Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    છેતરપિંડી કરનાર ઠગને પકડી પાડયો:આર્મેનિયામાં નોકરી આપવાની લાલચ આપીને 12 યુવકો સાથે 18 લાખની છેતરપિંડી આચરી

    एक दिन पहले

    વિદેશ જવાની ઘેલછા ધરાવતા યુવાનોને નિશાન બનાવી લાખો રૂપિયાની ઠગાઈ આચરતી ટોળકીઓ સક્રિય હોવાનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ગોધરા તાલુકામાં યુરોપ અને આર્મેનિયા મોકલવાના બહાને 12 વ્યક્તિઓ સાથે રૂા.18 લાખની વિશ્વાસઘાત અને છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ તાલુકા મથકે નોંધાઈ છે. મોરડુંગરાના ગુલાબસિંહને ભત્રીજા કલ્પેશભાઇ રમેશભાઇ પટેલીયાએ આર્મેનિયામાં મજૂરી માટે માણસોની જરૂર છે. તમને 60 હજારનો પગાર મળશે તેમ કહેતા ગુલાબસિંહે હા પાડી હતી. ગુલાબસિંહે વિઝા અને ટીકીટ પેટે કલ્પેશને રૂા.1.50 લાખ આપ્યા હતા. કલ્પેશે જિલ્લાના અલગ અલગ ગામના વ્યક્તિઓને પણ આર્મેનિયામાં નોકરીની લાલચ આપીને પૈસા ખખેંરી લીધા હતા. ગુલાબસિંહ અને અન્ય 12 વ્યક્તિઓને આર્મેનિયા લઇ જવાના બહાને 1.50 લાખ પેટે તેઓની પાસેથી કુલ 18 લાખ રૂપીયા લીધા હતા. આર્મેનિયાની ટીકીટ અને વિઝાની માંગણી કલ્પેશ પાસે કરતા ગલ્લા તલ્લા કરતો હતો. આમ કલ્પેશ પટેલીયાએ વિદેશમાં નોકરી આપવાની લાલચ આપીને 18 લાખની છેતરપીડીં કરીને કોઈને પણ આર્મેનિયા કે યુરોપ જવા માટેના વિઝા કે ટિકિટ કરાવી આપી ન હતી. આ રકમ પોતાના અંગત વપરાશમાં વાપરી નાખી હોવાની ફરિયાદ ગોધરા તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કલ્પેશ પટેલીયા વિરૂદ્ધ છેતરપિંડીનો ગુનો દાખલ કર્યો છે. પોલીસે ગણતરીના કલાકોમાં છેતરપીડીં કરનાર કલ્પેશને પકડીને જેલના સળીયા પાછળ ધકેલી દીધો હતો.
    Click here to Read More
    Previous Article
    પાટણમાં નરેશભાઈ પટેલના જન્મદિવસે મેગા રક્તદાન કેમ્પ:ખોડલધામ અને સદજ્યોતા ટ્રસ્ટ દ્વારા જરૂરિયાતમંદ દર્દીઓ માટે આયોજન
    Next Article
    Promised Mutton, Served Chicken: Fight At Bihar Wedding Leaves 12 Injured

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment