Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાયબર ગઠિયાઓનો તરખાટ:ગેસ બિલની APK ફાઈલ, ફોન હેકિંગ અને ક્રેડિટ કાર્ડ મારફતે વેપારી-બેંક મેનેજર સહિત 3 લોકોએ 6.73 લાખ ગુમાવ્યા

    6 hours ago

    શહેરના અલગ-અલગ વિસ્તારોમાં સાયબર ગઠિયાઓએ નવી-નવી મોડસ ઓપરેન્ડી અપનાવીને વધુ 3 નાગરિકોને નિશાન બનાવ્યા છે. સિટીલાઈટમાં ગેસ બિલ ભરવાના બહાને APK ફાઈલ મોકલી 5.38 લાખ, સલાબતપુરામાં વેપારીનો ફોન હેક કરી ₹88 હજાર અને વ્રજચોકમાં બેંક મેનેજરના ક્રેડિટ કાર્ડમાંથી 47 હજાર મળી કુલ 6.73 લાખથી વધુની ઓનલાઈન છેતરપિંડી આચરવામાં આવી છે. આ 3 ઘટનાઓ અંગે 20 નવેમ્બરના રોજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ગેસ કનેક્શન કાપવાની ધમકી આપી APK ફાઈલથી 5.38 લાખ ઉઠાવ્યા પ્રથમ બનાવ સિટીલાઈટ વિસ્તારમાં આવેલા માઈલસ્ટોન પેલેસિયોમાં રહેતા રોહન દેવેશભાઈ મહેતા સાથે બન્યો હતો. ગત 3 ઓગસ્ટ, 2026ના રોજ તેમના પિતા દેવેશભાઈના મોબાઈલ પર અજાણ્યા નંબર પરથી ગુજરાત ગેસનું બિલ બાકી હોવાનો મેસેજ આવ્યો હતો. જો બિલ નહીં ભરાય તો ગેસ કનેક્શન કાપી નાખવાની ધમકી આપી અશોક પટેલ નામના કથિત અધિકારીનો સંપર્ક કરવા જણાવાયું હતું. સંપર્ક કરતા ઠગે 'GUJRAT GAS BILL UPDATE.apk' નામની ફાઈલ મોકલી હતી. પિતાએ આ ફાઈલ રોહનને ફોરવર્ડ કરતા અને રોહને તે ખોલતા જ ગઠિયાઓએ મોબાઈલનો કંટ્રોલ મેળવી કોલ ફોરવર્ડિંગ ચાલુ કરી દીધું હતું. ત્યારબાદ તેમના બેંક ખાતામાંથી 3,56,507 અને 2 ક્રેડિટ કાર્ડમાંથી 1,82,376 મળી કુલ 5,38,883ની માતબર રકમ ઉપાડી લઈ છેતરપિંડી આચરી હતી. સલાબતપુરાના વેપારીનો મોબાઈલ હેક કરી UPIથી 88 હજાર ટ્રાન્સફર કર્યા બીજા બનાવમાં સલાબતપુરાના તાડવાલી શેરી ખાતે અલી લશ્કર બાબાની દરગાહ પાસે રહેતા 54 વર્ષીય વેપારી અનિલકુમાર વિનોદચંદ્ર જરીવાલા સાયબર ઠગાઈનો ભોગ બન્યા છે. ગત 24 જુલાઈ, 2026ના રોજ સાંજે આશરે 4 વાગ્યાના અરસામાં કોઈ અજાણ્યા શખ્સે તેમનો મોબાઈલ ફોન હેક કરી અથવા અન્ય કોઈ ટેકનિકલ રીતે તેમના બેંક ખાતાનો એક્સેસ મેળવી લીધો હતો. વેપારીની જાણ બહાર ગઠિયાઓએ UPI વ્યવહારો મારફતે બારોબાર ₹88,000 ટ્રાન્સફર કરી લીધા હતા. પોતાના ખાતામાંથી નાણાં કપાયા હોવાનું ધ્યાને આવતા વેપારીએ 20 નવેમ્બરના રોજ પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવી હતી. ખુદ બેંક મેનેજર જ બન્યા શિકાર ત્રીજા ચોંકાવનારા બનાવમાં ખુદ 1 બેંક મેનેજર સાયબર ગઠિયાઓના નિશાન બન્યા છે. વ્રજચોક વિસ્તારની વ્રજરાજ રેસિડેન્સીમાં રહેતા અને બેંક મેનેજર તરીકે ફરજ બજાવતા 45 વર્ષીય હિતેશકુમાર ઓધવજીભાઈ ઢોલીયા સાથે આ ઠગાઈ થઈ હતી. ગત 10 ઓક્ટોબર, 2026ના રોજ રાત્રે આશરે 12:40 વાગ્યે તેઓ ઘરે હતા અને તેમનો મોબાઈલ ફોન પણ તેમની પાસે જ હતો, તેમ છતાં તેમના ICICI બેંકના ક્રેડિટ કાર્ડમાંથી ટુકડે-ટુકડે કુલ 47,080ના અલગ-અલગ વ્યવહારો થઈ ગયા હતા. મેસેજ મળતા જ તેમણે તુરંત સાયબર ક્રાઈમ હેલ્પલાઈન નંબર 1930 પર ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી આ 3 અલગ-અલગ બનાવોમાં ભોગ બનનાર ફરિયાદીઓએ 20 નવેમ્બરના રોજ સત્તાવાર રીતે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા સાયબર ગઠિયાઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. અજાણી લિંક કે APK ફાઈલ ડાઉનલોડ ન કરવા તેમજ કોઈપણ શંકાસ્પદ વ્યવહાર જણાય તો તુરંત 1930 હેલ્પલાઈન પર સંપર્ક કરવા નાગરિકોને અપીલ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    સેમોદ્રાથી ભક્તો માતાજીનો રથ લઈને અંબાજી પગપાળા રવાના થયા:ડીજે પર માતાજીનાં ભજનો અને જયઘોષ સાથે ભક્તો નાચતા-ગાતા આગળ વધ્યા
    Next Article
    મોટેરાના વેપારી સાથે ભાગીદારે જ કર્યો વિશ્વાસઘાત:‘યુનાઇટેડ-18 ક્લોથીંગ’ના ગોડાઉનમાં આગ લાગ્યા બાદ ₹8.01 કરોડ જમા થતાં જ ભાગીદારની દાનત બગડી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment