Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    4 શ્વાને બકરીનો શિકાર કર્યો, CCTV:સુરતમાં ફરી કૂતરાનો આતંક સામે આવ્યો; વારંવારની રજૂઆતો બાદ પણ પાલિકા ‘સુપર ફ્લોપ’

    1 day ago

    સુરતના સેન્ટ્રલ ઝોનમાં આવેલા ઐતિહાસિક બેગમપુરા વિસ્તારના તુલસી ફળિયામાંથી એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. અહીં રખડતા અને હિંસક બનેલા 4 કૂતરાએ એક બકરી પર એકસાથે જીવલેણ હુમલો કરી ફાડી ખાધી છે. આ સમગ્ર ઘટના આસપાસના વિસ્તારમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેના ફૂટેજ સોશિયલ મીડિયા પર વાઇરલ થતાં જ લોકોના કાળજા કમ્પી ઉઠ્યા છે. 10 જુલાઈની રાત્રે બનેલી આ ઘટનાને પગલે સમગ્ર તુલસી ફળિયા અને આજુબાજુના રહીશોમાં ભારે ફફડાટ અને ભયનો માહોલ વ્યાપી ગયો છે અને લોકો હવે ઘરની બહાર નીકળતા પણ ડરી રહ્યા છે. વારંવારની રજૂઆતો છતાં સુરત મહાનગરપાલિકાનું તંત્ર નિષ્ફળ બકરીને ફાડી ખાવાની આ ઘટનાને પગલે સ્થાનિક રહીશોમાં સુરત મહાનગરપાલિકાના વહીવટી તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. ફળિયાના લોકોનો ગંભીર આક્ષેપ છે કે, બેગમપુરા અને તેની આસપાસના ગીચ વિસ્તારોમાં રખડતા કૂતરાઓનો ત્રાસ લાંબા સમયથી છે, જે અંગે પાલિકાના સબંધિત ઝોનલ વિભાગ અને માર્કેટ વિભાગને વારંવાર લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવામાં આવી છે. આમ છતાં, પાલિકાનું તંત્ર આ ગંભીર જનસમસ્યા પ્રત્યે સદંતર ઉદાસીન રહ્યું છે અને કોઈ નક્કર કે અસરકારક કામગીરી કરવામાં સંપૂર્ણપણે નિષ્ફળ સાબિત થયું છે, જેના કારણે જ કૂતરાઓ આટલા હિંસક બન્યા છે. સ્થાનિકોનો તીખો સવાલ: શું હવે કોઈ બાળક ભોગ બને તેની રાહ જોવાય છે? CCTV ફૂટેજમાં દેખાતા કૂતરાઓના આક્રમક વલણને જોઈને ફળિયાના લોકો તંત્ર સામે લાલચોળ થયા છે અને એક જ સવાલ ઉઠાવી રહ્યા છે કે, આજે તો આ 4 કૂતરાએ એક અબોલ પશુ પર હુમલો કરીને તેને મોતને ઘાટ ઉતારી દીધી, પણ શું હવે પાલિકાનું તંત્ર કોઈ નાના બાળક કે રાહદારી પર હુમલો થાય અને કોઈનો જીવ જાય તેની રાહ જોઈ રહ્યું છે? કે પછી આવી કોઈ મોટી દુર્ઘટના સર્જાયા બાદ જ તંત્ર જાગશે?". લોકોમાં વ્યાપેલો આ આક્રોશ તદ્દન વ્યાજબી છે, કારણ કે આ ગલીઓમાં નાના બાળકો અવારનવાર રમતા હોય છે અને જો કૂતરાઓનું આ ટોળું તેમના પર તૂટી પડે તો મોટી હોનારત સર્જાઈ શકે છે. તાત્કાલિક ધોરણે 'ડોગ કંટ્રોલ ઓપરેશન' હાથ ધરી સુરક્ષા આપવા માગ સમગ્ર બેગમપુરા વિસ્તારમાં અત્યારે રખડતા શ્વાનોના વધતા ત્રાસ સામે કડક અને તાકીદના પગલાં ભરવાની લોકમ માંગ પ્રબળ બની છે. સ્થાનિક રહીશોએ પાલિકા કમિશનર અને ડોગ કંટ્રોલ ડિપાર્ટમેન્ટ સમક્ષ ઉગ્ર માગ કરી છે કે, જરાય વિલંબ કર્યા વિના તુલસી ફળિયા સહિતના સંવેદનશીલ વિસ્તારોમાં તાત્કાલિક પાલિકાની ગાડીઓ મોકલીને આ હિંસક કૂતરાઓને પકડવાનું ઓપરેશન હાથ ધરવામાં આવે. સ્થાનિકોએ ચેતવણી આપી છે કે, જ્યાં સુધી વિસ્તારમાંથી રખડતા કૂતરાઓનો આતંક દૂર કરીને નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં નહીં આવે, ત્યાં સુધી તંત્ર સામે આંદોલન ચાલુ રહેશે, તેથી પાલિકાએ હવે યુદ્ધના ધોરણે કામગીરી કરવી જ પડશે.
    Click here to Read More
    Previous Article
    7 વર્ષના સેપરેશન બાદ દંપતિના છૂટાછેડા કોર્ટે મંજૂર કર્યાં:લગ્નના 9 વર્ષ બાદ દંપતિ કાયદેસર રીતે અલગ, ભરણપોષણ પેટે 29 લાખ ચૂકવાયા
    Next Article
    મકાન વેચવાની બાબતે મોટા ભાઈએ ભાઈનો જીવ લીધો:સગા ભાઈએ ઈંટ મારતા લાંબી સારવાર બાદ મોત, પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment