Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    6 વર્ષના માસૂમનો સવાલ-‘ડેડી ક્યારે આવશે?’:પરિવારજનોએ કહ્યું-'ફોન કર્યાના 2 કલાક સુધી પાણીમાં કોઈએ સર્ચ ન કર્યું, સુરત ખાડીપૂરે 42ના જીવ લીધા

    16 hours ago

    સુરતમાં મેઘરાજાએ મચાવેલી તબાહી અને ત્યારબાદ ખાડીપુરે હસતા-રમતા પરિવારોના માળાઓ વિંખી નાખ્યા છે. આ કુદરતી આફત કરતાં પણ સરકારી તંત્રની ઘોર બેદરકારીએ અનેક ઘરોના કમાતા દીકરા અને પિતા છીનવી લીધા છે. સુરત ખાડીપૂરમાં અત્યાર સુધીમાં 42થી વધુ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. ત્રણ-ત્રણ દિવસ સુધી ખાડીમાંથી લાશો નીકળતી રહી, જેના કારણે સેંકડો પરિવારો અનાથ બન્યા છે. કોઈએ પિતા, કોઈએ દીકરો તો કોઈએ પોતાનો સુહાગ ગુમાવ્યો છે. હું મારા 6 વર્ષના બાળકને શું જવાબ આપું? ખાડીપૂરમાં ભોગ બનેલા અલ્પેશ દેસાઈના નિધનથી તેમનો પરિવાર સંપૂર્ણપણે ભાંગી પડ્યો છે. અલ્પેશભાઈની પત્નીના આક્રંદથી પથ્થર દિલના માણસની આંખો પણ ભીની થઈ જાય. તેમણે ડૂસકાં ભરતા જણાવ્યું કે, મારું 6 વર્ષનું બાળક મને દરેક વખતે પૂછ્યા કરે છે કે, મારા ડેડી ક્યારે આવશે? હું તેને શું કહું? મારા પતિ હવે આ દુનિયામાં રહ્યા નથી, એ વાત હું આ માસૂમને કેવી રીતે સમજાવું? ઘરમાં કમાનાર એકમાત્ર આશાસ્પદ યુવાન ચાલ્યો જતાં હવે આ માસૂમ બાળક અને વૃદ્ધ દાદા-દાદી અસહાય બની ગયા છે. બે દિવસે મૃતદેહ મળ્યો હતો મોટા વરાછામાં પેડલ રોડ ઉપર રહેતા 35 વર્ષીય અલ્પેશ રમેશભાઈ દેસાઈ ગત 7મીએ સાંજે કડોદરા ખાતે પોતાના એમ્બ્રોઈડરી ખાતે બાઈક પર ઘરે આવવો નીકળ્યો હતો. તે વખતે કડોદરા અને સુરત વચ્ચે રોડ પરથી ગુમ થઈ ગયો હતો. જો કે તે ઘરે નાય પહોંચતા તેના પરિવાર સહિતના લોકોની શોધખોળ શરૂ કરી હતી. તે દરમિયાન ગુરુવારે સવારે પાલક પાટીયા પાસે નવી બંધાતી ઇન્ફીનિટી બિલ્ડીંગ નજીકના ખાડીના પાણીમાંથી તેમનો મૃતદેહ ફાયર જવાનોએ બહાર કાઢી પોલીસને સોંપ્યો હતો. જ્યારે અલ્પેશ મૂડ અમરેલીના વતની હતા. તેને સંતાનમાં એક પુત્ર છે. 'ચૂંટણીના વાયદા માત્ર કાગળ પર જ રહ્યા' મૃતક અલ્પેશ દેસાઇના સંબંધી નીલમબેને વહીવટી તંત્ર અને રાજકીય નેતાઓ સામે આકરા પ્રહારો કર્યા છે. તેમણે ભારે હૈયે જણાવ્યું કે, જ્યારે પણ ચૂંટણીઓ આવે છે ત્યારે તમામ પક્ષો અને નેતાઓ દેશ અને સમાજના હિત માટે મોટા-મોટા વાયદાઓ કરે છે. 'અમે જનતા માટે ઊભા રહીશું' તેવા આશ્વાસનો અપાય છે, પણ વાસ્તવિકતા એ છે કે આજે આપણી યુવા પેઢી તંત્રની લાપરવાહીને કારણે અધવચ્ચેથી છીનવાઈ રહી છે. તેમણે માંગ કરી છે કે તંત્ર માત્ર કાગળ પર વાયદા ન કરે અને આ ગરીબ પરિવારના ભરણપોષણ, શિક્ષણ અને વૃદ્ધોની લાકડીનો સહારો બનવા માટે તાત્કાલિક આર્થિક સહાય જાહેર કરે. ફોન કર્યાના 2 કલાક પછી તંત્ર જાગ્યું મૃતકના ભત્રીજા પ્રિન્સ દેસાઈએ તંત્રની પોલ ખોલતા આખી ઘટનાની આપવીતી જણાવી હતી. ગત 7મી તારીખે રાત્રે 9:00 વાગ્યાની આસપાસ આ દુર્ઘટના ઘટી હતી. ઘટનાની જાણ થતાં જ પરિવારે તાત્કાલિક એમ્બ્યુલન્સ, પી.સી.આર. પોલીસ અને ફાયર બ્રિગેડનો સંપર્ક કર્યો હતો. પરંતુ કટોકટીની આ સેવાઓ વારંવાર ફોન કરવા છતાં 2-2 કલાક સુધી ઘટનાસ્થળે પહોંચી નહોતી. જે બચાવ કામગીરીના કર્મચારીઓ આવ્યા, તેઓ પણ માત્ર ઉપરછલ્લી તપાસ કરીને જતા રહ્યા હતા. અંદર ઉતરવાનું જોખમ હોવાનું બહાનું કાઢીને તેઓ સવારે આવવાનું કહીને પલ્લું ઝાડી ગયા હતા. સવારે આવ્યા બાદ પણ માત્ર નામપૂરતી શોધખોળ કરીને તંત્ર એવો દાવો કરવા લાગ્યું કે ત્યાં કોઈ મળ્યું નથી. મંત્રીની ભલામણ આવી ત્યારે જ રેસ્ક્યૂ શરૂ થયું પ્રિન્સ દેસાઈએ તંત્ર સામે ગંભીર સવાલ ઉઠાવતા કહ્યું કે, તંત્રએ પરિવારને અંધારામાં રાખ્યો અને કોઈ સાચી માહિતી ન આપી. આખરે પરિવારે એક મોટા મંત્રી અને વગદાર વ્યક્તિનો સંપર્ક કરવો પડ્યો હતો. જ્યારે ઉચ્ચ સ્તરેથી દબાણ આવ્યું અને ભલામણ કરવામાં આવી, ત્યારે જ તંત્રના માણસો સળવળ્યા અને બચાવ કામગીરી આગળ વધારી. પરિવારનો એક જ સવાલ છે કે, શું આ દેશમાં સામાન્ય માણસની કોઈ કિંમત નથી? આવી કટોકટીની સ્થિતિમાં સામાન્ય માણસને કોઈ કેમ જવાબ નથી આપતું? વધુ બે મૃતદેહ ત્રણ દિવસ બાદ મળ્યા મૂળ નંદુરબાર જિલ્લાના વતની અને હાલ સચિન બોણદગામ રાહીમારવીલા ખાતે રહેતા શાંતારામ જયરામ પાટીલ (ઉં.વ.72) બમરોલીમાં કારખાનામાં સફાઈ કામ કરી પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતા હતા. ગત.તા.7એ તેઓ નોકરીએ ગયા હતા. આ દરમિયાન ધોધમાર વરસાદના કારણે ખાડીપુર આવ્યું હતું. તેઓ નોકરીએથી ઘરે આવી રહ્યા હતા ત્યારે તેઓ ખરવાસા ગામ પાસે પાણીમાં ડૂબી ગયા હતા. ગુરૂવારે સાંજે તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. તેમના દીકરા રવિન્દ્રએ જણાવ્યું હતું કે, પિતા શાંતારામ સાથે તા.7મીએ ટેલિફોનીક વાતચીત થઈ હતી. ભારે વરસાદ અને પાણી ભરાઈ જવાથી ત્યાં જ રોકવાનું કહ્યું હતું પરંતુ તેઓ ઘર આવવા નીકળી ગયા હતા અને તેઓ પાણીમાં ડૂબી ગયા હતા. ભેસ્તાન આવાસમાં રહેતા 37 વર્ષીય ઈમરાન શેરખાન પઠાણ રીક્ષા ચલાવી પત્ની અને ત્રણ સંતાન સહિતના પરીવારનું ગુજરાન ચલાવતો હતો. દરમિયાન ઈમરાન ગત તા.7મીએ કોઈ કામથી સચિન ઈકરેલા ગયો હતો, જ્યાંથી રાત સુધીમાં પરત આવ્યો નહતો. જેથી પરીવાર જનોએ શોધખોળ હાથ ધરી હતી. જે વેળા ભેસ્તાન અન્નખાડી પાસેથી ગુરૂવારે સાંજે મૃતદેહ મળી આવ્યો હતો. વરસાદી પાણીમાં ડુબી જવાથી ઈમરાનનું મોત નિપજ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    દેશમાં વરસાદને લઈને ચિંતાના વાદળો ઘેરાયા:ગુજરાત સહિત દેશના 70% ભાગમાં ચોમાસું ગાયબ; જમ્મુ-કાશ્મીરમાં 60 મિનિટમાં બે વાર વાદળ ફાટ્યા
    Next Article
    સુરતમાં કીર્તિ પટેલ સામે વધુ એક ગુનો દાખલ:પોલીસ સ્ટેશન બહાર બૂમ-બરાડા પાડી વિવાદ સર્જ્યો, સસ્પેન્ડેડ કોન્સ્ટેબલ નયના બારૈયા પણ સામેલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment