Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોમતીપુરમાંથી બે શખ્સ પાસેથી 16 તલવાર ઝડપાઈ:અન્ય એક આરોપી પાસેથી 7 કિલો ગાંજો અને 25 લાખ રોકડા મળ્યા, રથયાત્રા અગાઉ પોલીસની કાર્યવાહી

    1 day ago

    અમદાવાદમાં રથયાત્રા અગાઉ ક્રાઈમ બ્રાન્ચ અને SOG વધુ સક્રિય થયું છે, ત્યારે ક્રાઈમ બ્રાન્ચે ગોમતીપુરમાંથી બે શખ્સો પાસેથી 16 તલવાર અને ધારિયું કબ્જે કર્યું છે. જ્યારે SOGએ 7 કિલો ગાંજો અને 25 લાખ રોકડા સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે. બંને મામલે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પહેલો કેસ ઝઘડતાં બે શખ્સ પાસેથી 16 તલવાર અને એક ધારિયુ જપ્ત ગોમતીપુરમાં આવેલી એક મટન શોપ પાસે બે શખ્સો જાહેરમાં ઝઘડી રહ્યા હતા, તેવામાં પેટ્રોલિંગમાં રહેલી ક્રાઇમબ્રાંચની ટીમે રથયાત્રા પૂર્વે માહોલ ન બગડે તે માટે બંને પાસે જઇને મામલો શાંત પાડ્યો હતો. પરંતુ આસપાસના લોકો પાસેથી એક શખ્સ ગુનેગાર હોવાનું સામે આવતા પોલીસે તેની મટન શોપમાં તપાસ કરી હતી. પોલીસે અમીરમિયા ઉર્ફે બબૂલ શેખની દુકાનમાંથી 16 તલવાર અને એક ધારિયુ કબ્જે કર્યુ હતું. બે શખ્સની ધરપકડ કરીને તપાસ શરૂ તેની પૂછપરછ કરતા ભત્રીજાને થોડા દિવસ પહેલા બોલાચાલી ઝગડો થયાની અદાવત માટે તેણે આ હથિયારો રાખ્યા હોવાની કેફિયત જણાવી હતી. પોલીસે અમીરમિયાની સાથે અને ફુઝેલ ઉર્ફે ટીકુ અંસારીની પણ ધરપકડ કરી તપાસ હાથ ધરી છે. તપાસ દરમિયાન અમીરમિયા ઉર્ફે બબૂલ શેખ વિરૂધ્ધ મારામારી, પ્રોહિબિશન અને જુગારના કેસો નોંધાયા હોવાનું સામે આવ્યુ છે. બીજો કેસ નારોલથી વિશાલા તરફ જતા રોડ પરથી દેશી કટ્ટા સાથે શખ્સ ઝડપાયો જ્યારે બીજીતરફ એસઓજીએ નારોલથી વિશાલા તરફ જતા રોડ પરથી અયાજ ઉર્ફે લાલા મન્સુરી (રહે. ફતેવાડી)ને દેશી કટ્ટો અને કારતુસ સાથે ઝડપી લીધો હતો. આરોપીએ ત્રણ માસ પહેલા ફતેવાડીમાં આવેલા મેદાન ખાતે જઇને એક શખ્સ પાસેથી પાંચ હજારમાં હથિયાર ખરીદ્યા હોવાની કબૂલાત કરી છે. ત્રીજો કેસ કાન્ચાને દેશી પિસ્ટલ અને તમંચો પોલીસે દબોચ્યો જ્યારે એસઓજીની અન્ય ટીમે મોહમંદ સિદ્દીક ઉર્ફે કાન્ચા મન્સુરી (રહે. વટવા)ને દેશી પિસ્ટલ અને તમંચો તથા બે કારતુસ સાથે ઝડપી લીધો હતો. આરોપી અગાઉ એનડીપીએસ સહિતના ગુનામાં ઝડપાયો હોવાનું સામે આવ્યુ છે. ત્રણ વર્ષ પહેલા તે રીક્ષા ડ્રાઇવીંગ કરતો હતો ત્યારે કોઇ પેસેન્જર સામાન ભુલી ગયુ હતુ. તે સામાનમાંથી આ હથિયારો મળ્યા હોવાની કેફિયત આધારે પોલીસે તપાસ હાથ ધરી છે. ચોથો કેસ અન્ય એક આરોપી પાસેથી 7 કિલો ગાંજો અને 25 લાખ રોકડા મળ્યા તો બીજીબાજુ એસઓજીની ટીમે ઇકબાલ ઉર્ફે શાહરૂખ શેખ (રહે. વેજલપુર)ને 3.56 લાખની કિંમતના 7.120 કિગ્રા ગાંજા સાથે ઝડપી લીધો છે. પોલીસે આરોપીના ઘરમાં તપાસ કરતા 25 લાખ રોકડા પણ મળી આવ્યા હતા. આમ, પોલીસે કુલ 28.66 લાખનો મુદ્દામાલ કબ્જે કરીને પૂછપરછ કરતા તે ઓડિશાના અને હાલ નારોલમાં રહેતા રાજુ પાસેથી આ જથ્થો લાવ્યો હોવાની કબૂલાત કરી હતી. આરોપી સામે અગાઉ 9 ગુના નોંધાયા હોવાનું સામે આવ્યુ છે.
    Click here to Read More
    Previous Article
    વૈભવ સૂર્યવંશીને ટીમમાંથી બહાર કર્યો:સંજુને ફરી ટીમમાં સામેલ કર્યો; શ્રેયસે સતત સાતમીવાર ટૉસ જીત્યો, પહેલા બોલિંગ કરશે
    Next Article
    બાલીયાસણની વિવાદિત જમીનમાં ઘૂસી 50 હજારનું નુકસાન કર્યું:મારી નાખવાની ધમકી આપી, 8 સામે ફરિયાદ; હાઈકોર્ટના યથાસ્થિતિ જાળવવાનો હુકમ છતાં ઘટના બની

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment