Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    7 વર્ષના સેપરેશન બાદ દંપતિના છૂટાછેડા કોર્ટે મંજૂર કર્યાં:લગ્નના 9 વર્ષ બાદ દંપતિ કાયદેસર રીતે અલગ, ભરણપોષણ પેટે 29 લાખ ચૂકવાયા

    1 day ago

    લાંબા સમયથી પતિ-પત્ની અલગ રહેતાં હોય તો છૂટાછેડા આપવા જાઇએ એવી રજૂઆતને ધ્યાનમાં રાખી સુરતની ફેમિલી કોર્ટે શહેરના દંપતિના છૂટાછેડા મંજૂર કર્યા હતાં. આ છૂટાછેડા સાથે કાયમી ખોરાકી-પોષાકી પેટે રૂપિયા 29 લાખની માતબર રકમ પણ પતિએ ચૂકવી હતી. 2019થી પત્ની પિયરમાં રહેતી હતી સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર અમરોલી વિસ્તારમાં રહેતાં રાકેશના લગ્ન વરાછામાં રહેતી ગીતા (બંને પક્ષકારોના નામ બદલ્યા છે)સાથે જાન્યુઆરી 2017માં થયા હતાં. જેમાં તેમને એક પુત્રી (હાલ ઉ.વ.7)નો પણ જન્મ થયો હતો. શરૂઆતમાં સારી રીતે ઘર સંસાર ચાલ્યા બાદ દંપતિ વચ્ચે ખટરાગ શરૂ થઇ ગયો હતો, અને ગીતા વર્ષ 2019થી પોતાના પિયરમાં રહેવા જતી રહી હતી. પતિ-પત્ની 7 વર્ષથી અલગ રહેતાં હોય તેમના વચ્ચે મનમેળ થઈ શકે તેમ ન હતો. બંને વચ્ચે અનેક વખત સમાધાનના પ્રયત્નો પણ નિષ્ફળ ગયા છે. આ સંજોગોમાં છૂટાછેડા આપવા આખરી વિકલ્પ રહેશે. બંને પક્ષે પરસ્પર સંમતિથી કેસ પરત ખેંચ્યા દરમિયાન પતિ રાકેશે સુરતની ફેમિલી કોર્ટમાં ત્યાગ અને ક્રૂરતાના ગ્રાઉન્ડ પર છૂટાછેડાનો દાવો કર્યો હતો. જયારે ગીતાએ પોતાના તથા બાળકના ભરણપોષણ માટે કોર્ટમાં એડવોકેટ અશ્વિન જોગડિયા મારફતે કેસ કર્યા હતાં. ચાલુ કેસ દરમિયાન પતિએ પત્ની અને બાળક માટે આજીવન ભરણપોષણ પેટે નાણાંકીય મદદ કરવાની પણ તૈયારી દર્શાવી હતી. કોર્ટે છૂટાછેડાની મંજૂરી આપી જેમાં પત્ની તરફથી સહમતી મળતાં બંનેએ પરસ્પર સંમતિથી એક બીજા સામે કરેલા તમામ કેસ પરત ખેંચી લીધા હતા અને કોર્ટમાં છૂટાછેડાનો દાવો કર્યો હતો. છૂટાછેડા દાખલ કરતી વખતે પતિએ પત્નિ-પુત્રીના કાયમી ભરણપોષણ પેટે 29 લાખની માતબર રકમ પણ ચૂકવી હતી. જેની કોર્ટે નોંધ લીધી હતી અને બંને પક્ષકારોને સાંભળ્યા બાદ છૂટાછેડાના દાવા ઉપર કોર્ટે મંજૂરીની મહોર મારી હતી અને આખરે દંપતિ કાયમી અને કાયદેસર રીતે અલગ થયું હતું.
    Click here to Read More
    Previous Article
    છાતીમાં છરી સાથે જ યુવક સારવાર માટે પહોંચ્યો, VIDEO:પ્રેમપ્રકરણમાં યુવક પર યુવતીના ભાઈ સહિત બે લોકોએ હુમલો કર્યો, અમદાવાદના ખોખરા વિસ્તારનો બનાવ
    Next Article
    4 શ્વાને બકરીનો શિકાર કર્યો, CCTV:સુરતમાં ફરી કૂતરાનો આતંક સામે આવ્યો; વારંવારની રજૂઆતો બાદ પણ પાલિકા ‘સુપર ફ્લોપ’

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment