તારોમાં શોધખોળ હાથ ધરી હતી. પરંતુ હાર્દિકની કોઈ ભાળ મળી ન હતી. આ દરમિયાન બપોરે સાડા ત્રણથી ચાર વાગ્યાના અરસામાં ગામના જ સુરેશજીએ હાર્દિકના પિતાને ફોન કરીને તાત્કાલિક ગામમાં આવેલા આરોપીના ઘરે આવવા જણાવ્યું હતું. આથી રમેશજી તાબડતોડ આરોપીના ઘરે પહોંચ્યા ત્યારે તેમને કંપારી છૂટી જાય તેવા સમાચાર મળ્યા હતા. સુરેશજીએ જણાવ્યું હતું કે, આ ઘરના માલિક અને તેની પત્નીએ કોઈ અગમ્ય કારણોસર હાર્દિકનું ગળું દબાવીને તેની હત્યા કરી દીધી છે અને તેની લાશને સફેદ કોથળામાં ભરી ઘરમાં મૂકી ઘર બંધ કરીને ભાગી ગયા હતા. 'પીએમ રિપોર્ટમાં ગળું દબાવી મારી નાખ્યાનું સામે આવ્યું' કલોલના DySP આર.એમ સરોદે જણાવ્યું હતું કે, આ અંગે મૃતકના પિતા રમેશજી ઠાકોરે ફરિયાદ નોંધાવી છે, જેના આધારે પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું. પીએમમાં મોતનું કારણ ગળું દબાવીને મારી નાખવા બાબતનું આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે જે વિડીયોના આધારે બ્લેક મેઇલિંગનો ખેલ ખેલાયો અને પ્રિ-પ્લાન હત્યાકાંડ સર્જાયો એ વિડિયો મહિલા આરોપી કે તેના પતિએ જોયો પણ નહીં હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે. આ હત્યાને અંજામ આપી આરોપી પતિએ આવેશમાં આવીને હાર્દિકનો મોબાઈલ તોડી નાખી ક્યાંય રસ્તામાં ફેંકી દીધો છે. જેથી હવે પોલીસ રિમાન્ડ મેળવીને મોબાઈલ રિકવર કરવા માટે કવાયત હાથ ધરશે. પોલીસે ગુનો નોંધી તપાસનો ધમધમાટ તેજ કર્યો કલોલ તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર જે.જે.ગઢવીએ ગુનો નોંધીને તપાસનો દોર સંભાળ્યો છે. પોલીસે ફરાર થઈ ગયેલા આરોપી દંપતી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ધરપકડ કરી છે. શાંત ગણાતા ગામમાં ધોળા દિવસે થયેલી આ ક્રૂર હત્યાના પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
    Click here to Read More
    Previous Article
    રામમંદિર ચોરી- ડેપ્યુટી સીએમનો સવાલ- બાબરીનો ફાળો ક્યાં ગયો?:મહંત કમલદાસ બોલ્યા- ચંપત રાય સાથે વિશ્વાસઘાત થયો; પોલીસ ટિન્નુના રિમાન્ડ માંગશે
    Next Article
    ઘરે-ફાર્મ હાઉસમાં સગી દીકરીઓ સાથે અડપલા કરતો પિતા:સાળીની દીકરીઓને પણ ના છોડી, 5 વર્ષ સુધી 4 સગીરાને ભોગ બનાવી; પીડિતાની માતાની ફરિયાદ બાદ અટકાયત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment