Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરામાં મેગા પ્રોપર્ટી કૌભાંડનો પર્દાફાશ, બિલ્ડર સાથે 41 કરોડની છેતરપિંડી:22 લોકોની ગેંગે ફ્લેટ અને વિલાના બોગસ વેચાણ દસ્તાવેજો બનાવીને બેંકોમાંથી લોન લઈ લીધી

    1 week ago

    વડોદરામાં રિયલ એસ્ટેટ ક્ષેત્રને હચમચાવી નાખે તેવા કરોડો રૂપિયાના પ્રોપર્ટી કૌભાંડનો પર્દાફાશ થયો છે. શહેર ડીસીબી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી બે અલગ-અલગ ફરિયાદમાં આરોપીઓએ પૂર્વ આયોજિત કાવતરું રચી બિલ્ડરની જાણ બહાર સુંદરપુરા અને બીલ ગામ પાસે આવેલી બે સ્કીમના ફ્લેટોના ખોટા વેચાણ દસ્તાવેજો તૈયાર કર્યા ત્યારબાદ મિલકતો પર ગેરકાયદેસર રીતે લોન મેળવી અને કરોડોની મિલકતો પર બોજો ઉભો કરી બિલ્ડરને કરોડોનું આર્થિક નુકસાન પહોંચાડ્યાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે. બંને કેસમાં મળીને લોન મેળવીને તથા ફ્લેટ અન્યને વેચાણ કરી દઈ અંદાજે રૂ.41 કરોડની છેતરપિંડી બિલ્ડર સાથે આચરવામાં આવતા ડીસીબી પોલીસે 22 આરોપીઓની ગેંગ સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે પ્રથમ કેસ બિલ્ડરની જાણ બહાર ફ્લેટોના ખોટા વેચાણ દસ્તાવેજો તૈયાર કર્યા ગાંધીનગર ખાતે રહેતા બિલ્ડર કૌશિકભાઈ ઘનશ્યામભાઈ પટેલે વડોદરા ડીસીબી પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ સુંદરપુરા વિસ્તારમાં આવેલી ધરતી મેડ્રીક કાઉન્ટી એલએલપીની કિંમતી મિલકતોને ટાર્ગેટ બનાવી આરોપીઓએ ભેગા મળીને સમગ્ર કાવતરું રચ્યું હતું. બિલ્ડરની જાણ અને મંજૂરી વિના ફ્લેટોના ખોટા વેચાણ દસ્તાવેજો તૈયાર કરવામાં આવ્યા હતા. બેંકોમાંથી કરોડોની લોન મેળવી મિલકતો પર બોજો ઉભો કર્યો ત્યારબાદ આ દસ્તાવેજોના આધારે અલગ-અલગ બેંકોમાંથી કરોડોની લોન મેળવી મિલકતો પર બોજો ઉભો કરવામાં આવ્યો હતો. એટલું જ નહીં, બોગસ ખરીદદારોના નામે દસ્તાવેજો નોંધાવી મિલકતોનું વેચાણ પણ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ સમગ્ર કૌભાંડથી બિલ્ડરને અંદાજે રૂ. 21 કરોડનું નુકસાન થયું છે. બીજો કેસ 13 વિલાના ફ્લેટોના ખોટા વેચાણ દસ્તાવેજો તૈયાર કર્યા આ જ પ્રકારની મોડસ ઓપરેન્ડીથી બીજો ગુનો બિલ ગામમાં આવેલી પેસિફિકા લેકસાઇડ ડેવલોપર્સ એલએલપીના પ્રોજેક્ટમાં સામે આવ્યો છે. ફેઝ-1 અને ફેઝ-2માં આવેલા 13 વિલાના ફ્લેટોના ખોટા વેચાણ દસ્તાવેજો તૈયાર કરી સબ-રજિસ્ટ્રાર કચેરીમાં નોંધણી કરાવવામાં આવી હતી. ત્યારબાદ વિવિધ બેંકોમાંથી લોન મેળવી આરોપીઓએ કરોડોની રકમ ઉપાડી લીધી હતી. આ સમગ્ર છેતરપિંડીથી બિલ્ડર સહિતની કંપનીને અંદાજે રૂ. 20 કરોડનું નુકસાન થયું છે. બિલ્ડર કંપનીઓને 41 કરોડ રૂપિયાનું નુકસાન પહોંચાડ્યું ડીસીબી પોલીસે તપાસ કરતા બંને કેસમાં આરોપીઓએ બોગસ દસ્તાવેજો, ખોટી સહીઓ, નકલી સિક્કા અને ખોટા નાણાકીય વ્યવહારોનો આશરો લીધો હતો. આ દસ્તાવેજોને સાચા તરીકે રજૂ કરી બેંકોમાથી લોન મંજૂર કરાવવામાં આવી હતી. ત્યારબાદ લોનની રકમ મેળવી મિલકતો પર ગેરકાયદેસર બોજો ઊભો કરી તથા કેટલાક ફ્લેટ અન્યને વેચાણ કરી દઈ બિલ્ડર કંપનીઓને 41 કરોડ રૂપિયાનું નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. આ બંને ગુનાઓમાં છેતરપિંડીનો ગુનો નોંધીને 22 આરોપીઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. 22 આરોપીઓ સામે ગુનો નોંધાયો પોલીસે વધુ તપાસ હાથ ધરી ડીસીબી પોલીસે આરોપીઓના બેંક ખાતાઓ, લોનની ફાઈલો, સબ-રજિસ્ટ્રાર કચેરીના દસ્તાવેજો, મિલકતના વ્યવહારો તેમજ અન્ય નાણાકીય ટ્રેલની તપાસ શરૂ કરી છે. તપાસ દરમિયાન વધુ મિલકતો, વધુ બેંકો અથવા અન્ય લોકોની સંડોવણી બહાર આવે તેવી શક્યતા પણ પોલીસ વ્યક્ત કરી રહી છે.
    Click here to Read More
    Previous Article
    સુરતના રાજમહલ મોલમાં 20 વર્ષીય રિકવરી એજન્ટની હત્યા:લોહીથી લથપથ લાશ જોઈ સફાઈકર્મીએ બૂમાબૂમ કરી, હત્યારાઓને પકડવા CCTV અને CDR સ્કેન કરાયા
    Next Article
    घुसपैठ की राजनीति भारतीयों के ख़िलाफ़, पश्चिम बंगाल में घुसपैठ पर ही बवाल

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment