Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોટેરાના વેપારી સાથે ભાગીદારે જ કર્યો વિશ્વાસઘાત:‘યુનાઇટેડ-18 ક્લોથીંગ’ના ગોડાઉનમાં આગ લાગ્યા બાદ ₹8.01 કરોડ જમા થતાં જ ભાગીદારની દાનત બગડી

    7 hours ago

    અમદાવાદના મોટેરા વિસ્તારમાં રહેતા ‘યુનાઇટેડ-18 ક્લોથીંગ’ કંપનીના વેપારી વિશાલ રસીકભાઈ શાહ સાથે તેમના જ ભાગીદાર સાગર રાકેશભાઈ શાહે ₹5.60 કરોડની મોટી છેતરપિંડી આચરી હોવાનો બનાવ સામે આવ્યો છે. ગોડાઉનમાં આગ લાગ્યા બાદ નેશનલ ઇન્સ્યોરન્સ કંપની તરફથી મંજૂર થયેલી ₹8.01 કરોડથી વધુની વીમાની રકમ બેંક ખાતામાં જમા થતાં જ ભાગીદારે પોતાના મોબાઇલ પર આવતા OTP અને ઓનલાઇન બેંકિંગનો દુરુપયોગ કરી વેપારીની જાણ બહાર ₹5.60 કરોડ પોતાના તથા કાકા સહિતના ખાતાઓમાં ટ્રાન્સફર કરી લીધા હતા. આ ઉપરાંત પીપળજ સ્થિત ગોડાઉનમાંથી ₹2.94 કરોડનો માલ બારોબાર વેચી નાખી, નોટરીની ઓફિસે લઈ જઈ દબાણપૂર્વક કેન્સલેશન ડીડ પર સહીઓ કરાવી લીધી હતી. આ મામલે વેપારીએ ભાગીદાર સાગર શાહ અને તેના કાકા જીતેશકુમાર શાહ સામે આર્થિક ગુના નિવારણ શાખા (EOW)માં ફરિયાદ નોંધાવી છે. આગના ક્લેઇમના પૈસા જમા થતાં જ બલ્ક એક્સેલ શીટ બનાવી નાણાં સેરવ્યા ફરિયાદની વિગતો અનુસાર, મોટેરામાં રહેતા વિશાલ શાહે વર્ષ 2017માં સાગર શાહ સાથે 50-50 ટકાની ભાગીદારીમાં રેડીમેઇડ કપડાંનો હોલસેલ વેપાર શરૂ કર્યો હતો અને દેશભરમાં આશરે 250 જેટલી ફ્રેન્ચાઇઝી આપી હતી. કંપનીમાં વિશાલ શાહે ₹19.72 કરોડ અને સાગર શાહે ₹3.41 કરોડનું રોકાણ કર્યું હતું. કંપનીના ICICI અને બેંક ઓફ બરોડાના ખાતામાં સાગર શાહનો મોબાઇલ નંબર રજીસ્ટર હોવાથી તમામ ઓનલાઇન વ્યવહારોના OTP તેના મોબાઇલ પર આવતા હતા. વર્ષ 2024માં દિવાળી પૂર્વે 1 ઓક્ટોબર, 2024ના રોજ ગોડાઉનમાં આગ લાગતા ₹16 કરોડનો માલ અને બિલ્ડીંગ ખાખ થઈ ગયા હતા. નેશનલ ઇન્સ્યોરન્સ કંપનીએ વીમા ક્લેઇમ મંજૂર કરી ₹8.01 કરોડ ખાતામાં જમા કરાવતા જ સાગર શાહે બલ્ક એક્સેલ શીટ બનાવી OTP મારફતે પોતાના ખાતા ઉપરાંત ‘ધનજી ઇન્ડસ્ટ્રીયલ સોલ્યુશન’, કાકા જીતેશકુમાર કનૈયાલાલ શાહ અને ‘રાકેશ પ્રોવિઝન સ્ટોર્સ’ના ખાતામાં ₹5.60 કરોડ ટ્રાન્સફર કરી દીધા હતા. ત્રાગડની નોટરી ઓફિસે લઈ જઈ દબાણપૂર્વક કેન્સલેશન ડીડ પર સહીઓ કરાવી લીધી ખાતામાંથી પૈસા ટ્રાન્સફર થયાની જાણ થતાં વિશાલ શાહે ઇ-મેઇલ કરી ખાતું બ્લોક કરાવ્યું હતું. ત્યારબાદ સપ્ટેમ્બર ૨૦૨૫માં સાગર શાહ, તેમના પિતા રાકેશ શાહ, સાળા અને અન્ય માણસોએ વિશાલની ઓફિસે આવી ભાગીદારીમાંથી છૂટા થવા દબાણ કર્યું હતું. તા. 10 સપ્ટેમ્બર, 2025ના રોજ તેઓ વિશાલભાઈને ત્રાગડ ખાતે આવેલી નોટરીની ઓફિસે લઈ ગયા હતા, જ્યાં ઓફિસના કર્મચારી મહેન્દ્રસિંગ રાજપુતને 5 ટકાના ભાગીદાર બનાવી સાગરનું નામ પેઢીમાંથી કઢાવી કેન્સલેશન ડીડ પર સહીઓ કરાવી લીધી હતી અને અસલ ડીડ લઈ ગયા હતા. પીપળજ ગોડાઉનમાંથી ₹2.94 કરોડનો માલ બારોબાર વેચ્યો સાગરે કોઈ હિસાબ ન આપતા વિશાલ શાહે ફ્રેન્ચાઇઝીધારકોને ₹2.13 કરોડ અને વેપારીઓને ₹2.67 કરોડ મળી પોતાના આશરે ₹3 કરોડ ચૂકવવા પડ્યા હતા. કંપનીના ઓડિટમાં ચોંકાવનારી વિગતો સામે આવી હતી કે સાગર શાહે પીપળજ ખાતેના ગોડાઉનમાં રાખેલા ₹4.74 કરોડના માલમાંથી ₹2.94 કરોડનો માલસામાન બારોબાર વેચી માર્યો હતો. આ ઉપરાંત, સાગરે રાખેલા એકાઉન્ટન્ટ મિહિર ભટ્ટના ખાતામાં વર્ષ 2020થી 2025 દરમિયાન ₹91.38 લાખ અને મામાના દીકરા દિવ્યાન શાહના ખાતામાં ₹29 લાખ તથા ₹1.17 કરોડ ટ્રાન્સફર કરાયા હોવાની પણ તપાસ ચાલી રહી છે.
    Click here to Read More
    Previous Article
    સાયબર ગઠિયાઓનો તરખાટ:ગેસ બિલની APK ફાઈલ, ફોન હેકિંગ અને ક્રેડિટ કાર્ડ મારફતે વેપારી-બેંક મેનેજર સહિત 3 લોકોએ 6.73 લાખ ગુમાવ્યા
    Next Article
    મોરબીના 9 વિદ્યાર્થીઓને રૂ. 1.05 લાખની સહાય મળી:છત્રપતિ શાહુજી મહારાજ પ્રોત્સાહક ઇનામ યોજના હેઠળ બોર્ડ પરીક્ષામાં જિલ્લા કક્ષાએ પ્રથમ ત્રણ ક્રમ મેળવનાર વિદ્યાર્થીઓને રકમ અપાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment