Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતના રાજમહલ મોલમાં 20 વર્ષીય રિકવરી એજન્ટની હત્યા:લોહીથી લથપથ લાશ જોઈ સફાઈકર્મીએ બૂમાબૂમ કરી, હત્યારાઓને પકડવા CCTV અને CDR સ્કેન કરાયા

    1 week ago

    સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં એક 20 વર્ષીય યુવકની અજાણ્યા શખસો દ્વારા કરપીણ હત્યા કરવામાં આવી છે. ડિંડોલી ખાતે આવેલા રાજમહલ મોલના પ્રથમ માળેથી આ યુવકનો લોહીલુહાણ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં મૃતક યુવક ફાયનાન્સ કંપનીઓમાં લોન પર લેવાયેલા ટુ-વ્હીલરના બાકી હપ્તા વસૂલવાનું એટલે કે બાઇક સીઝિંગ અને રિકવરી એજન્ટ તરીકેનું કામ કરતો હોવાનું બહાર આવ્યું છે. આ હત્યાની વિગતો જાહેર થતાં જ સમગ્ર સુરત પોલીસ બેડામાં ભારે દોડધામ મચી ગઈ છે. સફાઈ કર્મચારીએ મૃતદેહ જોતાં જ બૂમાબૂમ કરી આ ઘટનાની જાણ સવારે તે સમયે થઈ જ્યારે મોલની અંદર એક સફાઈ કર્મચારી પહોંચ્યો હતો. મોલના પહેલા માળે એકાંત ભાગમાં લોહીથી લથપથ હાલતમાં એક અજાણ્યા યુવકનો દેહ પડ્યો જોઈ સફાઈ કર્મચારીના હોશ ઉડી ગયા હતા અને તેણે તાત્કાલિક બૂમાબૂમ કરી આસપાસના લોકોને એકત્ર કર્યા હતા. ત્યારબાદ સ્થાનિક દુકાનદારો અને નાગરિકો દ્વારા તાત્કાલિક ધોરણે આ મામલે ડિંડોલી પોલીસ મથકને ટેલિફોનિક જાણ કરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતાને જોતા પોલીસ કાફલો પણ વિના વિલંબે ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે કરી મૃતકની ઓળખ આ ઘટનાસ્થળે પહોંચેલા ACP અને ડિંડોલી પોલીસ સ્ટેશનના પી.આઈ. સહિતના ઉચ્ચ અધિકારીઓએ કાયદાકીય પ્રક્રિયા હાથ ધરી તપાસ શરૂ કરી હતી. શરૂઆતના તબક્કામાં મૃતદેહ કોનો છે તે અંગે કોઈ કડી મળી ન હતી પરંતુ, પોલીસે આસપાસના લોકોની પૂછપરછ અને પ્રાથમિક તપાસના આધારે મૃતકની ઓળખ મેળવી લીધી હતી. પોલીસ તપાસમાં ખૂલ્યું છે કે, મૃતકનું નામ રાજ અજય દુબે છે અને તેની ઉંમર માત્ર 20 વર્ષની હતી. મૃતક રાજ સુરતના જ ડિંડોલી વિસ્તારમાં આવેલા સી.આર. પાટીલ રોડ પર રઘુકુલ નગરનો રહેવાસી હતો અને પોતાના પરિવાર સાથે અહીં જીવન ગુજારતો હતો. રિકવરી એજન્ટ તરીકેની પ્રોફેશનલ લાઇફ પોલીસની પ્રાથમિક પૂછપરછમાં રાજના વ્યવસાય અંગેના ચોંકાવનારા પાસાંઓ પણ સામે આવ્યા છે. રાજ દુબે ખાનગી ફાઇનાન્સ કંપનીઓ અને બેંકો માટે રિકવરી એજન્ટ તરીકે સક્રિય હતો. જે ગ્રાહકો લોન પર ટુ-વ્હીલર (મોટરસાઇકલ કે સ્કૂટર) ખરીદતા હોય અને લાંબા સમય સુધી પોતાના લોનના હપ્તા ભરપાઈ ન કરતા હોય, તેમની પાસેથી વાહન પરત મેળવવાનું અથવા હપ્તા વસૂલવાનું જોખમી કામ તે કરતો હતો. પોલીસ હવે એ દિશામાં પણ ગહન તપાસ કરી રહી છે કે શું આ વાહન સીઝિંગના વ્યવસાયિક વેરઝેર અથવા કોઈ ડિફોલ્ટર ગ્રાહક સાથે થયેલી ઉગ્ર બોલાચાલીના કારણે જ આ હત્યાને અંજામ આપવામાં આવ્યો છે કે કેમ. મોડી રાત્રે હત્યા થઈ હોવાની આશંકા આ ગુનાના ચોક્કસ સમય અંગે માહિતી આપતા એસીપી નિરવ ગોહિલે જણાવ્યું હતું કે, સવારે આશરે પોણા 8 વાગ્યે પોલીસને આ અંગે સત્તાવાર માહિતી મળી હતી. જો કે, મૃતદેહની સ્થિતિ અને પ્રાથમિક તબીબી અંદાજ મુજબ આ હત્યાની ઘટના મોડી રાત્રે આશરે 12 વાગ્યા પછીના સમયે બની હોવાનું જણાઈ રહ્યું છે. હત્યારાઓએ રાજને એકલતાનો લાભ લઈને ઘેરી લીધો હતો અને તેના પર જીવલેણ હુમલો કરીને તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો. રાત્રિના સમયે મોલમાં અવરજવર ન હોવાને કારણે હત્યારાઓ પોતાના મનસૂબામાં સરળતાથી કામયાબ રહ્યા હતા. હત્યારાઓએ અવાવરુ જગ્યાનો લીધો લાભ ડિંડોલીનો આ રાજમહલ મોલ મોટાભાગે અંદરની બાજુએથી ખાલી રહે છે અને તેની મોટાભાગની દુકાનો કાયમી ધોરણે બંધ રહેતી હોવાથી તે એક અવાવરું કોમ્પ્લેક્સ જેવું બની ગયું છે. ખાસ કરીને જે પહેલા માળના ખૂણામાંથી રાજનો મૃતદેહ મળ્યો છે, ત્યાં કોઈ જ વ્યાપારી પ્રવૃત્તિ થતી નથી. હત્યારાઓ આ અવાવરું જગ્યાથી સારી રીતે વાકેફ હોવા જોઈએ અને તેથી જ તેમણે રાજને કોઈ બહાને અહીં બોલાવીને અથવા તેનો પીછો કરીને આ અવાવરું જગ્યાએ જ તેની ક્રૂર હત્યા કરવાનું પસંદ કર્યું હતું. હત્યારાઓને પકડવા CCTV ફૂટેજ સ્કેન કરાયા હાલના તબક્કે ડિંડોલી પોલીસ દ્વારા અજાણ્યા શખસો વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધવાની તજવીજ શરૂ કરી દેવામાં આવી છે. જો કે હજુ સુધી આ કેસ અનડિટેક્ટ છે અને કોઈ ચોક્કસ આરોપી પકડાયો નથી, પરંતુ પોલીસે મોલની અંદર અને બહારના માર્ગો પર લગાવવામાં આવેલા તમામ સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવીને તેનું બારીકાઈથી પરીક્ષણ શરૂ કર્યું છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ, સીસીટીવી ફૂટેજ અને રાજના મોબાઈલ લોકેશન તેમજ કોલ ડિટેઈલ્સ (CDR)ના આધારે ખૂબ જ ટૂંક સમયમાં હત્યારાઓ સુધી પહોંચીને આ સમગ્ર ગુનાનો પર્દાફાશ કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    ધરમપુરમાં બે દીકરાઓએ પિતાને માર મારી હત્યા કરી:દારૂના નશામાં ઝઘડો કરી મારપીટ કરતા પુત્રોને ગુસ્સો આવ્યો, આવેશમાં આવી કુહાડીનો હાથો મારતા લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યા
    Next Article
    વડોદરામાં મેગા પ્રોપર્ટી કૌભાંડનો પર્દાફાશ, બિલ્ડર સાથે 41 કરોડની છેતરપિંડી:22 લોકોની ગેંગે ફ્લેટ અને વિલાના બોગસ વેચાણ દસ્તાવેજો બનાવીને બેંકોમાંથી લોન લઈ લીધી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment