Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબીના 9 વિદ્યાર્થીઓને રૂ. 1.05 લાખની સહાય મળી:છત્રપતિ શાહુજી મહારાજ પ્રોત્સાહક ઇનામ યોજના હેઠળ બોર્ડ પરીક્ષામાં જિલ્લા કક્ષાએ પ્રથમ ત્રણ ક્રમ મેળવનાર વિદ્યાર્થીઓને રકમ અપાઈ

    7 hours ago

    માર્ચ 2026ની બોર્ડ પરીક્ષામાં સારો દેખાવ કરનારા મોરબી જિલ્લાના 9 અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને કુલ રૂ. 1.05 લાખની ઇનામ રકમ મળી છે. રકમ DBT દ્વારા સીધી તેમના બેંક ખાતામાં જમા કરાઈ છે.સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ હેઠળના નિયામક, અનુસૂચિત જાતિ કલ્યાણ, ગાંધીનગર દ્વારા ‘છત્રપતિ શાહુજી મહારાજ ખાસ પ્રોત્સાહક ઇનામ’ યોજના ચલાવવામાં આવે છે. અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને બોર્ડ પરીક્ષામાં સારો દેખાવ કરવા પ્રોત્સાહન આપવું તેનો હેતુ છે. ધોરણ 10 અને ધોરણ 12ના સામાન્ય, વિજ્ઞાન, ઉત્તર બુનિયાદી અને વ્યવસાયલક્ષી પ્રવાહમાં જિલ્લા તથા રાજ્ય કક્ષાએ પ્રથમ ત્રણ ક્રમ મેળવનારા વિદ્યાર્થીઓને ઇનામ અપાય છે. જિલ્લા કક્ષાએ પ્રથમ ક્રમ માટે રૂ. 15,000, બીજા ક્રમ માટે રૂ. 11,000 અને ત્રીજા ક્રમ માટે રૂ. 9,000ની સહાય નક્કી કરાઈ છે. મોરબીના નાયબ નિયામક, અનુસૂચિત જાતિ કલ્યાણ દ્વારા 9 વિદ્યાર્થીઓના ખાતામાં આ રકમ જમા કરાઈ છે. જિલ્લા કક્ષાની મેરિટ યાદીમાં ધોરણ 10ના ત્રણ અને ધોરણ 12ના છ વિદ્યાર્થીઓ પસંદ થયા છે. ધોરણ 10માં પ્રાચી પ્રદીપભાઈ પરમારે 97.50 ટકા સાથે પ્રથમ ક્રમ મેળવી રૂ. 15,000નું ઇનામ મેળવ્યું. કંજવી નિકુંજભાઈ ચાવડાએ 97.33 ટકા સાથે બીજો અને તૃષાંગી સંજયભાઈ બંસલે 96.83 ટકા સાથે ત્રીજો ક્રમ મેળવ્યો. ધોરણ 12ના વિજ્ઞાન પ્રવાહમાં ઉદયકુમાર દલસુખભાઈ જાદવ 90.62 ટકા સાથે પ્રથમ, રાધિકા કમલેશભાઈ મુછડીયા 88.62 ટકા સાથે બીજા અને ભવિષ્ય ઉદયભાઈ મહાલિયા 88.00 ટકા સાથે ત્રીજા ક્રમે રહ્યા. ધોરણ 12ના સામાન્ય પ્રવાહમાં પ્રિયા ડુંગરભાઈ પરમાર 94.43 ટકા સાથે પ્રથમ, પરમાર ધ્રુવી વસંતભાઈ 92.00 ટકા સાથે બીજા અને સિદ્ધિબેન મગનભાઈ પારધી 91.71 ટકા સાથે ત્રીજા ક્રમે રહ્યા.માર્ચ-એપ્રિલ માસની વાર્ષિક બોર્ડ પરીક્ષામાં ઓછામાં ઓછા ૬૦કે તેથી વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓને જ આ યોજનાનો લાભ મળે છે. ઓનલાઈન અરજી અને પારદર્શક પદ્ધતિ દ્વારા આ સહાય આપવામાં આવે છે. આ આર્થિક પ્રોત્સાહન મળવાથી વિદ્યાર્થીઓમાં ઉત્સાહ અને આત્મવિશ્વાસનું સંચાર થાય છે.
    Click here to Read More
    Previous Article
    મોટેરાના વેપારી સાથે ભાગીદારે જ કર્યો વિશ્વાસઘાત:‘યુનાઇટેડ-18 ક્લોથીંગ’ના ગોડાઉનમાં આગ લાગ્યા બાદ ₹8.01 કરોડ જમા થતાં જ ભાગીદારની દાનત બગડી
    Next Article
    દાતાર પર્વત પર ચિથરીયા પીર પાસે ભાવિકનું હાર્ટ એટેકથી મોત:ગિરનાર પરિક્રમાના માહોલ વચ્ચે દુખદ ઘટના; મૃતદેહ નીચે લાવવા સેવકો-વન વિભાગ અને પોલીસની જહેમત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment