Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ધરમપુરમાં બે દીકરાઓએ પિતાને માર મારી હત્યા કરી:દારૂના નશામાં ઝઘડો કરી મારપીટ કરતા પુત્રોને ગુસ્સો આવ્યો, આવેશમાં આવી કુહાડીનો હાથો મારતા લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યા

    1 week ago

    વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના મુરડદ ગામે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. દારૂ પીવાની ટેવવાળા પિતાના રોજિંદા ત્રાસથી કંટાળીને બે સગા દીકરાઓએ તેમને માર મારી મોતને ઘાટ ઉતારી દીધા હતા. આ ઘટના બાદ પોલીસે તપાસ હાથ ધરી છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, મુરડદ ગામના બામણ ફળિયામાં રહેતા ભરત મોતીરામ પવાર (ઉં.વ. 46) દારૂ પીવાની ટેવવાળા હતા. તેઓ દારૂના નશામાં અવારનવાર પોતાની પત્ની અનુબેન અને બાળકો સાથે ઝઘડા અને મારપીટ કરતા હતા. ગઈકાલ, તારીખ 10/07/2026ના રોજ બપોરના સમયે પણ ભરત દારૂ પીને ઘરે આવ્યો હતો અને પરિવારના સભ્યો સાથે અપશબ્દો બોલી રહ્યો હતો. પિતાના રોજિંદા ત્રાસથી કંટાળેલા તેમના બે પરિણીત દીકરાઓ, વિઠ્ઠલ ભરત પવાર (ઉં.વ.24) અને યોગેશ ભરત પવાર (ઉં.વ.22) પિતા સાથે ઝપાઝપી પર ઉતરી આવ્યા હતા. ગુસ્સામાં આવીને બંને ભાઈઓએ પિતાને ઢીંકામુક્કીનો માર માર્યો હતો. આ દરમિયાન વિઠ્ઠલના હાથમાં કુહાડીનો લાકડાનો હાથો આવી જતાં, તેણે પિતા ભરતના માથાના ભાગે જોરદાર ફટકા માર્યા હતા. દીકરાઓના ધક્કાના કારણે ભરત દરવાજાના બારસાખ સાથે પણ ભટકાયા હતા અને માથામાંથી લોહીલુહાણ હાલતમાં બેભાન થઈ જમીન પર ઢળી પડ્યા હતા. ગંભીર હાલતમાં ભરતને સારવાર અર્થે વલસાડથી સુરત સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. આ મામલે મૃતકના મોટા ભાઈ ઈશ્વર મોતીરામ પવારે ધરમપુર પોલીસ સ્ટેશનમાં બંને ભત્રીજાઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 103(1), 115(2), 54 તથા જી.પી. એક્ટની કલમ 135 મુજબ હત્યાનો ગુનો નોંધાવ્યો છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    ગાંધીનગર સિવિલમાં ચાંદીપુરા વાયરસની એન્ટ્રીથી ફફડાટ:સાબરકાંઠા-ખેડાના બે માસૂમ બાળકો સારવાર હેઠળ, સ્પેશિયલ આઈસોલેશન વોર્ડ કાર્યરત; રાઉન્ડ ધ ક્લોક તબીબો તહેનાત
    Next Article
    સુરતના રાજમહલ મોલમાં 20 વર્ષીય રિકવરી એજન્ટની હત્યા:લોહીથી લથપથ લાશ જોઈ સફાઈકર્મીએ બૂમાબૂમ કરી, હત્યારાઓને પકડવા CCTV અને CDR સ્કેન કરાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment