Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પોરબંદર આવાસ યોજનામાં મધરાતે છતનો પોપડો તૂટ્યો:નીચે કોઈ ન હોવાથી જાનહાનિ ટળી; રહીશોનો પાલિકા સામે આક્રોશ

    1 day ago

    પોરબંદર શહેરની સરકારી આવાસ યોજનાના ક્વાર્ટર્સમાં ગત રાત્રે આશરે 11:30 વાગ્યે એક બિલ્ડિંગની ગેલેરી/ચોકની છતનો મોટો પોપડો અચાનક ધડાકાભેર તૂટી પડ્યો હતો. સદનસીબે, તે સમયે ત્યાં કોઈ હાજર ન હોવાથી મોટી જાનહાનિ ટળી હતી. જોકે, આ ઘટનાને પગલે સ્થાનિક રહીશોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. સ્થાનિક મહિલાઓએ નગરપાલિકા તંત્ર સામે ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું કે, બિલ્ડિંગની જર્જરિત હાલત અંગે અગાઉ ચાર વખત લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી હતી, પરંતુ પાલિકા દ્વારા કોઈ સકારાત્મક પગલાં લેવાયા નથી. રહીશોએ તંત્રની બેદરકારી પર સવાલ ઉઠાવતા પૂછ્યું હતું કે, શું તંત્ર કોઈનો જીવ જવાની રાહ જોઈ રહ્યું છે? જો કોઈ અકસ્માત થશે તો તેની જવાબદારી કોણ લેશે? જર્જરિત છત ઉપરાંત, આ આવાસમાં રહેતા નાગરિકો અન્ય પ્રાથમિક મુશ્કેલીઓનો પણ સામનો કરી રહ્યા છે. ચોમાસા દરમિયાન બિલ્ડિંગની ઉપરના ભાગે પાણી ભરાઈ રહે છે, જેના કારણે સીપેજ થઈને સિમેન્ટના પોપડા સતત ખરી રહ્યા છે અને લોખંડના સળિયા બહાર દેખાઈ આવ્યા છે. આ ઉપરાંત, રહીશોને પૂરતા પ્રમાણમાં પીવાનું પાણી પણ મળતું નથી. જ્યારે પાણી આપવામાં આવે છે ત્યારે પણ ખૂબ જ ઓછા સમય માટે નળ ચાલુ રાખવામાં આવે છે. બિલ્ડિંગની સીડીઓ પર સેફ્ટી રેલિંગ ન હોવાથી બાળકો અને વૃદ્ધો માટે ત્યાંથી પસાર થવું અત્યંત જોખમી બન્યું છે. સ્થાનિક લોકોએ માંગ કરી છે કે જો તંત્ર વહેલી તકે આ બિલ્ડિંગનું યોગ્ય રિપેરિંગ કામ નહીં કરાવે, તો તેઓને જીવના જોખમે અહીંથી સ્થળાંતર કરવાની ફરજ પડશે. રહીશોએ નગરપાલિકાના સત્તાધીશોને તાત્કાલિક સ્થળ મુલાકાત લઈ આ ગંભીર સમસ્યાનું કાયમી નિવારણ લાવવા ઉગ્ર અપીલ કરી છે.
    Click here to Read More
    Previous Article
    આવતીકાલે ગુરુ-શુક્રનો બારમો યોગ:વૃષભ સહિત 4 રાશિઓ પર થશે ધનનો વરસાદ, જાણો શુભ ફળને બમણું કરવા માટેના સરળ ઉપાયો
    Next Article
    પાટણમાં નરેશભાઈ પટેલના જન્મદિવસે મેગા રક્તદાન કેમ્પ:ખોડલધામ અને સદજ્યોતા ટ્રસ્ટ દ્વારા જરૂરિયાતમંદ દર્દીઓ માટે આયોજન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment