Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વેરાવળમાં દરોડા દરમિયાન SMCની ટીમ પર હુમલાનો મામલો:21 આરોપી 7 દિવસના રિમાન્ડ પર; DIGPના કડક વલણ વચ્ચે PI અને LCB PSIને લીવ રિઝર્વનો આદેશ

    14 hours ago

    ગીર સોમનાથ જિલ્લાના વેરાવળના કોલીવાળા વિસ્તારમાં જુગાર ક્લબ પર દરોડો પાડવા ગયેલી સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ની ટીમ પર થયેલા હુમલા મામલે પોલીસ કાર્યવાહી કરી છે. 8 જુલાઈએ બનેલી આ ઘટનામાં ઝડપાયેલા 21 આરોપીઓને વેરાવળ કોર્ટે રજૂ કરવામાં આવતા ગુનાની ગંભીરતા ધ્યાને લઈ તેમના 7 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે. હવે પોલીસ રિમાન્ડ દરમિયાન સમગ્ર કાવતરું, હુમલામાં સામેલ અન્ય શખ્સો તથા જુગારના નેટવર્ક અંગે ઊંડી તપાસ હાથ ધરશે. 8 જુલાઈના રોજ SMCની ટીમે કોલીવાળા વિસ્તારમાં ચાલતી એક જુગાર ક્લબ પર દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન જુગારીઓ અને સ્થાનિક લોકોના ટોળાએ પોલીસ ટીમને ઘેરી લઈને હુમલો કર્યો હતો. પરિસ્થિતિ એટલી ગંભીર બની ગઈ હતી કે પોતાની અને ટીમની સુરક્ષા માટે SMCના PSIને હવામાં બે રાઉન્ડ ફાયરિંગ કરવાની ફરજ પડી હતી. ઘટનાને પગલે વિસ્તારમાં ભારે તંગદિલીનો માહોલ સર્જાયો હતો. આ સમગ્ર બનાવ અંગે વેરાવળ શહેર પોલીસ સ્ટેશનમાં બે અલગ-અલગ FIR નોંધવામાં આવી છે. જેમાં 40 નામજોગ આરોપીઓ ઉપરાંત આશરે 200 લોકોના ટોળા સામે રાયોટિંગ, સરકારી ફરજમાં રૂકાવટ, હત્યાના પ્રયાસ સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધાયો છે. ત્યારબાદ પોલીસે મહિલા અને પુરુષ સહિત અનેક આરોપીઓને ઝડપી પાડી કોર્ટ સમક્ષ રજૂ કર્યા હતા. વેરાવળ કોર્ટે કેસની ગંભીરતા અને તપાસની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને 21 આરોપીઓને 7 દિવસના પોલીસ રિમાન્ડ પર સોંપવાનો હુકમ કર્યો છે. પોલીસ હવે હુમલામાં સામેલ અન્ય આરોપીઓની ઓળખ, હુમલાનું પૂર્વ આયોજન હતું કે નહીં, તેમજ સમગ્ર જુગાર રેકેટની કડીઓ સુધી પહોંચવા માટે તપાસ તેજ કરી રહી છે. બીજી તરફ સમગ્ર ઘટનાને લઈને જુનાગઢ રેન્જના DIGP રાજેન્દ્રસિંહ ચુડાસમાએ પણ કડક વલણ અપનાવ્યું છે. ઘટનાના અનુસંધાનમાં વેરાવળ સીટી પોલીસ ઇન્સ્પેક્ટર જે. એન. ગઢવી તથા LCBના PSI એચ. એલ. જેબલિયાને લીવ રિઝર્વમાં મોકલવાનો આદેશ આપવામાં આવ્યો છે. પોલીસ વિભાગની આ કાર્યવાહીથી સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સાથે કોઈપણ પ્રકારની બેદરકારી સહન કરવામાં આવશે નહીં. હવે સમગ્ર જિલ્લાની નજર આ કેસની આગળની તપાસ અને વધુ ધરપકડો પર ટકેલી છે.
    Click here to Read More
    Previous Article
    સુરતમાં કીર્તિ પટેલ સામે વધુ એક ગુનો દાખલ:પોલીસ સ્ટેશન બહાર બૂમ-બરાડા પાડી વિવાદ સર્જ્યો, સસ્પેન્ડેડ કોન્સ્ટેબલ નયના બારૈયા પણ સામેલ
    Next Article
    Tied to pole, beaten: Woman alleges assault by TMC goons in Narendrapur

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment