Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    એમ.બી. પટેલ કોલેજમાં સાયબર સેફ્ટી કાર્યક્રમ:વિદ્યાર્થીઓને સાયબર ક્રાઈમ અને સુરક્ષા અંગે માર્ગદર્શન અપાયું

    2 days ago

    આણંદની એમ.બી. પટેલ સાયન્સ કોલેજમાં સાયબર ક્લબ દ્વારા FYBScના વિદ્યાર્થીઓ માટે સાયબર સેફ્ટી અને સાયબર ક્રાઈમ અંગે એક ઓરીએન્ટેશન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને સાયબર સુરક્ષા અને ગુનાઓ વિશે જાગૃત કરવાનો હતો. આ કાર્યક્રમ ચરોતર એજ્યુકેશન સોસાયટી, આણંદ સંચાલિત કોલેજમાં શિક્ષણ વિભાગ, ગુજરાત સરકારના કેસીજી કવચ કેન્દ્ર અંતર્ગત યોજાયો હતો. સાયબર ક્લબના કો-ઓર્ડીનેટર ડો. અનિલ પ્રજાપતિએ વિદ્યાર્થીઓને સાયબર સુરક્ષાના વિવિધ પાસાઓ અને સાયબર ક્રાઈમના પ્રકારો વિશે વિસ્તૃત માહિતી આપી હતી. આ ઓરીએન્ટેશન કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સમગ્ર કાર્યક્રમ કોલેજના પ્રિન્સિપાલ ડૉ. જે. ડી. પટેલના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.
    Click here to Read More
    Previous Article
    દેલોચ પ્રાથમિક શાળામાં 9 નવા વર્ગખંડોનું લોકાર્પણ:રૂ. 1.05 કરોડના ખર્ચે નિર્માણ, વિદ્યાર્થીઓને વધુ સુવિધાસભર અને ગુણવત્તાયુક્ત શૈક્ષણિક વાતાવરણ મળશે
    Next Article
    મોસાળમાં ભગવાનના મામેરાના ભવ્ય દર્શન, VIDEO:અમદાવાદમાં દવે પરિવારે 7 વર્ષ બાદ મથુરાના વાઘા અને કિંમતી આભૂષણો અર્પણ કર્યા, ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment