Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    31 સખી મંડળોને ₹87.70 લાખનું ધિરાણ મંજૂર:સંતરામપુરમાં તાલુકા પ્રમુખ રજનીતાબેન તાવિયાડના હસ્તે ચેક અપાયા, મહિલાઓને આર્થિક રીતે સક્ષમ બનાવવા પ્રયાસ

    1 week ago

    સંતરામપુર તાલુકા પંચાયત ખાતે રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન (NRLM) યોજના અંતર્ગત કેશ ક્રેડિટ કેમ્પ યોજાયો હતો. આ કાર્યક્રમ તાલુકા પ્રમુખ શ્રીમતી રજનીતાબેન એન. તાવિયાડના અધ્યક્ષસ્થાને અને મદદનીશ તાલુકા વિકાસ અધિકારીની ઉપસ્થિતિમાં સંપન્ન થયો હતો. આ કેમ્પનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રામીણ મહિલાઓને આર્થિક રીતે સક્ષમ બનાવી સ્વરોજગારીની તકો પૂરી પાડવાનો હતો. આ કેમ્પમાં તાલુકાના કુલ 31 સ્વ-સહાય જૂથોને અંદાજિત ₹87.70 લાખની કેશ ક્રેડિટ લોન મંજૂર કરવામાં આવી હતી. સખી મંડળોને પ્રોત્સાહન આપવા માટે ₹10 લાખનો સેન્શન લેટર પણ મહાનુભાવોના હસ્તે એનાયત કરાયો હતો. તાલુકાનો NRLM સ્ટાફ આ પ્રસંગે હાજર રહ્યો હતો. કાર્યક્રમના અધ્યક્ષસ્થાનેથી સંબોધન કરતા તાલુકા પ્રમુખ રજનીતાબેન એન. તાવિયાડે સ્વ-સહાય જૂથની બહેનોને લોન ધિરાણના ચેક અર્પણ કર્યા હતા. તેમણે બહેનોને આ રકમનો સદુપયોગ કરી આર્થિક પ્રવૃત્તિઓ શરૂ કરવા અને પરિવારને ટેકો પૂરો પાડવા પ્રેરણા આપી હતી. તેમણે આશા વ્યક્ત કરી હતી કે સરકારની આ યોજના મહિલાઓના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવશે. તાલુકા લાઇવલીહુડ મેનેજર એ.આર. સેલોતે ઉપસ્થિત મહિલાઓને યોજનાકીય વિગતોથી માહિતગાર કર્યા હતા. તેમણે બેંક લોન ધિરાણનો નિયમિત અને યોગ્ય ઉપયોગ કરવા પર ભાર મૂક્યો હતો. સેલોતે જણાવ્યું હતું કે મહિલાઓ ખાનગી ધિરાણકારોના ઊંચા વ્યાજદરના ચક્રમાંથી બહાર આવી સરકારની આ યોજનાના લાભો મેળવી આર્થિક રીતે આત્મનિર્ભર બને તે જરૂરી છે. કેમ્પના અંતે, સ્વ-સહાય જૂથની બહેનોને NRLM યોજનાના ફાયદાઓ લઈ આર્થિક વિકાસ સાધવા પ્રોત્સાહિત કરાઈ હતી.
    Click here to Read More
    Previous Article
    મોડાસાની કલરવ સ્કૂલમાં બાળ સાંસદ ચૂંટણી યોજાઈ:વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર મતદાન કરી લોકશાહીના પાઠ શીખ્યા
    Next Article
    ITR 2026: Over 1.7 Crore Taxpayers Have Filed Returns Ahead Of July 31 Deadline; Have You?

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment