Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દેશમાં વરસાદને લઈને ચિંતાના વાદળો ઘેરાયા:ગુજરાત સહિત દેશના 70% ભાગમાં ચોમાસું ગાયબ; જમ્મુ-કાશ્મીરમાં 60 મિનિટમાં બે વાર વાદળ ફાટ્યા

    1 day ago

    દેશના લગભગ 70% ભાગમાંથી ચોમાસાના વાદળો ગાયબ થઈ ગયા છે. રાજસ્થાન, દિલ્હી-NCR, પશ્ચિમ મધ્ય પ્રદેશ, ગુજરાત અને મહારાષ્ટ્રમાં આગામી 5 દિવસ સુધી વરસાદની સંભાવના પણ ઓછી છે. બીજી તરફ, કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં 60 મિનિટમાં વાદળ ફાટવાની બે ઘટનાઓ બની છે. વરસાદ રોકાઈ જવાથી મધ્ય પ્રદેશ, દિલ્હી, પશ્ચિમ ઉત્તર પ્રદેશ સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં તાપમાન વધી ગયું છે. રાજસ્થાનના શ્રીગંગાનગરમાં તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. જોકે, કેટલાક ભાગોમાં શનિવારે ભારે વરસાદ પડ્યો હતો. ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશ સૌથી વધુ પ્રભાવિત થયા હતા. બંને રાજ્યોમાં લેન્ડસ્લાઇડના કારણે કુલ 440 રસ્તાઓ બંધ થઈ ગયા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પૂર્વ ઉત્તર પ્રદેશ, બિહાર અને મેઘાલયમાં ખૂબ જ ભારે વરસાદ પડ્યો છે. પહાડો પર થઈ રહેલા વરસાદના કારણે મેદાની વિસ્તારોમાં ગંગા નદીનું જળસ્તર વધવા લાગ્યું છે. પ્રયાગરાજ અને ઋષિકેશથી આ પ્રકારની તસવીરો પણ સામે આવી છે. અનંતનાગ જિલ્લામાં એક કલાકમાં 2 વાર વાદળ ફાટ્યા કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં 60 મિનિટમાં વાદળ ફાટવાની બે ઘટનાઓ બની છે. શનિવારની રાત્રે અહીં એક વાદળ ફાટ્યું છે. પહેલગામ અને શાંગસ વિસ્તારમાં પૂર આવ્યું છે. અહીં હોટલો અને ઘરોમાં પાણી ઘૂસી ગયા છે, જેના કારણે ટૂરિઝમ પણ પ્રભાવિત થયું છે. હવામાન વિભાગ અને વહીવટીતંત્રે પ્રવાસીઓને સાવચેતી રાખવા નિર્દેશ આપ્યા છે અને વરસાદમાં બહાર ન નીકળવાની સલાહ આપી છે. બીજી તરફ, વાદળ ફાટવાના કારણે ખેતી અને પાકને પણ ભારે નુકસાન થયું છે. પૂરની સ્થિતિ સર્જાયા બાદ રાહત ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. હવામાન વિભાગે કાશ્મીરમાં આગામી 24 કલાક સુધી ભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરી છે. ઉત્તર ભારતના રાજ્યોમાં તાપમાન વધશે વરસાદની વાપસી માટે નવી સિસ્ટમની રાહ. હવામાન નિષ્ણાતોનું કહેવું છે કે ચોમાસાનો વિરામ સંપૂર્ણપણે સામાન્ય અને અસ્થાયી સ્થિતિ છે. જેમ જ બંગાળની ખાડી અથવા અન્ય વિસ્તારોમાં નવી ચોમાસાની સિસ્ટમ સક્રિય થશે, વરસાદની ગતિવિધિઓ ફરી તેજ થઈ શકે છે. હાલમાં આગામી ઘણા દિવસો સુધી લોકોને આકરા તાપ, વધતા તાપમાન અને ભેજથી રાહત મળવાની સંભાવના ઓછી છે. દેશભરમાંથી હવામાનની તસવીરો… ઉત્તરાખંડના ઋષિકેશમાં પહાડો પર સતત વરસાદ બાદ ગંગા નદીનું જળસ્તર વધવા લાગ્યું છે. ત્રિવેણી ઘાટ પર ઘણી સીડીઓ પાણીમાં ડૂબી ગઈ. શિમલા, ઋષિકેશ અને જશપુરમાં છવાયું ધુમ્મસ વરસાદને કારણે ઉત્તર ભારતના રાજ્યોમાં તાપમાન પણ ઝડપથી ઘટ્યું છે. શનિવારની સવાર અને સાંજ શિમલા, ઋષિકેશમાં ધુમ્મસ છવાયેલું રહ્યું. અહીં વિઝિબિલિટી 50 મીટરથી ઓછી નોંધાઈ. આ તરફ, છત્તીસગઢના જશપુર જિલ્લામાં શનિવારે દિવસભર છૂટોછવાયો વરસાદ થતો રહ્યો. વરસાદને કારણે સન્નાની પહાડી ખીણોમાં ગાઢ ધુમ્મસને કારણે વિઝિબિલિટી ઘટીને 7 મીટરથી પણ ઓછી રહી ગઈ છે. દેશભરના હવામાનની સ્થિતિ જાણવા માટે નીચે બ્લોગ વાંચો…
    Click here to Read More
    Previous Article
    ડાન્સ...મ્યૂઝિક... જશ્ન અને અચાનક ફાયરિંગ...:કેનેડામાં ફેસ્ટિવલ ચાલતો હતો ત્યાં ગોળીબાર થયો, 2નાં મોત; હુમલાખોર ભાગી ગયો
    Next Article
    6 વર્ષના માસૂમનો સવાલ-‘ડેડી ક્યારે આવશે?’:પરિવારજનોએ કહ્યું-'ફોન કર્યાના 2 કલાક સુધી પાણીમાં કોઈએ સર્ચ ન કર્યું, સુરત ખાડીપૂરે 42ના જીવ લીધા

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment