Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોડાસાની કલરવ સ્કૂલમાં બાળ સાંસદ ચૂંટણી યોજાઈ:વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર મતદાન કરી લોકશાહીના પાઠ શીખ્યા

    1 सप्ताह पहले

    અરવલ્લી જિલ્લાના મોડાસા કેળવણી મંડળ સંચાલિત કલરવ ઉચ્ચતર પ્રાથમિક વિભાગ ખાતે શાળા પંચાયતની બાળ સાંસદ ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું. બાળકોમાં લોકશાહી પ્રત્યે જાગૃતિ, નેતૃત્વ અને જવાબદારીની ભાવના વિકસે તે હેતુથી આ ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીમાં શાળા મંત્રી, વર્ગમંત્રી, શિસ્ત મંત્રી, રમતગમત મંત્રી, સફાઈ મંત્રી, પ્રાર્થના મંત્રી અને પ્રવાસ મંત્રી સહિતના વિવિધ હોદ્દાઓ માટે ઉમેદવારી નોંધાવવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ ઉમેદવારી નોંધાવવાથી લઈને પ્રચાર, મતદાન અને મતગણતરી સુધીની સમગ્ર ચૂંટણી પ્રક્રિયામાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. મતદાન દરમિયાન વિદ્યાર્થીઓમાં લોકશાહી પ્રત્યેનો ઉત્સાહ અને જવાબદારી સ્પષ્ટ જોવા મળી હતી. આ પ્રવૃત્તિ દ્વારા બાળકોમાં નેતૃત્વ ક્ષમતા, શિસ્ત, જવાબદારી, નિર્ણય લેવાની આવડત તેમજ લોકશાહી પ્રત્યેની સમજ વધુ મજબૂત બને છે. વિદ્યાર્થીઓએ "આજનો મતદાર, આવતીકાલનો જવાબદાર નાગરિક" સૂત્રને પ્રત્યક્ષ અનુભવ દ્વારા સાકાર કર્યું."એક કદમ રાષ્ટ્ર નિર્માણ તરફ"ના ઉદ્દેશ્ય સાથે શાળાના આચાર્ય સેજલબેન ઠેકડી અને સમગ્ર શિક્ષક સ્ટાફે પણ મતદાન કરીને વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો. આ સમગ્ર કાર્યક્રમના સફળ આયોજન બદલ મોડાસા કેળવણી મંડળના પ્રમુખ અને તમામ હોદ્દેદારોએ આચાર્ય તથા સમગ્ર સ્ટાફને અભિનંદન પાઠવ્યા હતા. કલરવ સ્કૂલ દ્વારા બાળ સાંસદ ચૂંટણીમાં નાના મતદારોએ મતાધિકારનો ઉપયોગ કરીને લોકશાહીના મૂલ્યોને બાળપણથી જ આત્મસાત કરાવવાનો આ એક અનોખો પ્રયાસ હતો.
    Click here to Read More
    Previous Article
    ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ ઑફ મેલબર્નના નોમિનેશન જાહેર:'સિતારે ઝમીન પર' અને 'સૈયારા' વચ્ચે બેસ્ટ ફિલ્મની રેસ; 13થી 23 ઓગસ્ટ સુધી ફેસ્ટિવલ યોજાશે
    Next Article
    31 સખી મંડળોને ₹87.70 લાખનું ધિરાણ મંજૂર:સંતરામપુરમાં તાલુકા પ્રમુખ રજનીતાબેન તાવિયાડના હસ્તે ચેક અપાયા, મહિલાઓને આર્થિક રીતે સક્ષમ બનાવવા પ્રયાસ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment