Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગેરકાયદે સિંહદર્શન કરનાર મૃતક સહિત ત્રણ સામે ગુનો દાખલ:વાઈલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ હેઠળ બે આરોપીની ધરપકડ; સિંહદર્શન કેસમાં ઇતિહાસમાં પ્રથમવાર 'રિકન્સ્ટ્રક્શન પંચનામું'

    20 hours ago

    અમરેલી જિલ્લાના લીલીયા રેન્જ હેઠળ આવતા અંટાળિયા વિસ્તારમાં બે દિવસ પહેલા સિંહના મેટિંગ દરમિયાન ગેરકાયદેસર રીતે સિંહ દર્શન કરી વન્યજીવને પરેશાન કરવા જતાં સિંહના હુમલામાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. આ ગંભીર ઘટના પગલે રાજ્ય સરકારના કડક આદેશ બાદ, લિલિયા વન વિભાગે ત્વરિત કાર્યવાહી હાથ ધરી વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ હેઠળ ગુનો નોંધી બે આરોપીઓની ધરપકડ કરી લીધી છે. પકડાયેલા શખ્સોએ ગુનાના પુરાવાનો નાશ કરવા મોબાઈલ ડેટા ડિલીટ કરી નાખ્યો હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે. સિંહ દર્શનની ઘાતક મિજબાની ભારે પડી લીલીયા આરએફઓ વત્સલ પંડ્યાના જણાવ્યા અનુસાર, અંટાળિયા વિસ્તારમાં કુલ ત્રણ વ્યક્તિઓ દ્વારા સિંહની પજવણી કરવામાં આવી રહી હતી, જે દરમિયાન સિંહે હુમલો કરતા એકનું મોત થયું હતું. વન વિભાગે આ મામલે મૃતક અહેમદ રફીકભાઈ મુંજાવર ઉર્ફે સોહિલ મેમણ સહિત તેના અન્ય બે સાથીદારો રેહાનખાન પઠાણ (રહે. કસબા વિસ્તાર, અમરેલી) અને યશરાજસિંહ વાજા (રહે. સાવરકુંડલા) સામે વન્યજીવ સંરક્ષણ અધિનિયમ, 1972 ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે. મોબાઈલમાંથી પુરાવાનો નાશ કરવાનો કરાયો પ્રયાસ વન વિભાગની પ્રાથમિક પૂછપરછમાં પકડાયેલા બંને આરોપીઓએ કબૂલાત કરી છે કે તેઓ માત્ર સિંહ જોવા અને તેને પરેશાન કરવાના ઈરાદે જ ત્યાં ગયા હતા. જોકે, ઘટનાની ગંભીરતા છુપાવવા માટે આરોપીઓએ પોતાના મોબાઈલનો તમામ ડેટા નાશ કરી દીધો હતો. આ કેસમાં અન્ય લોકોની સંડોવણી હોવાની પણ આશંકા છે, જેથી ડિલીટ થયેલો ડેટા રીકવર કરવા માટે વન વિભાગ દ્વારા બંને આરોપીઓના મોબાઈલ ફોન FSL માં મોકલવાની તજવીજ હાથ ધરાઈ છે. ગુજરાતના ઇતિહાસમાં પ્રથમવાર: સિંહ દર્શન કેસમાં વન વિભાગે કર્યું 'રિકન્સ્ટ્રક્શન પંચનામું' અમરેલી જિલ્લાના લીલીયા રેન્જ હેઠળ આવતા અંટાળીયા ગામ નજીક ગેરકાયદેસર સિંહ દર્શન દરમિયાન સિંહના હુમલાથી થયેલા માનવ મૃત્યુના મામલે વન વિભાગે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. આ ચકચારી કેસમાં બે આરોપીઓની ધરપકડ કર્યા બાદ, ગુજરાતના વન વિભાગના ઇતિહાસમાં સંભવતઃ પ્રથમ વખત સિંહ દર્શનના ગુનામાં 'ક્રાઇમ સીન રિકન્સ્ટ્રક્શન પંચનામું' કરવામાં આવ્યું છે. લીલીયા રેન્જ વન વિભાગની ટીમ બંને આરોપીઓને સાથે રાખીને ઘટનાસ્થળ 'લુવારીયા પાળા' નજીક પહોંચી હતી અને સમગ્ર ઘટનાનું ક્રમિક પુનરાવર્તન (રિકન્સ્ટ્રક્શન) કરાવીને ઝીણવટભરી કાયદાકીય વિગતો નોંધી હતી. પકડાયેલા આરોપીઓ સામે કોર્ટમાં મજબૂત કેસ બને અને તેમને કડકમાં કડક સજા થાય તે માટે વન વિભાગ આ રિકન્સ્ટ્રક્શન પંચનામા સહિતના તમામ મજબૂત વૈજ્ઞાનિક અને પ્રત્યક્ષ પુરાવાઓ નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરનાર છે. ગુનેગારોને 3 થી 7 વર્ષની જેલની સજાની જોગવાઈ આ સિંહ શો અને પજવણીની ઘટનામાં દાખલો બેસાડવા વન વિભાગે વન્યજીવ સંરક્ષણ અધિનિયમ, 1972 ની કલમ 2(15), 2(16), 9, 50 અને 51 હેઠળ કડક કાયદાકીય કદમ ઉઠાવ્યા છે. આ કલમો હેઠળ ગુનો સાબિત થવા પર આરોપીઓને 3 થી 7 વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે. લીલીયા વન વિભાગે બંને આરોપીઓની અટકાયત કરી લીધી છે અને કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. FSL ના રિપોર્ટના આધારે આ રેકેટમાં સામેલ અન્ય શખ્સો સામે પણ સકંજો કસવામાં આવશે. આ પણ વાંચો સિંહ-સિંહણને મેટિંગમાં પજવણી કરતા યુવક ભોગ બન્યો:ગેરકાયદેસર સિંહદર્શન બાદ મોબાઈલ ડેટા ફોર્મેટ મારતા શંકા ઘેરી બની, 2 શંકાસ્પદની પૂછપરછ, એક સિંહ પાંજરે પૂરાયો અમરેલી જિલ્લાના લીલીયા તાલુકામાંથી 8 જુલાઈએ એક હૃદય કંપાવનારી ઘટના સામે આવી હતી. અંટાળીયા રેવન્યુ વિસ્તાર અને લુવારિયા રિઝર્વ ફોરેસ્ટની બોર્ડર નજીક ગેરકાયદેસર સિંહદર્શન કરવા ગયેલા યુવકો પર સિંહે હુમલો કર્યો હતો. આ વન્યપ્રાણી અને માનવ સંઘર્ષની ઘટનામાં 21 વર્ષના સોહિલ મેમણ નામના યુવકનું કરુણ મોત નીપજ્યું હતું. આ ઘટનાને પગલે શેત્રુંજી ડિવિઝનના DCF ચિરાગ અમીન સહિતનો વન વિભાગનો કાફલો લીલીયા રેન્જ ઓફિસ ખાતે દોડી ગયો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. (સંપૂર્ણ અહેવાલ વાંચવા અહીં ક્લિક કરો) ---------- આ પણ વાંચો અમરેલીમાં સિંહોના જીવલેણ હુમલામાં 21 વર્ષીય યુવકનું મોત:અંટાળીયા ગામ નજીક સિંહ-સિંહણે ખેંચી જઈ ફાડી ખાધો, વન વિભાગે ભારે જહેમત બાદ મૃતદેહ છોડાવ્યો 8 જુલાઈએ અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના અંટાળીયા ગામ નજીક રેવન્યુ અને રિઝર્વ ફોરેસ્ટની બોર્ડર વિસ્તારમાં સિંહના હુમલામાં 21 વર્ષીય સોહીલ મેમણ નામના યુવકનું કરુણ મોત થયું હતું. પ્રાથમિક માહિતી મુજબ સિંહ-સિંહણના મેટિંગ પિરિયડ દરમિયાન કેટલાક યુવકો સિંહ દર્શન કરવા માટે જંગલની નજીક પહોંચી ગયા હતા. આ દરમિયાન સિંહોએ અચાનક હુમલો કરતા સોહીલ મેમણને ઢસડીને દૂર સુધી ખેંચી લઈ જઈ મોતને ઘાટ ઉતાર્યો હતો.(સંપૂર્ણ અહેવાલ વાંચવા અહીં ક્લિક કરો)
    Click here to Read More
    Previous Article
    વન મંત્રી અર્જુન મોઢવાડિયાએ પોરબંદરમાં મુલાકાત લીધી:અમૃત આહાર મોલમાં પ્રાકૃતિક ઉત્પાદનોનું નિરીક્ષણ કર્યું
    Next Article
    તાપી કલેક્ટરે વાલોડ આંગણવાડીઓની મુલાકાત લીધી:દૂધ સંજીવની અને પોષણ સુધા યોજનાની ચકાસણી કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment