Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગેમમાં હારી જતાં ગુસ્સામાં તોડફોડ કરીને માતા-બહેનો સાથે મારપીટ કરી:આખો દિવસગેમ રમતો ને યુવતીઓ સાથે વાતચીત કરતો, વડોદરામાં મોંઘો મોબાઈલ ખરીદવા જીદે ચડ્યો

    2 days ago

    વડોદરાના ગોત્રી વિસ્તારમાં 17 વર્ષના કિશોરે મોંઘો મોબાઇલ અપાવવા અને મોબાઇલના અતિશય ઉપયોગને લઈને માતા અને બહેનો સાથે મારપીટ અને ઘરમાં તોડફોડ કરતાં પરેશાન માતાએ અભયમ મહિલા હેલ્પલાઇન-181ની મદદ માગી હતી. અભયમની ટીમે કાઉન્સેલિંગ કરીને કિશોરને સમજાવતાં તેણે ભવિષ્યમાં મોબાઇલનો દુરુપયોગ નહીં કરી અભ્યાસ પર ધ્યાન આપવાની ખાતરી આપી હતી. દીકરાના અતિશય ત્રાસથી કંટાળીને અભયમની મદદ માગી વડોદરાના ગોત્રી વિસ્તારમાં રહેતી એક મહિલાએ પોતાના 17 વર્ષના દીકરાના અતિશય ત્રાસથી કંટાળીને અભયમ મહિલા હેલ્પલાઇન-181નો સંપર્ક કર્યો હતો. અભયમની ટીમે સ્થળ પર પહોંચી મહિલા અને તેના પરિવારનું કાઉન્સેલિંગ કર્યું હતું. કાઉન્સેલિંગ દરમિયાન જાણવા મળ્યું હતું કે, વર્ષ 2013માં મહિલાના પતિનું અવસાન થયું હતું. પતિના અવસાન બાદ સાસરી પક્ષ તરફથી બાળકોના ઉછેરમાં કોઈ સહયોગ મળ્યો નહોતો. મહિલાએ બે દીકરી અને એક દીકરાનો ઉછેર કરવા માટે લગભગ 10 વર્ષ સુધી પિયરમાં રહી ભારે મહેનત કરી હતી. કચરા-પોતા સહિતની મજૂરી કરીને બે દીકરીઓને ધોરણ-12 સુધી અભ્યાસ કરાવ્યો હતો. છેલ્લા ત્રણેક વર્ષથી પરિવાર ગોત્રી વિસ્તારમાં ભાડાના મકાનમાં રહે છે. મોબાઇલમાં 'ફ્રી ફાયર' જેવી ઓનલાઈન ગેમ અને યુવતીઓ સાથે વાતચીત કરતો પરિવારની આર્થિક સ્થિતિ નબળી હોવાથી મોટી દીકરીએ પોતાનો અભ્યાસ અધૂરો છોડીને નોકરી શરૂ કરી હતી, જેથી ભાઈનો અભ્યાસ ચાલુ રહી શકે. દીકરો સારી રીતે ભણે અને ભવિષ્યમાં સારી નોકરી મેળવે તે આશાએ પરિવારે તેને અંદાજે રૂ. 18 હજારનો મોબાઇલ પણ ખરીદી આપ્યો હતો, પરંતુ મોબાઇલ મળ્યા બાદ કિશોર અભ્યાસને બદલે દિવસભર મોબાઇલમાં 'ફ્રી ફાયર' જેવી ઓનલાઈન ગેમ રમવામાં વ્યસ્ત રહેતો હતો. આ ઉપરાંત અલગ-અલગ આઈડી બનાવી યુવતીઓ સાથે વાતચીત કરતો હતો. ગેમમાં હારી જતાં ગુસ્સે થઈ ઘરની વસ્તુઓમાં તોડફોડ કરવી, પોતાનો મોબાઇલ તોડી નાખવો તેમજ માતા અને બહેનો સાથે મારપીટ કરવી તેની રોજિંદી હરકત બની ગઈ હતી. કાઉન્સેલિંગ બાદ કિશોરે પોતાની ભૂલ સ્વીકારી અભયમની ટીમે કિશોરને સમજાવ્યું હતું કે, તેની માતા ભારે મહેનત કરીને તેને ભણાવી રહી છે, તેથી મોબાઇલના વ્યસનથી દૂર રહી અભ્યાસ પર ધ્યાન આપવું જરૂરી છે. તેમજ ગુસ્સામાં ઘરની વસ્તુઓ તોડવી અને પરિવારજનો સાથે મારપીટ કરવી યોગ્ય નથી. કાઉન્સેલિંગ બાદ કિશોરે પોતાની ભૂલ સ્વીકારી હતી અને આગળથી મોબાઇલનો દુરુપયોગ નહીં કરે તેમજ અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરી માતા-બહેનો સાથે સારો વ્યવહાર રાખવાની ખાતરી આપતાં મામલો સુખદ રીતે ઉકેલાયો હતો.
    Click here to Read More
    Previous Article
    પશ્ચિમ રેલવેએ 3 જોડી સ્પેશિયલ ટ્રેનોના ફેરા લંબાવ્યા:અસારવા-કાનપુર, અસારવા-આગ્રા, ગાંધીગ્રામ-પ્રયાગરાજ રૂટ પર સેવા વિસ્તૃત
    Next Article
    પોરબંદરમાં PGVCLની પ્રી-મોન્સૂન કામગીરી કાગળ પર:1.10 કરોડના ખર્ચનો દાવો, પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં થાંભલા વાંકા, જૂના વાયર; વારંવાર વીજ વિક્ષેપથી લોકોમાં ભારે નારાજગી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment