Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગાંધીનગર સિવિલમાં ચાંદીપુરા વાયરસની એન્ટ્રીથી ફફડાટ:સાબરકાંઠા-ખેડાના બે માસૂમ બાળકો સારવાર હેઠળ, સ્પેશિયલ આઈસોલેશન વોર્ડ કાર્યરત; રાઉન્ડ ધ ક્લોક તબીબો તહેનાત

    1 week ago

    ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં ચાંદીપુરા વાયરસના બે શંકાસ્પદ બાળ દર્દીઓ સામે આવતાં જ સમગ્ર આરોગ્ય વિભાગ અને હોસ્પિટલ પ્રશાસન હરકતમાં આવી ગયું છે. સિવિલમાં સારવાર અર્થે લાવવામાં આવેલા આ બંને બાળકો પૈકી એક સાબરકાંઠા અને બીજું ખેડા જિલ્લાનું વતની હોવાનું સામે આવ્યું છે. બાળકોમાં ચાંદીપુરા વાયરસના પ્રાથમિક લક્ષણો જણાતાં જ તબીબોની ખાસ ટીમ દ્વારા યુદ્ધના ધોરણે સઘન સારવાર શરૂ કરી દેવામાં આવી છે. એક બાળકને વેન્ટિલેટર સપોર્ટ પર રખાયો સિવિલ હોસ્પિટલના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, દાખલ કરાયેલા આ બંને બાળકોની ઉંમર અંદાજે 1 વર્ષ અને 4 વર્ષની છે. જેના પર નિષ્ણાત ડૉક્ટરો સતત વોચ રાખી રહ્યા છે. તબીબી પરીક્ષણ અનુસાર એક બાળકની સ્થિતિ હાલ નિયંત્રણમાં છે, જ્યારે બીજા બાળકની તબિયત નાજુક હોવાથી તેને તાત્કાલિક વેન્ટિલેટર સપોર્ટ પર રાખીને કટોકટીની સારવાર આપવામાં આવી રહી છે. ગાંધીનગર સિવિલ હોસ્પિટલ હાઈ અલર્ટ મોડ પર આ રોગની સચોટ પુષ્ટિ કરવા માટે બંનેના બ્લડ સેમ્પલ મેળવીને લેબોરેટરીમાં ચકાસણી અર્થે મોકલી અપાયા છે. જેનો સત્તાવાર રિપોર્ટ આગામી 24 કલાકમાં મળે તેવી સંભાવના છે. આ સંભવિત રોગચાળાના ભયને પગલે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ હાઈ અલર્ટ મોડ પર આવી ગઈ છે. હોસ્પિટલ પ્રિમાઈસીસમાં ઇમરજન્સીના ભાગરૂપે અલાયદો ચાંદીપુરા વાયરસ સ્પેશિયલ આઈસોલેશન વોર્ડ તૈયાર કરવાની કામગીરી તેજ કરી દેવાઈ છે. ચોમાસાની શરૂઆત થતાં જ ચાંદીપુરા વાયરસનો આતંક ઉપરાંત દર્દીઓની ચોવીસે કલાક દેખરેખ માટે બાળરોગ નિષ્ણાતો અને અનુભવી નર્સિંગ સ્ટાફની ખાસ ટીમો તહેનાત કરી દેવામાં આવી છે. ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થતાં જ ચાંદીપુરા વાયરસનો આતંક સમયાંતરે વકરતો જોવા મળે છે. સત્તાવાર અહેવાલો અનુસાર, હાલમાં સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારો આ વાયરસના મુખ્ય હોટસ્પોટ સાબિત થઈ રહ્યા છે. જ્યાં અગાઉ પણ વધુ કેસો નોંધાયા હતા. આ સિવાય ખેડા અને પંચમહાલના ગ્રામીણ વિસ્તારોમાંથી પણ શંકાસ્પદ કેસો સપાટી પર આવ્યા છે. સંક્રમણ વધુ ન ફેલાય તે માટે મહીસાગર અને બનાસકાંઠા જેવા સરહદી તેમજ પશુપાલન સાથે સંકળાયેલા કાચા મકાનો ધરાવતા વિસ્તારોમાં વહીવટી તંત્ર દ્વારા એડવાન્સ તકેદારીના પગલાં ભરવાનું શરૂ કરી દેવાયું છે. લક્ષણો જણાતા બાળકોને તાત્કાલિક હેલ્થ સેન્ટર પર લઈ જવા અપીલ આરોગ્ય નિષ્ણાતોના જણાવ્યા મુજબ, આ ઘાતક વાયરસ મુખ્યત્વે કાચા મકાનોની દીવાલોની તિરાડો અને ભેજવાળી માટીમાં પેદા થતી સેન્ડફ્લાય એટલે કે રેતાળ માખી કરડવાથી ફેલાય છે. આ વાયરસ સીધો મગજ પર અસર કરતો હોવાથી 14 વર્ષથી નાની ઉંમરના બાળકો તેનો ખૂબ જ ઝડપથી ભોગ બને છે. અચાનક અત્યંત તીવ્ર તાવ આવવો, ઉલટી થવી કે શરીરમાં ખેંચ આવવી એ આ બીમારીના મુખ્ય ચિહ્નો છે. આથી, વાલીઓને અપીલ કરવામાં આવી છે કે આવા લક્ષણો જણાય તો જરાય સમય બગાડ્યા વિના બાળકને તુરંત જ સરકારી હોસ્પિટલ કે નજીકના હેલ્થ સેન્ટર પર લઈ જઈ સારવાર અપાવવી. તંત્ર દ્વારા નાગરિકોને ઘરની આસપાસ જંતુનાશક દવાઓનો છંટકાવ કરવા, સ્વચ્છતા રાખવા અને ઘરોની તિરાડો પૂરી દેવા તાકીદ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    14.99 લાખના ફ્રોડના નાણાં ધરાવતું મ્યુલ બેંક એકાઉન્ટ ઝડપાયું:ઊંઝાના શખ્સ સામે ગુનો દાખલ, મહેસાણા સાયબર ક્રાઇમની કાર્યવાહી
    Next Article
    ધરમપુરમાં બે દીકરાઓએ પિતાને માર મારી હત્યા કરી:દારૂના નશામાં ઝઘડો કરી મારપીટ કરતા પુત્રોને ગુસ્સો આવ્યો, આવેશમાં આવી કુહાડીનો હાથો મારતા લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment