Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બાલીયાસણની વિવાદિત જમીનમાં ઘૂસી 50 હજારનું નુકસાન કર્યું:મારી નાખવાની ધમકી આપી, 8 સામે ફરિયાદ; હાઈકોર્ટના યથાસ્થિતિ જાળવવાનો હુકમ છતાં ઘટના બની

    1 day ago

    મહેસાણાના રાધનપુર રોડ પર રહેતા અને દેદીયાસણ જી.આઈ.ડી.સી.માં પેકેજીંગ-પ્રિન્ટીંગનો વ્યવસાય કરતા સેવંતીભાઇ કાનજીભાઈ પટેલે મોજે બાલીયાસણ ગામની સીમના બ્લોક નં. 333 વાળી વિવાદિત જમીનમાં ગેરકાયદેસર પ્રવેશ કરી તોડફોડ કરવા તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપવા બદલ વિજાપુરના ત્રણ શખ્સો સહિત કુલ 8 લોકો સામે લાંઘણજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. નામદાર હાઈકોર્ટના યથાસ્થિતિ જાળવવાના હુકમ છતાં આ પ્રકારની ઘટના બનતા ચકચાર મચી ગઈ છે. હાઇકોર્ટનો જમીન પર યથાસ્થિતિ જાળવી રાખવાનો હુકમ મળતી માહિતી મુજબ, સેવંતીભાઇ પટેલે વર્ષ 1999માં બાલીયાસણ ખાતે આવેલી જમીન ખરીદી હતી અને ત્યારથી તેનો કબજો તેમની પાસે છે. જો કે, આ જમીનની રેવન્યુ નોંધ સામે વિજાપુરના હસમુખભાઇ જયંતિભાઇ દોશીએ વાંધો ઉઠાવતા આ મામલો હાલ કોર્ટ આધીન છે. નામદાર ગુજરાત હાઇકોર્ટે પણ આ જમીન પર યથાસ્થિતિ જાળવી રાખવાનો હુકમ કરેલો છે અને જમીનની દેખરેખ માટે એક સિક્યુરીટી ગાર્ડ રાખવામાં આવ્યો છે. જમીનમાં ગેરકાયદેસર પ્રવેશ કર્યો, સિક્યુરીટી ગાર્ડને ગાળો ભાંડી ગત 9 જુલાઈના રોજ બપોરે આશરે બે વાગ્યાના અરસામાં, વિજાપુરના (1) હસમુખભાઇ જયંતીલાલ દોશી, (2) ઉરેશકુમાર કુમારપાળ દોશી, (3) નિતેષ કુમારપાળ દોશી તથા અન્ય પાંચ અજાણ્યા શખસો વાહનોમાં સવાર થઈને આ જમીન પર ધસી આવ્યા હતા. આ ટોળાએ જમીનની ફરતે મારેલી આડાશ અને ઝાડી-ઝાંખરા હટાવી ગેરકાયદેસર પ્રવેશ કર્યો હતો. સિક્યુરીટી ગાર્ડે તેઓને રોકવાનો પ્રયાસ કરતા આરોપીઓએ હોબાળો મચાવી બીભત્સ ગાળો ભાંડવાનું શરૂ કર્યું હતું. જમીન પર બાંધેલી વાડ સળગાવી દીધી, 50 હજારનું નુકસાન કર્યું આરોપીઓએ ઉશ્કેરાઈને જમીન પર બાંધેલી વાડ સળગાવી દીધી હતી, તેમજ ત્યાં લગાવેલા માલિકી હક્ક અને પ્રવેશ નિષેધના બોર્ડ તથા સીસીટીવી કેમેરા તોડી પાડી આશરે રૂ. 50 હજારનું નુકસાન કર્યું હતું. આરોપીઓએ સિક્યુરીટી ગાર્ડને 'અહીંથી જતો રહે નહિતર જાનથી મારી નાખીશું' તેવી ધમકીઓ આપતા ગાર્ડ ત્યાંથી ખસી ગયો હતો અને માલિકને ફોન પર જાણ કરી હતી. 8 સામે ફરિયાદ નોંધાઈ આ અંગે સેવંતીભાઇએ બાલીયાસણ ખાતે જઈ સ્થિતિની ચકાસણી કર્યા બાદ લાંઘણજ પોલીસ મથકે ત્રણેય નામજોગ અને પાંચ અજાણ્યા શખ્સો વિરૂદ્ધ ગેરકાયદેસર મંડળી રચી, તોડફોડ કરવા તેમજ ધમકી આપવા બદલ ગુનો નોંધાવ્યો છે. પોલીસે સીસીટીવી ફૂટેજ અને કોર્ટના દસ્તાવેજોના આધારે આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    ગોમતીપુરમાંથી બે શખ્સ પાસેથી 16 તલવાર ઝડપાઈ:અન્ય એક આરોપી પાસેથી 7 કિલો ગાંજો અને 25 લાખ રોકડા મળ્યા, રથયાત્રા અગાઉ પોલીસની કાર્યવાહી
    Next Article
    મોરબીની રામનગર સોસાયટીમાં જુગારધામ પર એલસીબીનો દરોડો:6 જુગારીઓ રૂ. 1.21 લાખ રોકડ સાથે તીનપત્તી રમતા ઝડપાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment