Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વૈભવ સૂર્યવંશીને ટીમમાંથી બહાર કર્યો:સંજુને ફરી ટીમમાં સામેલ કર્યો; શ્રેયસે સતત સાતમીવાર ટૉસ જીત્યો, પહેલા બોલિંગ કરશે

    1 day ago

    વૈભવ સૂર્યવંશી ટીમમાંથી બહાર થઈ ગયા છે. ઇંગ્લેન્ડ સામેની પાંચમી અને છેલ્લી T20માં તેની જગ્યાએ સંજુ સેમસનને પ્લેઇંગ-11માં તક મળી છે. વૈભવ વર્તમાન સિરીઝની ત્રણ મેચમાં માત્ર 42 રન (14, 13 અને 15) જ બનાવી શક્યો હતો. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 5 મેચની T20 સિરીઝની છેલ્લી મેચ સાઉથેમ્પ્ટનના રોઝ બાઉલ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ઇંગ્લેન્ડના ટ્રાફિક જામમાં ફસાવાના કારણે ભારતીય ટીમ સમયસર મેદાન પર પહોંચી શકી ન હતી, જેના લીધે ટૉસ 45 મિનિટ મોડો થયો. ટૉસ જીતીને ભારતીય કેપ્ટન શ્રેયસ અય્યરે પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે. શ્રેયસે કેપ્ટન બન્યા પછી સતત સાતમીવાર ટૉસ જીત્યો છે. ભારતે પોતાની પ્લેઇંગ-11માં બે ફેરફાર કર્યા છે. વોશિંગ્ટન સુંદર અને વૈભવ સૂર્યવંશીના સ્થાને સૂર્યાંશ શેડગે અને સંજુ સેમસન પરત ફર્યા છે. જ્યારે ઇંગ્લિશ ટીમે એક બદલાવ કર્યો છે. રેહાન અહેમદની જગ્યાએ લિયામ ડૉસન પરત ફર્યો છે. ઇંગ્લેન્ડે સિરીઝમાં 3-0ની અજેય લીડ મેળવી લીધી છે. પહેલી મેચ વરસાદને કારણે રદ થઈ હતી, જ્યારે પછીની ત્રણેય મેચ ઇંગ્લિશ ટીમે જીતી હતી. 8 માર્ચ 2026ના રોજ T20 વર્લ્ડ કપ જીત્યા પછી ભારત એક પણ T20 મેચ જીતી શક્યું નથી. ટીમ સતત 6 મેચથી જીતની રાહ જોઈ રહી છે. જો ભારત આ મુકાબલો હારશે તો પહેલીવાર ત્રણ કે તેથી વધુ મેચની T20 સિરીઝ ગુમાવશે. બીજી તરફ, ઇંગ્લેન્ડ જીત સાથે ભારતને પાછળ છોડીને T20 રેન્કિંગમાં નંબર-1 ટીમ બની જશે. બન્ને ટીમની પ્લેઇંગ-11 ભારત (IND): અભિષેક શર્મા, સંજુ સેમસન, ઈશાન કિશન (વિકેટકીપર), શ્રેયસ અય્યર (કેપ્ટન), તિલક વર્મા, શિવમ દુબે, સૂર્યાંશ શેડગે, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, પ્રિન્સ યાદવ અને પ્રસિદ્ધ ક્રિષ્ના. ઇંગ્લેન્ડ (ENG): ફિલ સોલ્ટ, જોસ બટલર (વિકેટકીપર), હેરી બ્રુક (કેપ્ટન), જેકબ બેથેલ, ટોમ બેન્ટન, સેમ કરન, વિલ જેક્સ, લિયામ ડૉસન, જોફ્રા આર્ચર, આદિલ રશીદ અને જોશ ટંગ
    Click here to Read More
    Previous Article
    India news Live Updates 11 July 2026 | Pune building collapse: Seven bodies recovered after 72 hours, one still missing
    Next Article
    ગોમતીપુરમાંથી બે શખ્સ પાસેથી 16 તલવાર ઝડપાઈ:અન્ય એક આરોપી પાસેથી 7 કિલો ગાંજો અને 25 લાખ રોકડા મળ્યા, રથયાત્રા અગાઉ પોલીસની કાર્યવાહી

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment