Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વરાછા પોલીસે ડિજિટલ બ્લેકમેલિંગનો કર્યો પર્દાફાશ:મહિલાનો વીડિયો ઉતારી વાઇરલ કર્યો, પરિવારને મારી નાખવાની ધમકી આપનાર આરોપીને ઝડપી પાડ્યો

    1 day ago

    સુરત શહેરના વરાછા વિસ્તારમાંથી સોશિયલ મીડિયા અને પ્રાઈવસીના દુરુપયોગનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એક મહિલાનો બિભત્સ વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ કરવાની, તેની પુત્રીને ઉઠાવી લેવાની અને પતિને જાનથી મારી નાખવાની ધમકી આપનાર 23 વર્ષીય યુવકની વરાછા પોલીસે ધરપકડ કરી લીધી છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. વિશ્વાસનો દુરુપયોગ અને વીડિયો રેકોર્ડિંગ મળતી માહિતી મુજબ, ભોગ બનનાર મહિલા અગાઉ તેમના પરિવાર સાથે વરાછાના મારુતિ ચોક, ભરતનગર ખાતે રહેતા હતા. તેમના ઘરની સામે આવેલા એક ખાતામાં આરોપી ધીરજકુમાર ઉર્ફે સૂરજ સંતોષકુમાર ગૌડ કામ કરતો હતો. સામસામે રહેતા હોવાને કારણે બંને વચ્ચે વાતચીત શરૂ થઈ હતી અને સંપર્ક વધ્યા બાદ તેઓ વોટ્સએપ વીડિયો કોલ પર પણ વાત કરતા હતા. એક દિવસ વીડિયો કોલ દરમિયાન આરોપીએ મહિલાને વિશ્વાસમાં લઈ કપડાં ઉતારવા દબાણ કર્યું હતું. મહિલા તેની દાનતથી અજાણ હોવાથી, આરોપીએ તેની જાણ બહાર ખૂબ જ ચાલાકીથી મહિલાના સ્ક્રીનશોટ/વીડિયો પોતાના મોબાઈલમાં રેકોર્ડ કરી લીધો હતો. પતિને મારી નાખવાની અને દીકરીને ઉઠાવવાની ધમકી આપી વીડિયો રેકોર્ડ થઈ ગયા બાદ આરોપીએ મહિલા પર તેની સાથે ઘર છોડીને ભાગી જવા માટે માનસિક દબાણ લાવવાનું શરૂ કર્યું. મહિલાએ ફોન પર વાતચીત અને સંપર્ક સંપૂર્ણ બંધ કરી દેતા આરોપી ઉશ્કેરાઈ ગયો હતો. તેણે રસ્તામાં મહિલા સાથે ઝપાઝપી કરી અને જો વાત નહીં માને તો તેના પતિને જાનથી મારી નાખવાની તેમજ દીકરીને ઉઠાવી લેવાની ધમકી આપી હતી. પતિ અને ભાઈના વોટ્સએપ પર વીડિયો મોકલ્યો મહિલા ધમકીઓ સામે ન નમતા, આરોપીએ તેને સમાજમાં બદનામ કરવાના ઇરાદાથી તે બિભત્સ વીડિયો મહિલાના પતિ તેમજ તેના ભાઈના વોટ્સએપ નંબર પર મોકલી આપ્યો હતો. વીડિયો વાઇરલ કર્યા બાદ પણ આરોપી સતત હેરાન કરતો હોવાથી આખરે ત્રસ્ત થઈને મહિલાએ વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ટેકનિકલ સર્વેલન્સના આધારે કોસાડ આવાસથી ધરપકડ કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે તાત્કાલિક અલગ-અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી. હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપીના લોકેશનને ટ્રેક કરવામાં આવ્યું હતું. પોલીસ ટીમે બાતમીના આધારે સુરતના અમરોલી વિસ્તારમાં આવેલા કોસાડ આવાસ ખાતે દરોડો પાડીને ત્યાં છુપાયેલા આરોપી ધીરજકુમાર ગૌડ (રહે. કોસાડ આવાસ, અમરોલી, સુરત. મૂળ વતન. મેજા ખાસ ગામ, તાલુકો: મેજા, જિલ્લો: પ્રયાગરાજ (અલ્હાબાદ), ઉત્તર પ્રદેશ.)ને ઝડપી પાડ્યો હતો અને તેની સામે જેલભેગા કરવાની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો તેમજ ઇન્ફર્મેશન ટેકનોલોજી એક્ટ (IT Act) હેઠળ ગંભીર ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    મોરબીની રામનગર સોસાયટીમાં જુગારધામ પર એલસીબીનો દરોડો:6 જુગારીઓ રૂ. 1.21 લાખ રોકડ સાથે તીનપત્તી રમતા ઝડપાયા
    Next Article
    ‘ભગવાન રામનો ફાળો BJP-RSSની રાજકીય લૂંટનો ભોગ બન્યો’:અશોક ગેહલોતનો કેન્દ્ર સરકાર પર પ્રહાર, ચંપત રાયની ધરપકડ અને સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ તપાસની કરી માંગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment