Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઉંડેરા વિસ્તારમાં ગટર મિશ્રિત પાણી આવતા લોકો પરેશાન:રસ્તાઓ ઉપર પણ ગટરના પાણી ઉભરાતા ઉગ્ર આંદોલનની ચીમકી, રોગચાળો ફાટે તેવો ભય

    1 day ago

    વડોદરા મહાનગર પાલિકાના વોર્ડ નં. 8 હેઠળ આવતા વૃંદાવન ચોકડીથી લઈને યુનિયન બેંક સુધીના સમગ્ર વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ગટર ઉભરાવાની ગંભીર સમસ્યા સર્જાઈ છે. આ વિસ્તારની અનેક સોસાયટીઓમાં ગટરના ગંદા પાણી રસ્તાઓ પર ફરી વળ્યા છે, જેના કારણે સ્થાનિક રહેવાસીઓને પોતાના ઘરની બહાર નીકળવામાં પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સોસાયટીના મુખ્ય માર્ગો અને આંતરિક રસ્તાઓ પર ગંદા પાણી ભરાઈ રહેવાને કારણે સમગ્ર વિસ્તાર નરકાગારમાં ફેરવાઈ ગયો હોય તેવી સ્થિતિ નિર્માણ પામી છે. સ્થાનિક લોકો લાંબા સમયથી આ નરક જેવી સ્થિતિમાં જીવવા માટે મજબૂર બન્યા છે અને તંત્ર સામે તેમનો આક્રોશ સતત વધી રહ્યો છે. પીવાના પાણીમાં પણ ગટરનું પાણી ભળતું હોવાના આક્ષેપ આ ગંભીર સમસ્યાની સીધી અસર લોકોના સ્વાસ્થ્ય પર પડી રહી છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, ગટર લાઈનમાં સર્જાયેલી ખામી અથવા લિકેજના કારણે પીવાનું પાણી પણ દૂષિત અને ગંદુ આવી રહ્યું છે. પીવાના પાણીમાં ગટરનું પાણી ભળવાના કારણે વિસ્તારના લોકોમાં ગંભીર બીમારીઓ ફેલાવાનો ભય સતાવી રહ્યો છે. ખાસ કરીને નાના બાળકો, વૃદ્ધો અને મહિલાઓ માટે આ દૂષિત પાણી અને ગંદકી ભારે જોખમી સાબિત થઈ રહ્યા છે. વિસ્તારમાં સતત ફેલાતી અસહ્ય દુર્ગંધ અને મચ્છરોના અસાધારણ ઉપદ્રવને કારણે મલેરિયા, ડેન્ગ્યુ અને ડાયેરિયા જેવા રોગચાળા ફેલાવાની પૂરેપૂરી ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે, છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવતા નથી. અનેકવિધ રજૂઆત પરંતુ પરિણામ શૂન્ય વિસ્તારના જાગૃત રહેવાસીઓએ આ મામલે વડોદરા મહાનગર પાલિકાની કચેરી ખાતે અનેક વખત લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરી છે. તંત્રના દ્વાર ખટખટાવવા છતાં પણ આજ દિન સુધી આ સમસ્યાનો કોઈ કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી, જેના કારણે લોકોમાં પાલિકાની કામગીરી સામે ભારે નારાજગી જોવા મળી રહી છે. 'સમસ્યા સાંભળવા કે તેની મુલાકાત લેવા માટે પણ ડોકાતું નથી' સ્થાનિક લોકોએ લોકશાહી વ્યવસ્થા પર સવાલ ઉઠાવતા આક્ષેપ કર્યો છે કે, જ્યારે પણ ચૂંટણી આવે છે ત્યારે મત માંગવા માટે તમામ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ અને ચૂંટાયેલા સભ્યો સોસાયટીઓમાં આંટાફેરા મારે છે અને મોટા-મોટા વાયદાઓ કરે છે. પરંતુ ચૂંટણી પૂર્ણ થયા બાદ જ્યારે જનતા ખરેખર મુશ્કેલીમાં મુકાય છે, ત્યારે આ જનપ્રતિનિધિઓમાંથી કોઈ પણ વ્યક્તિ લોકોની સમસ્યા સાંભળવા કે તેની મુલાકાત લેવા માટે પણ ડોકાતું નથી. સમસ્યાનો ઉકેલ નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી હાલમાં આ વિસ્તારની સ્થિતિ દિનપ્રતિદિન વધુ વણસી રહી હોવાથી, વૃંદાવન ચોકડીથી યુનિયન બેંક સુધીની સોસાયટીઓના તમામ રહીશોએ એકસૂરે વડોદરા મહાનગર પાલિકાના જવાબદાર ઉચ્ચ અધિકારીઓ અને સ્થાનિક જનપ્રતિનિધિઓ સમક્ષ ઉગ્ર માંગણી કરી છે. સ્થાનિકોનું કહેવું છે કે અધિકારીઓ અને નેતાઓ માત્ર એસી ઓફિસોમાં બેસી રહેવાના બદલે તાત્કાલિક ધોરણે સ્થળ પર આવીને વાસ્તવિક પરિસ્થિતિનું જાત-નિરીક્ષણ કરે. વહેલી તકે ગટર લાઈનનું સમારકામ કરવામાં આવે અને પીવાના શુદ્ધ પાણીની વ્યવસ્થા સુનિશ્ચિત કરીને આ જોખમી સમસ્યાનો કાયમી અને કડક ઉકેલ લાવવામાં આવે, અન્યથા આગામી દિવસોમાં સ્થાનિકો દ્વારા પાલિકા વિરુદ્ધ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    મોદીએ કહ્યું- ન્યુઝીલેન્ડ પાસેથી ઘણું શીખ્યા:PMએ કહ્યું- આ દેશે મહિલાઓને સૌપ્રથમ મતદાનનો અધિકાર આપ્યો, આ યાત્રાના સાચા નાવિક ન્યુઝીલેન્ડમાં રહેતા ભારતીયો
    Next Article
    શહેરના હાદાનગર વિસ્તારમાં મારામારી:ઘર પાસે ઉભા રહેવા બાબતે યુવક અને તેના ભાઈ પર 4 શખસોનો હુમલો, જાનથી મારી નાખવાની ધમકી આપતા ફરિયાદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment