Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરક્ષા માટે લગાવેલા કેમેરા જ નાગરિકો માટે ભયજનક બની ગયા:અસારવામાં સીસીટીવીના પોલ પર વાયરોના ગૂંચળાં, કરંટ લાગવાનું જોખમ

    1 day ago

    મ્યુનિ દ્વારા સ્માર્ટ સિટી બનાવાના દાવા વચ્ચે વહીવટી તંત્રની બેદરકારી સામે આવી છે. પ્રિ-મોન્સૂન એક્શન પ્લાન અને જનસલામતીની વાતો કરતા સત્તાધીશો રસ્તા પર લટકતા મોતના વાયરો હટાવવામાં સદંતર નિષ્ફળ રહ્યા છે. મ્યુનિ. કમિશનર દ્વારા અગાઉ શહેરના તમામ લાઈટના થાંભલા પરથી ગેરકાયદેસર અને લટકતા વાયરો ઉતારી લેવાનો કડક આદેશ આપવામાં આવ્યો હતો. પરંતુ આ આદેશ બાદ પણ અસારવા વોર્ડમાં પરિસ્થિતિ વધુ ગંભીર અને ભયજનક બની છે. એફએસએલ ચાર રસ્તા પાસે સીસીટીવીના પોલ પર વાયરોના ગૂંચળાં જાહેરમાં લટકી રહ્યા છે. જેના કારણે વરસાદી માહોલમાં આ વાયરોથી કરંટ લાગવાનો ભય લોકોને સતાવી રહ્યો છે. અસારવા વોર્ડના ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL) ચાર રસ્તા પર લગાવેલા કેમેરાના વાયરોના મસમોટા ગૂંચડેગૂંચડા જાહેરમાં લટકી રહ્યા છે. રોડની ફૂટપાથ અને સિગ્નલ પાસે જ નીચે સુધી લટકતા આ વાયરો ગમે ત્યારે વાહનચાલકો કે રાહદારીઓ માટે જીવલેણ સાબિત થઈ શકે છે.
    Click here to Read More
    Previous Article
    મહિલાને ગઠિયાએ બેંક ઓફ બરોડાના અધિકારીની ઓળખ આપી:કૃષ્ણનગરમાં ક્રેડિટકાર્ડની લિમિટના નામે ઈ ચલણની એપીકે ફાઈલ મોકલી ઠગાઈ
    Next Article
    To S Janaki, Tributes From DK Shivakumar, Chandrababu Naidu And Others

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment