Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહિલાને ગઠિયાએ બેંક ઓફ બરોડાના અધિકારીની ઓળખ આપી:કૃષ્ણનગરમાં ક્રેડિટકાર્ડની લિમિટના નામે ઈ ચલણની એપીકે ફાઈલ મોકલી ઠગાઈ

    1 day ago

    કૃષ્ણનગરમાં રહેતા વિદ્યાબહેન થીયા અગાઉ એકસપોર્ટ ઈમ્પોર્ટ કંપનીમાં નોકરી કરતા હતા ત્યારે તેમનુ સેવિગ્સ એકાઉન્ટ બેંક ઓફ બરોડામાં હતુ. દરમિયાન ગત નવેમ્બર 2025મા બેંક ઓફ બરોડામાંથી તેમણે ક્રેડીટકાર્ડ લીધુ હતુ. જો કે તેનો ઉપયોગ કયારેય કર્યો નહતો. દરમિયાન ગત 28 એપ્રિલે તેમના પર અજાણ્યા નંબર પરથી ફોન કરનાર વ્યકિતએ બેંક ઓફ બરોડા ક્રેડીટકાર્ડ વિભાગના અધિકારી તરીકેની ઓળખ આપીને તેમને ક્રેડીટકાર્ડની લીમીટ ઘટાડવા માટે કહ્યુ હતુ. વિદ્યાબહેને તેના પર વિશ્વાસ રાખીને સંમતિ આપતા અજાણ્યા વ્યકિતએ તેમને કહ્યુ હતુ કે તમારા વોટ્સઅપ પર એક લિંક મોકલુ છુ જેમાં તમારી વિગતો ભરી દો અને ફોન ચાલુ રાખજો. દરમિયાન વોટ્સઅપ પર આવેલી લિંક ઓપન કરીને વિગતો ભરી હતી ફોન ચાલુ રાખ્યો હતો. આ દરમિયાન બીજા વોટ્સઅપ નંબર પરથી તેમને આરટીઓના ઈ ચલણની એપીકે ફાઈલ આવી હતી અને ચાલુ ફોન દરમિયાન તેમના ફોનમાં ત્રણ વખતા ઓટીપી આવ્યા હતા. જો કે કોઈ પૈસા કપાયાનો મેસેજ આવ્યો નહોઈ તેમણે આ બાબતે ધ્યાન આપ્યુ નહતુ. તાજેતરમાં તેમના ફોનમાં ક્રેડીટકાર્ડનુ રૂ. 24969 બિલ આવ્યુ હતુ જો કે તેમણે કોઈ ખરીદી કરી હોઈ આ મામલે બેંકમાં જઈને તપાસ કરતા ઠગાઇની જાણ થતાં કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
    Click here to Read More
    Previous Article
    કોર્ટના ધરપકડ વોરંટના આધારે લીલીયા તાલુકાના શખ્સની ધરપકડ:રાજુલા પોલીસે એક વર્ષથી ફરાર ઘરફોડ ચોરીના ગુનાનો આરોપીને ઝડપી પાડ્યો
    Next Article
    સુરક્ષા માટે લગાવેલા કેમેરા જ નાગરિકો માટે ભયજનક બની ગયા:અસારવામાં સીસીટીવીના પોલ પર વાયરોના ગૂંચળાં, કરંટ લાગવાનું જોખમ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment