Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મકાન વેચવાની બાબતે મોટા ભાઈએ ભાઈનો જીવ લીધો:સગા ભાઈએ ઈંટ મારતા લાંબી સારવાર બાદ મોત, પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

    1 day ago

    વડોદરાના સમા વિસ્તારમાં આવેલા ચામુંડાનગર પાસે આવેલ સુરજનગરમાં એક હૃદયદ્રાવક અને ચકચારી ઘટના સામે આવી છે, જ્યાં મકાન વેચવા બાબતે ચાલી રહેલા કૌટુંબિક ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. સગા મોટા ભાઈએ પોતાના જ ભાઈ પર ઈંટ વડે જીવલેણ હુમલો કરી દીધો હોવાની ફરિયાદ પોલીસ મથકે નોંધાઈ હતી. આ ઘટનામાં ઇજાગ્રસ્ત ભાઈનું સયાજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ મામલે સમા પોલીસે વધારે તપાસ હાથ ધરી છે. મકાન વેચવાની બાબતે ઝઘડો ને મારામારી પોલીસ ફરિયાદ અનુસાર, ફરિયાદી ગૌરાંગ ગોવિંદભાઈ વસાવા (ઉં.વ. 30, રહે. સુરજનગર સોસાયટી, સમા) છૂટક મજૂરી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. ગત તારીખ 29 જૂન, 2026ના રોજ રાત્રે સાડા આઠ વાગ્યાની આસપાસ, ગૌરાંગ અને તેના મોટા બાપાનો દીકરો વિપુલ વસાવા સોસાયટીની બહાર આવેલા રામદેવ પ્રોવિઝન સ્ટોર પાસે ઉભા હતા. તે સમયે ફરિયાદીના પિતા ગોવિંદભાઈ છત્રસિંહ વસાવા પોતાની રીક્ષા લઈને ત્યાં આવ્યા હતા. ભાઈએ ઈંટનો ટુકડો ઉપાડીને ભાઈના માથાના ભાગે ફટકારી દીધો ત્યાં હાજર ગોવિંદભાઈ અને તેમના મોટા ભાઈ શંકરભાઈ વસાવા વચ્ચે અગાઉથી ચાલતા મકાન વેચવાના ઝઘડા બાબતે વાતચીત શરૂ થઈ હતી. જોતજોતામાં આ વાતચીતે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું અને બંને ભાઈઓ વચ્ચે જોરજોરથી બોલાચાલી અને ઝપાઝપી શરૂ થઈ ગઈ હતી. ઝઘડો વધુ ન વણસે તે માટે ગૌરાંગ વસાવા વચ્ચે છોડાવવા માટે પડ્યો હતો. તે દરમિયાન ઉશ્કેરાઈ ગયેલા મોટાભાઈ શંકરભાઈ વસાવાએ બાજુમાંથી ઈંટનો ટુકડો ઉપાડીને ગોવિંદભાઈના માથાના ભાગે ફટકારી દીધો હતો. પાર્ક કરેલી ગાડીના બોનેટ પર પછડાઈને નીચે પડી ગયા ગૌરાંગ જ્યારે પોતાના પિતાને બચાવવા વચ્ચે પડ્યો અને મોટાભાઈને બાથ ભરીને પકડવા ગયો, ત્યારે શંકરભાઈના હાથમાં રહેલી ઈંટનો ટુકડો ગૌરાંગના નાક અને કપાળના ભાગે પણ વાગ્યો હતો, જેના કારણે તેને પણ ઈજાઓ થઈ હતી. આ સાથે જ ત્યાં હાજર વિપુલે ધક્કો મારતા ગોવિંદભાઈ પાછળ પાર્ક કરેલી ગાડીના બોનેટ પર પછડાઈને નીચે પડી ગયા હતા. દસ દિવસની સારવાર બાદ ગોવિંદ વસાવાનું મોત પિતાને માથામાંથી લોહી નીકળતું જોઈ ગૌરાંગના મિત્રએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને ફોન કરીને બોલાવી હતી. ઈજાગ્રસ્ત ગોવિંદભાઈને તાત્કાલિક સારવાર અર્થે એસ.એસ.જી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. તબીબોના જણાવ્યા અનુસાર, ગરદનના ભાગે ગંભીર મૂઢ માર વાગવાના કારણે ગોવિંદભાઈના બંને હાથ અને પગનું હલનચલન બંધ થઈ ગયું હતું. દસ દિવસની લાંબી સારવાર બાદ ગોવિંદભાઈ વસાવાનું મોત નીપજ્યું હતું. આ મામલે પોલીસે આરોપીને ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    4 શ્વાને બકરીનો શિકાર કર્યો, CCTV:સુરતમાં ફરી કૂતરાનો આતંક સામે આવ્યો; વારંવારની રજૂઆતો બાદ પણ પાલિકા ‘સુપર ફ્લોપ’
    Next Article
    નરેશ પટેલના 61મા જન્મદિવસ નિમિત્તે ખોડલધામ સમિતિનો સેવા યજ્ઞ:સરદાર ડાયમંડ બુર્સ તથા ભાવનગર જિલ્લા ખોડલધામ સમિતિ દ્વારા રક્તદાન, વૃક્ષારોપણ અને અનાથ બાળકો સાથે અનોખી ઉજવણી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment