Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કોર્ટના ધરપકડ વોરંટના આધારે લીલીયા તાલુકાના શખ્સની ધરપકડ:રાજુલા પોલીસે એક વર્ષથી ફરાર ઘરફોડ ચોરીના ગુનાનો આરોપીને ઝડપી પાડ્યો

    2 days ago

    અમરેલી જિલ્લાના રાજુલા પોલીસ સ્ટેશને ઘરફોડ ચોરીના ગુનામાં છેલ્લા એક વર્ષથી ફરાર અને પોલીસની યાદીમાં નોંધાયેલા આરોપીને શોધી કાઢી કાર્યવાહી હાથ ધરી છે. રાજુલા વિભાગના નાયબ પોલીસ અધિક્ષક નયના ગોરડીયાના માર્ગદર્શન હેઠળ અને રાજુલા પોલીસ સ્ટેશનના પીઆઈ વી.એમ. કોલાદરાની રાહબરીમાં પોલીસ ટીમે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન રાજુલા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ઘરફોડ ચોરીના ગુનામાં ભારતીય દંડ સંહિતાની કલમ 380 અને 454 હેઠળ વોન્ટેડ લીલીયા તાલુકાના ગુંદરણ ગામનો રહેવાસી દિનેશ ધીરુભાઈ વાઘેલા છેલ્લા એક વર્ષથી પોતાની ધરપકડ ટાળવા માટે ફરાર હોવાનું સામે આવ્યું હતું. આરોપી વિરુદ્ધ કોર્ટ દ્વારા બી.એન.એસ.એસ. કલમ 72 હેઠળ ધરપકડ વોરંટ પણ જારી કરવામાં આવ્યું હતું. રાજુલા પોલીસ ટીમે સતત બાતમી અને તપાસના આધારે ફરાર આરોપીને શોધી કાઢી તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    હથિયાર સપ્લાય કરનાર 1 ફરાર:ખાંભા પોલીસે દેશી પિસ્તોલ, કારતૂસ સાથે શખ્સને ઝડપ્યો
    Next Article
    મહિલાને ગઠિયાએ બેંક ઓફ બરોડાના અધિકારીની ઓળખ આપી:કૃષ્ણનગરમાં ક્રેડિટકાર્ડની લિમિટના નામે ઈ ચલણની એપીકે ફાઈલ મોકલી ઠગાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment