Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રામમંદિર ચોરી- ડેપ્યુટી સીએમનો સવાલ- બાબરીનો ફાળો ક્યાં ગયો?:મહંત કમલદાસ બોલ્યા- ચંપત રાય સાથે વિશ્વાસઘાત થયો; પોલીસ ટિન્નુના રિમાન્ડ માંગશે

    1 day ago

    અયોધ્યા રામ મંદિરના ચઢાવાની ચોરીના કેસમાં મહંત કમલ નયન દાસે શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના પૂર્વ મહાસચિવ ચંપત રાયને ક્લીનચીટ આપી દીધી છે. તેમણે રવિવારે કહ્યું, "રામ જન્મભૂમિ આંદોલન અને મંદિર નિર્માણમાં ચંપત રાયનો મોટો ફાળો રહ્યો છે. લોકોએ તેમની સાથે વિશ્વાસઘાત કર્યો છે. તેમણે કોઈ ચોરી કરી નથી." કમલ નયન દાસ ટ્રસ્ટ અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલ દાસના ઉત્તરાધિકારી છે. બીજી તરફ, યુપીના ડેપ્યુટી સીએમ બ્રજેશ પાઠકે કહ્યું, “જ્યારે બાબરી મસ્જિદના નિર્માણ માટે જમીન ફાળવવામાં આવી હતી, ત્યારે ત્યાં પણ ભંડોળ એકત્ર કરવામાં આવ્યું હતું. શું સપા અને કોંગ્રેસે ક્યારેય પૂછ્યું કે તે ભંડોળનો ક્યાં ઉપયોગ થયો? આ બહુરુપિયા છે, તેમનો સનાતન સાથે કોઈ સંબંધ નથી.” પોલીસ આરોપી રામશંકર યાદવ ઉર્ફે ટિન્નુ અને સુભાષ શ્રીવાસ્તવને રિમાન્ડ પર લઈ શકે છે. બંનેને સોમવારે ફૈઝાબાદ કોર્ટમાં રજૂ કરશે અને 7 દિવસની રિમાન્ડ માંગી શકે છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે રામ મંદિરના તમામ 54 દાનપેટીઓની એક ચાવી આરોપી ટિન્નુ યાદવ પાસે રહેતી હતી. ગોરખપુરમાં દાન ચોરીને લઈને પોસ્ટર લગાવનાર સપા નેતા અરવિંદ શુક્લા સહિત 3 લોકોની પોલીસે શનિવારે મોડી સાંજે ધરપકડ કરી લીધી. ત્રણેયે શુક્રવારે રાત્રે પોસ્ટર લગાવ્યા હતા. રામ મંદિર સંબંધિત અપડેટ્સ વાંચવા માટે લાઇવ બ્લોગ પર જાઓ…
    Click here to Read More
    Previous Article
    What INS Mahendragiri’s commissioning shows about India’s naval shipbuilding prowess
    Next Article
    પત્નીએ હાથ જકડ્યા ને પતિએ દુપટ્ટાથી કોલેજીયનને પતાવી દીધો:ગાંધીનગરના ગામમાં ન્હાતો વીડિયો, બ્લેકમેઇલિંગ અને શારીરિક સંબંધોમાં ખૂની ખેલ, 'દ્રિશ્યમ' જેવી ઘટના

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment