Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પોરબંદરમાં PGVCLની પ્રી-મોન્સૂન કામગીરી કાગળ પર:1.10 કરોડના ખર્ચનો દાવો, પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં થાંભલા વાંકા, જૂના વાયર; વારંવાર વીજ વિક્ષેપથી લોકોમાં ભારે નારાજગી

    2 days ago

    દર વર્ષની જેમ આ વર્ષે પણ ચોમાસાની શરૂઆત સાથે પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ-PGVCLની પ્રી-મોન્સૂન કામગીરીના દાવાઓ સામે સવાલો ઊભા થયા છે. તંત્ર દ્વારા અંદાજે ₹1.10 કરોડના ખર્ચે વિવિધ કામગીરી પૂર્ણ કરવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે, પરંતુ ગ્રામજનો અને ખેડૂતોનું કહેવું છે કે અંતરિયાળ વિસ્તારોમાં વીજ વ્યવસ્થા આજે પણ જર્જરિત હાલતમાં છે. મુખ્ય માર્ગો પર દેખાડા પૂરતું કામ કરવામાં આવ્યું હોવાના આક્ષેપો સાથે લોકોમાં તંત્ર પ્રત્યે ભારે રોષ જોવા મળી રહ્યો છે. મુખ્ય માર્ગો પર કામગીરી, વાડી વિસ્તારોમાં બેદરકારીના આક્ષેપ સ્થાનિકો અને ખેડૂતોના જણાવ્યા મુજબ, હાઈવે અને મુખ્ય માર્ગો પર ઝાડની ડાળીઓ કાપવા, થાંભલા કે એંગલ બદલવા જેવી કામગીરી કરવામાં આવી છે, પરંતુ વાડી વિસ્તારો અને ગ્રામ્ય વિસ્તારમાં જ્યાં ખેડૂતોના વીજ જોડાણો છે ત્યાં કોઈ નોંધપાત્ર કામગીરી થઈ નથી. લોકોનો આક્ષેપ છે કે ઉચ્ચ અધિકારીઓની નજર પડે તેવા વિસ્તારોમાં જ કામગીરી દર્શાવવામાં આવી છે, જ્યારે અંતરિયાળ વિસ્તારોને અવગણવામાં આવ્યા છે. 17થી 18 વર્ષથી વાયર બદલાયા નથી, વાંકા થાંભલાથી અકસ્માતનો ભય સ્થાનિક રહેવાસીઓએ ગંભીર આક્ષેપ કરતાં જણાવ્યું કે છેલ્લા 17થી 18 વર્ષથી વિસ્તારમાં વીજ લાઈનના વાયર કે એંગલો બદલવામાં આવ્યા નથી. અનેક વીજ થાંભલા જોખમી રીતે વાંકા વળી ગયા છે અને ગમે ત્યારે ધરાશાયી થઈ શકે તેવી સ્થિતિમાં છે. વૃક્ષોની લટકતી ડાળીઓનું ટ્રી-કટિંગ પણ ન થતા ચોમાસામાં શોર્ટ સર્કિટ અને મોટી દુર્ઘટનાનો ભય સતત યથાવત છે. રજૂઆત છતાં ‘સ્ટાફ અને સામાન નથી’નો જવાબ મળ્યાનો આક્ષેપ ગ્રામજનોનું કહેવું છે કે જ્યારે તેઓ વારંવાર કચેરીમાં રજૂઆત કરવા જાય છે ત્યારે અધિકારીઓ તરફથી પૂરતો સ્ટાફ કે માલ-સામાન ઉપલબ્ધ ન હોવાનું કારણ આપવામાં આવે છે. આ પ્રકારના જવાબોથી લોકોમાં વધુ અસંતોષ ફેલાયો છે અને સમસ્યાના કાયમી ઉકેલની માંગ ઉગ્ર બની રહી છે. વારંવાર વીજ વિક્ષેપથી ખેડૂતો પરેશાન, વળતર અંગે કટાક્ષ ચોમાસા દરમિયાન સતત વીજળી ગુલ થવાની સમસ્યાથી કંટાળેલા સ્થાનિકોએ કટાક્ષ કરતાં કહ્યું કે જો એક વખત વીજ પુરવઠો બંધ થાય ત્યારે ગ્રાહકોને એક રૂપિયાનું પણ વળતર આપવામાં આવે તો મહિનાના અંતે ગ્રાહકોને બિલ ભરવાનું નહીં રહે, પરંતુ પીજીવીસીએલએ જ લોકોને રૂપિયા ચૂકવવાના આવે. વારંવાર થતા વીજ વિક્ષેપથી ખેતી અને દૈનિક જીવન બંને પ્રભાવિત થઈ રહ્યા હોવાનું લોકોનું કહેવું છે. PGVCLનો દાવો – ₹1.10 કરોડની કામગીરી પૂર્ણ, કેટલાક પ્રશ્નો બાકી બીજી તરફ પોરબંદર વર્તુળ કચેરીના અધિકારીઓએ જણાવ્યું કે ચોમાસા દરમિયાન વીજ પુરવઠો ખોરવાય નહીં તે માટે અંદાજે ₹1.10 કરોડના ખર્ચે વિવિધ પેટા વિભાગોમાં પ્રી-મોન્સૂન કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. તંત્રના જણાવ્યા મુજબ નમેલા થાંભલા સીધા કરાયા છે, ઢીલા વાયરો ખેંચવામાં આવ્યા છે અને હાઈ ટેન્શન લાઈનોનું જાળવણી કામ પૂર્ણ થયું છે. જોકે, લો ટેન્શન લાઈનો સંબંધિત કેટલાક લાંબા ગાળાના પ્રશ્નોને કારણે હજુ પણ અમુક કામગીરી બાકી હોવાનું અધિકારીઓએ સ્વીકાર્યું છે. જર્જરિત વીજ વ્યવસ્થા સુધારવાની માંગ સ્થાનિકોએ જણાવ્યું કે જો બજેટ ઓછું પડતું હોય તો સરકાર વધુ રકમ ફાળવે, પરંતુ કોન્ટ્રાક્ટરો પાસેથી 100 ટકા કામગીરી કરાવવામાં આવે. સાથે જ ચોમાસા દરમિયાન ફરિયાદ કરવા છતાં અધિકારીઓના ફોન વ્યસ્ત અથવા સ્વિચ ઓફ રહેતા હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા છે. ગ્રામજનો અને ખેડૂતોની ચેતવણી છે કે જો આગામી દિવસોમાં જર્જરિત વીજ પોલ, વાયર અને અન્ય ખામીઓ દૂર કરવાની કામગીરી શરૂ નહીં થાય તો ગાંધી ચીંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવામાં આવશે. હવે સૌની નજર એ વાત પર છે કે વીજ તંત્ર આ રજૂઆતોને ગંભીરતાથી લઈને તાત્કાલિક પગલાં ભરે છે કે પછી કોઈ મોટી દુર્ઘટના બાદ જ કાર્યવાહી થશે.
    Click here to Read More
    Previous Article
    ગેમમાં હારી જતાં ગુસ્સામાં તોડફોડ કરીને માતા-બહેનો સાથે મારપીટ કરી:આખો દિવસગેમ રમતો ને યુવતીઓ સાથે વાતચીત કરતો, વડોદરામાં મોંઘો મોબાઈલ ખરીદવા જીદે ચડ્યો
    Next Article
    ગોત્રી વિસ્તારમાં કારચાલક બાઇકને ટક્કર મારી:બાઇક ચાલકને હોસ્પિટલમાં ખસેડાયો, અકસ્માત સર્જીને કારચાલક ફરાર; પોલીસ દોડી આવી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment