Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતમાં કીર્તિ પટેલ સામે વધુ એક ગુનો દાખલ:પોલીસ સ્ટેશન બહાર બૂમ-બરાડા પાડી વિવાદ સર્જ્યો, સસ્પેન્ડેડ કોન્સ્ટેબલ નયના બારૈયા પણ સામેલ

    15 hours ago

    પોતાના વિવાદિત નિવેદનો અને સોશિયલ મીડિયા પોસ્ટને કારણે હંમેશા ચર્ચામાં રહેતી સોશિયલ મીડિયા સ્ટાર કીર્તિ પટેલ ફરી એકવાર કાયદાના સકંજામાં આવી છે. સુરતના પુણા પોલીસ સ્ટેશનમાં કીર્તિ પટેલ અને ભાવનગરની સસ્પેન્ડેડ મહિલા પોલીસ કોન્સ્ટેબલ નયના બારૈયા વિરુદ્ધ સત્તાવાર ગુનો નોંધવામાં આવ્યો છે. આરોપ છે કે, તેમણે પોલીસ સ્ટેશનની બહાર જઈને ભારે હોબાળો મચાવ્યો હતો અને પરિવાર વિશે બદનક્ષીકારક વીડિયો બનાવ્યા હતા. પોલીસ સ્ટેશનની બહાર જઈને મચાવ્યો હોબાળો મળતી માહિતી મુજબ, આ સમગ્ર વિવાદ પુણા પોલીસ સ્ટેશનની બહાર સર્જાયો હતો. કીર્તિ પટેલ અને મહિલા પોલીસ કોન્સ્ટેબલ નયના બારૈયાએ પોલીસ મથકની બહાર એકત્ર થઈને જોરજોરથી બૂમ-બરાડા પાડ્યા હતા અને જાહેર સ્થળે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને પડકારી હતી. આ વર્તનને પગલે પોલીસ તંત્ર દ્વારા બંને સામે કડક વલણ અપનાવી ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પરિવાર વિશે બદનક્ષીકારક વીડિયો બનાવવાનો આક્ષેપ સુરત પુણા પોલીસના જણાવ્યા અનુસાર, કીર્તિ પટેલ પર કોઈના ફેમિલી (પરિવાર) વિશે સોશિયલ મીડિયા પર અપમાનજનક અને બદનક્ષીકારક વીડિયો બનાવીને વાયરલ કરવાનો ગંભીર આરોપ લાગ્યો છે. આ વિવાદિત વીડિયો અને પોલીસ સ્ટેશન બહાર કરાયેલા હંગામાને પગલે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વારંવાર વિવાદોમાં આવતી કીર્તિ પટેલ સામે સુરતમાં અગાઉ પણ અનેક ફરિયાદો નોંધાઈ ચૂકી છે, ત્યારે આ નવીનતમ ઘટનાએ સુરત પોલીસ બેડા અને સોશિયલ મીડિયા યુઝર્સમાં ભારે ચર્ચા જગાવી છે. આ સમાચારને અમે અપડેટ કરી રહ્યાં છીએ…
    Click here to Read More
    Previous Article
    6 વર્ષના માસૂમનો સવાલ-‘ડેડી ક્યારે આવશે?’:પરિવારજનોએ કહ્યું-'ફોન કર્યાના 2 કલાક સુધી પાણીમાં કોઈએ સર્ચ ન કર્યું, સુરત ખાડીપૂરે 42ના જીવ લીધા
    Next Article
    વેરાવળમાં દરોડા દરમિયાન SMCની ટીમ પર હુમલાનો મામલો:21 આરોપી 7 દિવસના રિમાન્ડ પર; DIGPના કડક વલણ વચ્ચે PI અને LCB PSIને લીવ રિઝર્વનો આદેશ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment