Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોસાળમાં ભગવાનના મામેરાના ભવ્ય દર્શન, VIDEO:અમદાવાદમાં દવે પરિવારે 7 વર્ષ બાદ મથુરાના વાઘા અને કિંમતી આભૂષણો અર્પણ કર્યા, ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું

    2 days ago

    ભગવાન જગન્નાથજીની પવિત્ર રથયાત્રા નિમિત્તે અમદાવાદના સરસપુરની વાસણ શેરીમાં અને રણછોડરાયજી મંદિરમાં આવેલા ભગવાન જગન્નાથના પ્રાચીન જુના મોસાળ તરીકે ઓળખાતા ભલા ભગતની જગ્યા સ્થિત રણછોડજી મંદિરે ઐતિહાસિક મામેરાની પરંપરાનું આજે 11 જુલાઈના ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. માન્યતા મુજબ, આ જ સ્થળેથી વર્ષો પહેલાં ભગવાનને મામેરું અર્પણ કરવાની સાથે સાધુ-સંતો, મહંતો અને ભક્તજનો માટે ભોજન પ્રસાદ તથા વિશ્રામની પરંપરાની શરૂઆત થઈ હતી. મથુરા-વૃંદાવનના કારીગરો દ્વારા તૈયાર કરાયા વિશેષ વાઘા અને પાઘ શુભ દેવશયની અગિયારસના પાવન અવસરે ભગવાન જગન્નાથજીના લાખેણા મામેરાના ભવ્ય દર્શન યોજાયા. આ વર્ષે સાત વર્ષ બાદ દવે પરિવાર દ્વારા ભગવાનનું મામેરું કરવામાં આવી રહ્યું છે, જેને લઈને ભક્તોમાં વિશેષ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભગવાન જગન્નાથજી માટે મથુરા-વૃંદાવનના કારીગરો દ્વારા તૈયાર કરાયેલો વિશેષ મુગટ તેમજ સુંદર કલાત્મક વાઘા અને આભૂષણો અર્પણ કરવામાં આવ્યા. ભગવાનને રજવાડી મોરપીંછવાળી પાઘ પણ અર્પણ કરવામાં આવશે. ભગવાન સુભદ્રાજીને રાણી રંગના વાઘા સાથે પાર્વતી શૃંગાર, નથ, સોના-ચાંદીના આભૂષણો અર્પણ કરાયા. તેમાં ત્રણ સોનાની વીટી, સોનાનો દોરો, ચાંદીની પાયલ, કંદોરો, ઝૂડો અને વીંછિયા સહિતના આભૂષણોનો સમાવેશ થાય છે. બહેન સુભદ્રાજીને સોળ શણગાર અને ભાઈ બલરામજીને હળની ભેટ આ ઉપરાંત ભગવાનને ચાંદીનો તુલસીનો ક્યારો પણ અર્પણ કરવામાં આવ્યો. મથુરા-વૃંદાવનના કારીગરોની કળાથી તૈયાર થયેલા આ વાઘા અને આભૂષણો ભક્તો માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. આ વર્ષે પણ પરંપરાગત વિધિ મુજબ ભગવાન જગન્નાથને મામેરા સ્વરૂપે કિંમતી આભૂષણો, નવા વાઘા, વાંસળી, સુદર્શન ચક્ર, મોર મુકુટ સહિત વિવિધ પવિત્ર ભેટો અર્પણ કરવામાં આવી હતી. ઉપરાંત ભગવાન જગન્નાથની બહેન સુભદ્રાજી માટે સોળ શણગારની તમામ સામગ્રી તેમજ મોટા ભાઈ ભગવાન બલરામજી માટે હળ પણ શ્રદ્ધાભાવપૂર્વક ભેટ સ્વરૂપે સમર્પિત કરવામાં આવ્યું હતું. ટ્રસ્ટી સભ્ય સુધીર બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, ભગવાન જગન્નાથ અને બહેન સુભદ્રાજીના મામેરા વખતે તેમના વાઘા (વસ્ત્રો) અને દાગીનાનું ખૂબ જ વિશેષ મહત્વ હોય છે. આ વર્ષે ભગવાનના વાઘા ખાસ કારીગરો દ્વારા મથુરા-વૃંદાવનમાં તૈયાર કરવામાં આવ્યા છે, જે ભક્તોમાં ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. 'મોસાળમાં ભગવાનનની 15 દિવસ લાડકોડથી સેવા-ચાકરી કરાય છે' મહારાજ રાજુભાઈ શુકલાએ જણાવ્યું હતું કે, જ્યારે આપણે આપણી દીકરીના ઘરે મોસાળું (મામેરું) કરતા હોઈએ ત્યારે પણ એટલો જ આનંદ-ઉલ્લાસ અનુભવતા હોઈએ છીએ, તો આ તો સાક્ષાત જગતના નાથનું મોસાળ છે! એટલે ભગવાનને કોઈ પણ વસ્તુની ઉણપ ન રહે તે માટે શ્રદ્ધાપૂર્વક આ મામેરું અર્પણ કરવામાં આવે છે. ભગવાનને પ્રસન્ન રાખવા માટે અલ્લૌકિક અને વિવિધ પ્રકારના મનોરથો પણ યોજાય છે. ભગવાન જ્યારે 15 દિવસ માટે અહીં મોસાળમાં બિરાજે છે, ત્યારે તેમને કોઈ વાતની કમી ન વર્તાય તે માટે લાડકોડથી તેમની સેવા-ચાકરી કરવામાં આવે છે અને મોસાળ પક્ષ તરફથી આ મામેરું અર્પણ કરાય છે. આજે કર્ણાવતી નગરી અમદાવાદના સરસપુર વિસ્તારમાં આનંદ અને ઉલ્લાસનો કોઈ પાર નથી. જગતનો નાથ જ્યારે પોતે આપણા ભાણેજ બનીને પધારતા હોય, ત્યારે એ આપણા અહોભાગ્ય છે. આ જ કારણે સરસપુરના તમામ ભક્તોના હૃદયમાં એટલો ઉમંગ છે કે, 'અહો! ભગવાન સ્વયં આપણા ભાણેજ બન્યા છે', જેનો અતિશય આનંદ અને ગર્વ છે. સાધુ-સંતોની ઉપસ્થિતિમાં મહાપ્રસાદ અને ભોજન સેવા આ પ્રસંગે મોટી સંખ્યામાં સાધુ-સંતો, મહંતો અને હરિભક્તોની ઉપસ્થિતિમાં ધાર્મિક વિધિઓ સંપન્ન થઈ હતી. ભક્તજનો માટે મહાપ્રસાદ અને ભોજન સેવાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. મંદિર પરિસરમાં ભક્તિમય વાતાવરણ વચ્ચે જય જગન્નાથના ગુંજતા નાદ સાથે મામેરાની આ ઐતિહાસિક પરંપરાને ભવ્યતા અને શ્રદ્ધાપૂર્વક નિભાવવામાં આવી હતી. ધાર્મિક આગેવાનોના જણાવ્યા મુજબ, સરસપુરના પ્રાચીન જુના રણછોડજી મંદિરે ઉજવાતી આ પરંપરા માત્ર ધાર્મિક વિધિ નહીં, પરંતુ અમદાવાદની સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વિરાસતનું જીવંત પ્રતિક છે, જે નવી પેઢીને શહેરના ગૌરવશાળી ધાર્મિક ઇતિહાસ સાથે જોડવાનું કાર્ય કરી રહી છે. આ પણ વાંચો આ વર્ષે રથયાત્રામાં દરેક હાથી પર CCTV-ડેસિબલ મીટર લગાવાશે 16મી જુલાઈએ અમદાવાદમાં નીકળનારી 149મી ભગવાન જગન્નાથજીની રથયાત્રાની તમામ તૈયારીઓને આખરી ઓપ આપવાની શરૂઆત કરી દેવામાં આવી છે. ગયા વર્ષે ખાડિયા વિસ્તારમાંથી રથયાત્રા પસાર થઈ રહી હતી ત્યારે ડીજે અને સિસોટીના અવાજથી એક હાથી ભડકતા ભારે નાસભાગ મચી હતી. મહામહેનતે હાથી કાબૂમાં આવ્યો હતો. આ પ્રકારની ઘટનાનું આ વર્ષે પુનરાવર્તન ન થાય તે માટે તંત્રએ તૈયારીઓ શરૂ કરી છે. રથયાત્રામાં સામેલ થતા તમામ 18 હાથી અને તેની આસપાસની ગતિવિધિ પર નજર રહી શકે તે માટે તમામ પર સીસીટીવી લગાવવાનો નિર્ણય કરાયો છે. આ ઉપરાંત હાથીની આસપાસ થતો ઘોંઘાટ કેટલો છે તે જાણવા માટે ડેસિબલ મીટર પણ લગાવવાનો નિર્ણય કરાયો છે. રથયાત્રા દરમિયાન તમામ 18 હાથીની મુવમેન્ટ પર કંટ્રોલરૂમથી નજર રખાશે. (વાંચો સંપૂર્ણ સમાચાર) અમદાવાદ રથયાત્રામાં પૂરી જેવી ભાગદોડ નહીં જ થાય:ખાસ ઝીગઝેગ ફોર્મ્યુલા રથયાત્રાના દિવસે સવારે ભગવાન જગન્નાથજીના મંદિરમાં મોટી સંખ્યામાં આવતા દર્શનાર્થીઓની ભીડને સ્ટ્રીમલાઇન કરવા માટે બેરિકેડથી લાઇન કરાશે. જેમાં મહિલાઓ અને પુરૂષો માટે 4 અલગ અલગ લાઇન હશે. પહેલાં આ લાઇન સીધી હશે પણ મંદિર નજીક પહોંચતાં જ તે ઝીગઝેગ ટાઇપમાં ફેરવાઇ જશે. જેથી શ્રદ્ધાળુઓ ધીમે ધીમે મંદિર સુધી પહોંચી શકે અને ભગવાનના દર્શન કરી શકે. બહાર જવા માટે પણ અલગ રસ્તો હશે. (વાંચો સંપૂર્ણ સમાચાર)
    Click here to Read More
    Previous Article
    એમ.બી. પટેલ કોલેજમાં સાયબર સેફ્ટી કાર્યક્રમ:વિદ્યાર્થીઓને સાયબર ક્રાઈમ અને સુરક્ષા અંગે માર્ગદર્શન અપાયું
    Next Article
    Honest Uber Driver Returns Delhi Woman's Spectacles Late At Night, Wins Praise: 'He Was So Kind'

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment