Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    14.99 લાખના ફ્રોડના નાણાં ધરાવતું મ્યુલ બેંક એકાઉન્ટ ઝડપાયું:ઊંઝાના શખ્સ સામે ગુનો દાખલ, મહેસાણા સાયબર ક્રાઇમની કાર્યવાહી

    1 week ago

    દેશભરમાં આચરવામાં આવતા સાયબર ફ્રોડના ગુનાઓ અટકાવવા અને ગેરકાયદેસર નાણાકીય હેરાફેરી કરતા બેંક ખાતાઓ મ્યુલ એકાઉન્ટ્સ પર સકંજો કસવા માટે મહેસાણા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારીની કચેરી, ગુજરાત રાજ્ય, ગાંધીનગરના આદેશ અનુસાર ગઠિત કરાયેલી ખાસ પોલીસ ટીમ દ્વારા કેન્દ્રીય સમન્વય પોર્ટલના ઇનપુટ્સના આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી. આ પ્રાથમિક તપાસ દરમિયાન મહેસાણા જિલ્લામાં સક્રિય એવા એક શંકાસ્પદ બેંક ખાતા દ્વારા ભારતભરમાંથી સાયબર ફ્રોડ કરીને મેળવેલી માતબર રકમની હેરાફેરી થતી હોવાનું સપાટી પર આવ્યું છે. પંજાબ નેશનલ બેંકના ખાતાની વિગતો મળી ને શખ્સ દબોચાયો સાયબર ક્રાઇમ પોલીસ મથકના કોન્સ્ટેબલ નૌશાદઅલી મુસ્તુફાખાન દ્વારા આ મામલે સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી છે. વિગતો મુજબ, ૧૪સી સમન્વય પોર્ટલ પરથી પંજાબ નેશનલ બેંકના એક ખાતાની વિગતો મળી આવી હતી, જે મ્યુલ એકાઉન્ટ તરીકે ઉપયોગમાં લેવાતું હતું. ટેકનિકલ સ્ટાફ દ્વારા આ ખાતાની સઘન તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે આ બેંક ખાતું રાવળ અંકિતકુમાર બાબુભાઈ (રહે. હુડકો લાલબહાદુરશાસ્ત્રી નગર, ઐઠોર ચોકડી, ઊંઝા, મહેસાણા) ના નામે નોંધાયેલું છે. 14.99 લાખના ફ્રોડના નાણાં ધરાવતું મ્યુલ બેંક એકાઉન્ટ ઝડપાયું પોલીસના ટેકનિકલ એનાલિસિસ દરમિયાન એવો ચોંકાવનારો ખુલાસો થયો છે કે આ એક જ બેંક ખાતા વિરુદ્ધ દેશના અલગ-અલગ રાજ્યો અને શહેરોમાંથી કુલ 4 જેટલી સાયબર ફ્રોડની એનસીસીઆરપી ફરિયાદો નોંધાયેલી છે. જેમાં દિલ્હી, ઝારખંડ, તમિલનાડુ અને તેલંગાણા જેવા રાજ્યોનો સમાવેશ થાય છે. આ ચારેય છેતરપિંડીના ગુનાઓમાંથી લેયર-01 હેઠળ કુલ રૂ. 14,99,838 જેટલી માતબર રકમ સીધી આ પંજાબ નેશનલ બેંકના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી હતી. ખાતાધારકે બદઈરાદાથી ગુનાહિત કાવતરું રચ્યું આરોપી ખાતાધારકે પોતાના અંગત આર્થિક ફાયદા અને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ગેરકાયદેસર લાભ મેળવવાના બદઈરાદાથી ગુનાહિત કાવતરું રચ્યું હતું. ખાતામાં જમા થયેલા નાણાં સાયબર ફ્રોડનો ભોગ બનેલા નિર્દોષ લોકોના છે અને તે પોતાના નથી, તે વાતની પૂરેપૂરી જાણ હોવા છતાં તેણે આ રકમ મેળવીને તેનો ઉપયોગ કર્યો હતો. ઊંઝાના શખ્સ સામે ગુનો દાખલ આ સમગ્ર કૌભાંડ બદલ મહેસાણા સાયબર ક્રાઇમ પોલીસે ઊંઝાના ખાતાધારક રાવળ અંકિતકુમાર બાબુભાઈ તથા તપાસ દરમિયાન જે પણ અન્ય સંડોવાયેલા શખ્સો મળી આવે તે તમામ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) 2023 ની કલમ 317(2) અને 318(4) મુજબ કાયદેસરનો ગુનો નોંધી આગળની તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
    Click here to Read More
    Previous Article
    દેશના 70% ભાગમાંથી ચોમાસાના વાદળો ગાયબ:રાજસ્થાન સહિત 7 રાજ્યોમાં 5 દિવસ વરસાદ નહીં; ઉત્તરાખંડમાં વરસાદ-ભૂસ્ખલનને કારણે 120 રસ્તાઓ બંધ
    Next Article
    ગાંધીનગર સિવિલમાં ચાંદીપુરા વાયરસની એન્ટ્રીથી ફફડાટ:સાબરકાંઠા-ખેડાના બે માસૂમ બાળકો સારવાર હેઠળ, સ્પેશિયલ આઈસોલેશન વોર્ડ કાર્યરત; રાઉન્ડ ધ ક્લોક તબીબો તહેનાત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment