Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નરેશ પટેલના 61મા જન્મદિવસ નિમિત્તે ખોડલધામ સમિતિનો સેવા યજ્ઞ:સરદાર ડાયમંડ બુર્સ તથા ભાવનગર જિલ્લા ખોડલધામ સમિતિ દ્વારા રક્તદાન, વૃક્ષારોપણ અને અનાથ બાળકો સાથે અનોખી ઉજવણી

    1 day ago

    લેઉવા પટેલ સમાજને એકતાના સૂત્રમાં બાંધનાર અને કાગવડ ખોડલધામના પ્રણેતા નરેશ પટેલના 61મા જન્મદિવસ નિમિત્તે જુદી જુદી સંસ્થાઓ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ તથા વૃક્ષારોપણ સહિતના સેવાકીય કાર્યો કરી ઉજવણી કરવામાં આવી હતી, જેમાં સરદાર ડાયમંડ બુર્સ તથા ભાવનગર જિલ્લા ખોડલધામ સમિતિ દ્વારા વિવિધ સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉજવણી અંતર્ગત રક્તદાન કેમ્પ અને વૃક્ષારોપણ જેવા જનહિતના કાર્યો હાથ ધરીને જન્મદિવસને ‘સેવા પર્વ’ તરીકે મનાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે ભાવનગર જિલ્લા ડાયમંડ એસોસિએશનના પ્રમુખ ઘનશ્યામભાઈ ગોરસીયાએ જણાવ્યું હતું કે, નરેશભાઈ પટેલના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે સર ટી. હોસ્પિટલ અને નિર્દોષાનંદ ટી.બી. હોસ્પિટલ તથા sir ટી હોસ્પિટલના લાભાર્થે ભવ્ય રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જે સવારે 9 વાગ્યાથી શરૂ થયેલા આ કેમ્પમાં સાંજે 5 વાગ્યા સુધીમાં 300થી વધુ રક્તની બોટલો એકત્રિત કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે, તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અગાઉ મોટા પાયે કેમ્પ કરવામાં આવતા હતા, પરંતુ હવે જરૂરિયાત મુજબ હોસ્પિટલોના સંપર્કમાં રહીને નિયમિત સમયાંતરે રક્તદાન શિબિરોનું આયોજન કરવામાં આવે છે જેથી દર્દીઓને જરૂર પડે ત્યારે સમયસર લોહી મળી રહે... ખોડલધામ જિલ્લા સમિતિના રાજુભાઈ રાબડીયાએ જણાવ્યું હતું કે, આ મહામાનવના જન્મદિવસને યાદગાર બનાવવા માત્ર રક્તદાન જ નહીં, પરંતુ પર્યાવરણની જાળવણી માટે વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ યોજાયો છે આ ઉપરાંત, તાપીબાઈ વિકાસગૃહ ખાતે અનાથ બાળકો સાથે પ્રીતિભોજન કરી અને તેમને શુભેચ્છા ભેટ આપીને આજના દિવસની ઉજવણી સંવેદના સાથે કરવામાં આવી છે. આ સમગ્ર સેવાકીય આયોજનને સફળ બનાવવા માટે ગણેશ ચમારડી, ખોડલધામના ટ્રસ્ટી રમેશભાઈ મેંદપરા, વી.ડી. પટેલ, સુભાષભાઈ ઝાલાવાડિયા, સરદાર પટેલ સ્નાતક મિત્ર મંડળના પ્રમુખ આર.કે.મિયાણી, ખોડલધામ જિલ્લા કન્વીનર વિશાલભાઈ ધામેલિયા, શહેર કન્વીનર મહેશભાઈ કાકડિયા સહિતની સમગ્ર ટીમ અને કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી. આ સેવાકીય કાર્યક્રમો દ્વારા નરેશભાઈ પટેલના જન્મદિવસને એક સામાજિક ઉત્તરદાયિત્વના દિવસ તરીકે ઉજવીને ભાવનગરની ખોડલધામ સમિતિએ સમાજસેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે...
    Click here to Read More
    Previous Article
    મકાન વેચવાની બાબતે મોટા ભાઈએ ભાઈનો જીવ લીધો:સગા ભાઈએ ઈંટ મારતા લાંબી સારવાર બાદ મોત, પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
    Next Article
    Why Vladimir Putin's 'Shadow Fleet' Tankers Are Taking Longer Routes

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment