Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબીની રામનગર સોસાયટીમાં જુગારધામ પર એલસીબીનો દરોડો:6 જુગારીઓ રૂ. 1.21 લાખ રોકડ સાથે તીનપત્તી રમતા ઝડપાયા

    1 day ago

    મોરબી લોકલ ક્રાઇમ બ્રાન્ચ (એલસીબી) અને પેરોલ સ્ક્વોડે સંયુક્ત કાર્યવાહી કરીને નવલખી રોડ પર આવેલી રામનગર સોસાયટીમાં ચાલતા જુગારધામ પર દરોડો પાડ્યો હતો. આ દરોડામાં પોલીસે છ જુગારીઓને રૂ. 1.21 લાખની રોકડ અને ગંજીપત્તાના પાના સાથે ઝડપી પાડ્યા હતા. ખાનગી બાતમીના આધારે પોલીસે ભરતસિંહ મદારસિંહ પરમારના રહેણાંક મકાન પર દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન ત્યાં તીનપત્તીનો જુગાર રમાતો હોવાનું સામે આવ્યું હતું. પોલીસે ઝડપેલા આરોપીઓમાં ભરતસિંહ મદારસિંહ પરમાર (રામનગર સોસાયટી), રાજેન્દ્રસિંહ કનુભા ઝાલા (નવી પીપળી), વિપુલભાઈ રમેશચંદ્ર મહેતા (દરબારગઢ), જેઠુભા હેમુભા રાઠોડ (ગુજરાત હાઉસિંગ બોર્ડ), કમલેશભાઈ મોતીભાઈ મેવાડા (સૂર્યકીર્તિ સોસાયટી) અને રાજેન્દ્રસિંહ હનુભા જાડેજા (જનકલ્યાણનગર)નો સમાવેશ થાય છે. પોલીસે સ્થળ પરથી કુલ રૂ. 1,21,000ની રોકડ અને ગંજીપત્તાના પાના કબજે કર્યા હતા. તમામ આરોપીઓ વિરુદ્ધ મોરબી સિટી 'એ' ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુજરાત જુગારધારા કલમ 4 અને 5 હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    બાલીયાસણની વિવાદિત જમીનમાં ઘૂસી 50 હજારનું નુકસાન કર્યું:મારી નાખવાની ધમકી આપી, 8 સામે ફરિયાદ; હાઈકોર્ટના યથાસ્થિતિ જાળવવાનો હુકમ છતાં ઘટના બની
    Next Article
    વરાછા પોલીસે ડિજિટલ બ્લેકમેલિંગનો કર્યો પર્દાફાશ:મહિલાનો વીડિયો ઉતારી વાઇરલ કર્યો, પરિવારને મારી નાખવાની ધમકી આપનાર આરોપીને ઝડપી પાડ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment