Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વન મંત્રી અર્જુન મોઢવાડિયાએ પોરબંદરમાં મુલાકાત લીધી:અમૃત આહાર મોલમાં પ્રાકૃતિક ઉત્પાદનોનું નિરીક્ષણ કર્યું

    15 hours ago

    વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડીયાએ પોરબંદર તાલુકા પંચાયત કમ્પાઉન્ડ ખાતે આવેલા અમૃત આહાર મોલની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે પ્રાકૃતિક અને આરોગ્યવર્ધક ઉત્પાદનોનું નિરીક્ષણ કર્યું હતું. મંત્રી મોઢવાડીયાએ વિવિધ પ્રાકૃતિક ઉત્પાદનોની ખરીદી પણ કરી હતી. તેમણે પ્રાકૃતિક કૃષિ અને સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપવાનો સંદેશ આપ્યો હતો, જે સ્વસ્થ જીવનશૈલી માટે મહત્વપૂર્ણ છે. અર્જુનભાઈ મોઢવાડીયાએ જણાવ્યું હતું કે, સ્વસ્થ જીવનશૈલી માટે રાસાયણમુક્ત અને પ્રાકૃતિક ઉત્પાદનોનો ઉપયોગ અનિવાર્ય છે. આવા ઉત્પાદનો માત્ર આરોગ્ય જ નહીં, પરંતુ પર્યાવરણના સંરક્ષણ અને સ્થાનિક ઉત્પાદકોને પણ પ્રોત્સાહન પૂરું પાડે છે. તેમણે અમૃત આહાર મોલમાં ઉપલબ્ધ ઉત્પાદનોની ગુણવત્તાની પ્રશંસા કરી હતી. મંત્રીએ નાગરિકોને સ્થાનિક પ્રાકૃતિક ઉત્પાદનોનો વધુમાં વધુ ઉપયોગ કરવા માટે અપીલ કરી હતી. આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ પ્રતાપભાઈ કેશવાલા, તાલુકા વિકાસ અધિકારી મુસાભાઈ, રામદેભાઈ ઓડેદરા સહિતના અધિકારીઓ અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    ક્રિકેટના મેદાનમાં મારામારી, VIDEO:કારચાલકે સર્પાકાર કાર દોડાવી ભયનો માહોલ સર્જયો, સગીર સહિત પાંચ ઝડપાયા
    Next Article
    ગેરકાયદે સિંહદર્શન કરનાર મૃતક સહિત ત્રણ સામે ગુનો દાખલ:વાઈલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ હેઠળ બે આરોપીની ધરપકડ; સિંહદર્શન કેસમાં ઇતિહાસમાં પ્રથમવાર 'રિકન્સ્ટ્રક્શન પંચનામું'

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment