Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરત-ઉદેપુર વંદેભારત શરૂ થતા 5 ટ્રેનોના સમય બદલાયા:4 ઓક્ટોબરથી નવો સમય લાગુ, મુસાફરોને જાણ કરવા અમદાવાદ રેલવેનો નિર્ણય

    6 hours ago

    સુરત-ઉદેપુર વંદેભારત ટ્રેન શરૂ થવાને કારણે ઉત્તર પશ્ચિમ રેલવેએ કેટલીક ટ્રેનોના સમયમાં ફેરફાર કર્યો છે. અમદાવાદ રેલવે દ્વારા આ માહિતી આપવામાં આવી છે. ચાર ટ્રેનોમાં 3 ઓક્ટોબર, 2024થી અને એક ટ્રેનમાં 4 ઓક્ટોબર, 2024થી નવો સમય લાગુ પડશે. ટ્રેન નંબર 20988 અસારવા–ઉદયપુર સિટી સુપરફાસ્ટ એક્સપ્રેસ 4 ઓક્ટોબર, 2024થી અસારવાથી 10 મિનિટ વહેલી, સવારે 6:40 વાગ્યે ઉપડશે. તે ઉદયપુર સિટી 12:10 વાગ્યે પહોંચશે. ટ્રેન નંબર 20987 ઉદયપુર સિટી–અસારવા સુપરફાસ્ટ એક્સપ્રેસ 3 ઓક્ટોબર, 2024થી ઉદયપુર સિટીથી 15 મિનિટ મોડી, સાંજે 4:20 વાગ્યે ઉપડશે. તે અસારવા 9:45 વાગ્યે પહોંચશે. ટ્રેન નંબર 19821 અસારવા–કોટા દ્વિ-સાપ્તાહિક એક્સપ્રેસ 3 ઓક્ટોબર, 2024થી અસારવાથી 10 મિનિટ વહેલી, સવારે 8:45 વાગ્યે ઉપડશે. ટ્રેન નંબર 19315 ઇન્દોર–અસારવા વીરભૂમિ એક્સપ્રેસ અને 20178 આગ્રા કેન્ટ–અસારવા સુપરફાસ્ટ એક્સપ્રેસના સમયમાં પણ 3 ઓક્ટોબર, 2024થી ફેરફાર થશે. મુસાફરોને વિનંતી છે કે આ ફેરફારોને ધ્યાનમાં રાખીને મુસાફરી શરૂ કરે. વધુ માહિતી માટે રેલવેની વેબસાઇટ જોઈ શકાય છે.
    Click here to Read More
    Previous Article
    Ahmedabad Airport News | અમદાવાદ એરપોર્ટ પર પાર્કિંગના નવા ભાવ આજથી અમલમાં મુકાયા| Gujarati Samachar
    Next Article
    पंजाब में परगट सिंह तो यूपी में आराधना मिश्रा को कांग्रेस ने बनाया अध्यक्ष, विधानसभा चुनाव से पहले बड़ा बदलाव

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment