Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ‘ભગવાન રામનો ફાળો BJP-RSSની રાજકીય લૂંટનો ભોગ બન્યો’:અશોક ગેહલોતનો કેન્દ્ર સરકાર પર પ્રહાર, ચંપત રાયની ધરપકડ અને સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ તપાસની કરી માંગ

    1 day ago

    ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતે પોતાની ગુજરાત મુલાકાત દરમિયાન અમદાવાદ સ્થિત રાજીવ ગાંધી ભવન ખાતે એક પત્રકાર પરિષદને સંબોધી હતી. આ દરમિયાન તેમણે અયોધ્યા શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટમાં થયેલી કથિત દાન ચોરી અને નાણાકીય ગેરરીતિઓને લઈને કેન્દ્ર સરકાર, ભાજપ અને આરએસએસ (RSS) પર આકરા પ્રહારો કર્યા હતા. ગેહલોતે આક્ષેપ કર્યો હતો કે, રામ મંદિરમાં થયેલી ચંદા ચોરી એ માત્ર કોઈ સામાન્ય આર્થિક કૌભાંડ નથી, પરંતુ તે દેશના કરોડો શ્રદ્ધાળુઓની પવિત્ર આસ્થા, વિશ્વાસ અને ધાર્મિક લાગણીઓ સાથે કરવામાં આવેલો ઘોર વિશ્વાસઘાત છે. ‘ભગવાન રામનો ફાળો BJP-RSSની રાજકીય લૂંટનો ભોગ બન્યો’ અશોક ગેહલોતે ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, ભાજપ, RSS, વિશ્વ હિન્દુ પરિષદ અને સંઘ પરિવારના સંગઠનોએ આશરે ત્રણ દાયકા સુધી ભગવાન શ્રી રામના નામે સક્રિય રાજનીતિ કરી છે. તેમણે દેશના ગરીબ અને મધ્યમ વર્ગ પાસેથી રામ મંદિરના નામે ફાળો એકત્ર કર્યો અને આ જ આંદોલનના જોરે સત્તા મેળવી છે. આજે એ જ કરોડો રામભક્તો એ પૂછવા માટે મજબૂર બન્યા છે કે ભગવાન રામના નામે એકત્ર કરાયેલો પવિત્ર ફાળો અને ચઢાવો આખરે કોના સંરક્ષણમાં લૂંટાયો? જ્યારે આખા ટ્રસ્ટની રચના ખુદ વડાપ્રધાનની સીધી દેખરેખ હેઠળ થઈ હતી, તો આ કૌભાંડની નૈતિક જવાબદારી કોણ લેશે? ચંપત રાય અને અનિલ મિશ્રાની ધરપકડ કરવાની માંગ પૂર્વ મુખ્યમંત્રીએ ટ્રસ્ટના પદાધિકારીઓના રાજીનામા અંગે સવાલ ઉઠાવતા કહ્યું કે, જો ટ્રસ્ટના વહીવટમાં બધું જ બરાબર અને પારદર્શક હતું, તો ચંપત રાય અને અનિલ મિશ્રાના તાત્કાલિક રાજીનામા કેમ લેવા પડ્યા? તેમણે માંગ કરી હતી કે ચંપત રાય, અનિલ મિશ્રા અને આ આખા કૌભાંડમાં સામેલ તમામ વગદાર વ્યક્તિઓ વિરૂદ્ધ તાત્કાલિક અસરથી એફઆઈઆર (FIR) નોંધીને તેમની ધરપકડ કરવામાં આવે. તેમણે ઉમેર્યું કે, જો શાસક પક્ષ કે ટ્રસ્ટે કંઈ ખોટું નથી કર્યું, તો સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ સ્વતંત્ર ન્યાયિક તપાસ કરાવવામાંથી કેમ ડરી રહ્યા છે? સંઘી વ્યવસ્થા અને અયોધ્યાની સંત પરંપરા પર સવાલો તેમણે વધુમાં જણાવ્યું કે, ઇતિહાસમાં પહેલી વખત કોઈ મંદિર આરએસએસ અને ભાજપના સીધા નિયંત્રણમાં આવ્યું અને ત્યાં જ લૂંટ થઈ ગઈ. સંસ્કૃતિની ખાલ ઓઢીને રાજનીતિ કરનારાઓ ન તો જનતા પ્રત્યે ઈમાનદાર છે, ન તો ભગવાન પ્રત્યે. સમસ્યા માત્ર કોઈ વ્યક્તિ વિશેષની નથી, પરંતુ તે સંઘી વ્યવસ્થાની છે જે મંદિર માટે બનાવવામાં આવી છે. પહેલાં ચંપત રાયને બેસાડ્યા અને હવે તેમને હટાવીને કૃષ્ણમોહનને બેસાડી દીધા, જે બંને આરએસએસના જ છે. અયોધ્યાની વર્ષો જૂની મહંત પરંપરાને દૂર કરીને અને રામ મંદિર માટે સાચી લડત લડનારા સંતોને બહાર રાખીને આરએસએસ આ મંદિર પર શા માટે કબજો ઈચ્છે છે તે મોટો પ્રશ્ન છે. 113 કરોડના આંધણ અને નકલી રસીદોના આક્ષેપો ટ્રસ્ટના વહીવટી માળખા અંગે ગેહલોતે સ્પષ્ટ કર્યું કે, સર્વોચ્ચ નિમણૂકોમાં વડાપ્રધાન કાર્યાલય (PMO) ની સક્રિય ભૂમિકા રહી હોવાથી કેન્દ્ર સરકાર પોતાની જવાબદારીમાંથી છટકી શકે નહીં. હાલમાં SIT દ્વારા પણ મંદિરના મોટા આયોજનોના ખર્ચની તપાસ થઈ રહી છે. પ્રાણ-પ્રતિષ્ઠા સમયે માત્ર 8000 અતિથિઓ માટે ₹113 કરોડ અને ધ્વજારોહણ કાર્યક્રમ પર ₹10.12 કરોડનો મોટો ખર્ચ કરવામાં આવ્યો છે. આ સિવાય નકલી રસીદો ફાડવી, રોકડા ચઢાવાની હેરાફેરી અને હિસાબ-કિતાબમાં ગરબડના અનેક આરોપો લાગ્યા છે. તંત્ર માત્ર નાના કર્મચારીઓ સામે પગલાં ભરીને સંતોષ માની રહ્યું છે, જ્યારે ટ્રસ્ટના સર્વોચ્ચ હોદ્દેદારોની જવાબદારી હજુ સુધી નક્કી કરાઈ નથી. ‘ડબલ એન્જિન સરકાર દોષિતોને બચાવી રહી છે’ અશોક ગેહલોતે અંતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કરતા કહ્યું કે, ભગવાન શ્રીરામ કોઈ એક રાજકીય પક્ષની ખાનગી સંપત્તિ નથી, તેઓ કરોડો ભારતીયોની અતુટ આસ્થા છે. નાણાંની કથિત લૂંટ પર પડદો પાડવાનો દરેક પ્રયાસ દેશની ધાર્મિક ચેતનાનું અપમાન છે. શું ડબલ એન્જિન સરકાર આ કૌભાંડના મુખ્ય દોષિતોને બચાવી રહી છે? વડાપ્રધાન નરેન્દ્ર મોદી આટલા ગંભીર આરોપો પછી પણ અત્યાર સુધી મૌન કેમ છે? તેમણે દેશ સમક્ષ હાજર થઈને જવાબ આપવો જોઈએ અને આ સમગ્ર પ્રકરણની તપાસ સર્વોચ્ચ અદાલતની સીધી દેખરેખ હેઠળ કરાવવી જોઈએ જેથી સત્ય બહાર આવી શકે.
    Click here to Read More
    Previous Article
    વરાછા પોલીસે ડિજિટલ બ્લેકમેલિંગનો કર્યો પર્દાફાશ:મહિલાનો વીડિયો ઉતારી વાઇરલ કર્યો, પરિવારને મારી નાખવાની ધમકી આપનાર આરોપીને ઝડપી પાડ્યો
    Next Article
    દ્વારકામાં ભાવિકોના પર્સ, મોબાઈલ ખોવાયા:દ્વારકા પોલીસે ગણતરીના કલાકોમાં શોધીને મૂળ માલિકોને સુરક્ષિત રીતે સોંપ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment