Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણમાં નરેશભાઈ પટેલના જન્મદિવસે મેગા રક્તદાન કેમ્પ:ખોડલધામ અને સદજ્યોતા ટ્રસ્ટ દ્વારા જરૂરિયાતમંદ દર્દીઓ માટે આયોજન

    23 hours ago

    ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલના 61મા જન્મદિવસ નિમિત્તે પાટણ જિલ્લામાં મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો. ખોડલધામ ટ્રસ્ટ અને સદજ્યોતા ચેરિટેબલ ટ્રસ્ટ-રાજકોટના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ કેમ્પમાં વિવિધ સમાજના લોકોએ મોટી સંખ્યામાં રક્તદાન કર્યું હતું. આ રક્તદાન કેમ્પનો મુખ્ય ઉદ્દેશ્ય જરૂરિયાતમંદ દર્દીઓને સમયસર લોહી પૂરું પાડવાનો હતો. નરેશભાઈના 61મા જન્મદિવસ નિમિત્તે 61 બોટલ રક્ત એકત્ર કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો. ખોડલધામ ટ્રસ્ટ અને સદજ્યોતા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દર વર્ષે નરેશભાઈ પટેલના જન્મદિવસ પ્રસંગે મોટા પાયે સેવાકીય પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે. આ સંસ્થાઓ વર્ષોથી સર્વરોગ નિદાન કેમ્પ, રક્તદાન કેમ્પ અને કુદરતી આપત્તિઓમાં સહાય જેવી વિવિધ સામાજિક પ્રવૃત્તિઓ કરે છે, જેમાં હજારો રક્તદાતાઓ સહભાગી થાય છે. આ જ શ્રેણીમાં પાટણ શહેર અને જિલ્લામાં મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું હતું. પાટણ શહેરમાં સમાલ પાર્ટી રામજીમંદિર, અંબિકા શાકમાર્કેટ, છીંડીયા દરવાજા ખાતે સવારે 8 થી બપોરે 1 વાગ્યા સુધી આ કેમ્પ યોજાયો હતો, જેમાં નાગરિકોએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું.
    Click here to Read More
    Previous Article
    પોરબંદર આવાસ યોજનામાં મધરાતે છતનો પોપડો તૂટ્યો:નીચે કોઈ ન હોવાથી જાનહાનિ ટળી; રહીશોનો પાલિકા સામે આક્રોશ
    Next Article
    છેતરપિંડી કરનાર ઠગને પકડી પાડયો:આર્મેનિયામાં નોકરી આપવાની લાલચ આપીને 12 યુવકો સાથે 18 લાખની છેતરપિંડી આચરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment