Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લણવા ખાતે સ્વ. એમ.આઈ. પટેલના જન્મદિવસે વૃક્ષારોપણ:પર્યાવરણ જાગૃતિ કાર્યક્રમમાં 'ગ્રીન વિલેજ'ના સ્વપ્નદ્રષ્ટાને ભાવાંજલિ અપાઈ

    1 day ago

    ચાણસ્મા તાલુકાના લણવા ગામની ત્રિભુવન વિદ્યાલય ખાતે સ્વ. એમ.આઈ. પટેલના જન્મદિવસે વૃક્ષારોપણ અને પર્યાવરણ જાગૃતિ કાર્યક્રમ યોજાયો. શાંતાબા કોમ્યુનિટી સાયન્સ સેન્ટરના ઉપક્રમે આયોજિત આ કાર્યક્રમમાં 'ગ્રીન વિલેજ લણવા'ના પાયાના સ્વપ્નદ્રષ્ટા સ્વ. એમ.આઈ. પટેલને વૃક્ષારોપણ દ્વારા ભાવાંજલિ આપવામાં આવી હતી. આ પ્રસંગે ચાણસ્મા તાલુકા પંચાયતના પ્રમુખ રિદ્ધિબેન દેસાઈ, લણવા જૂથ કેળવણી મંડળના ટ્રસ્ટીઓ નીતિનભાઈ એમ. પટેલ, તેજસભાઈ પટેલ, રઘુભાઈ ડી. પટેલ, રસિકભાઈ પટેલ, જિલ્લા આચાર્ય સંઘના પ્રમુખ ડો. મનીષ પટેલ, જિલ્લા માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ યોગેશ પટેલ, શાળાના આચાર્ય ડૉ. સમીર પટેલ અને શાંતાબા કોમ્યુનિટી સાયન્સ સેન્ટરના મહેશભાઈ પટેલ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવો, વિદ્યાલયના શિક્ષકો, પૂર્વ આચાર્યો, વિદ્યાર્થીઓ અને આઈટીઆઈના શિક્ષકો દ્વારા શાળા તેમજ આઈટીઆઈ કેમ્પસમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. પ્રાસંગિક વક્તવ્યમાં શિક્ષકોએ ગ્લોબલ વોર્મિંગના પડકાર અને પર્યાવરણની સમતુલા જાળવવા માટે વધુ વૃક્ષો વાવવા અને તેનો ઉછેર કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. વક્તાઓએ જણાવ્યું કે, વૃક્ષ એ જ જીવન છે અને તેને વાસ્તવિક બનાવવું પડશે. વધતા તાપમાનથી બચવા, શુદ્ધ ઓક્સિજન મેળવવા અને વરસાદ લાવવા માટે વૃક્ષો અનિવાર્ય છે. એક વૃક્ષ કપાય તો તેની સામે દસ વૃક્ષો વાવવા પડશે, તેવી હિમાયત કરવામાં આવી હતી. આવનારી પેઢીને શુદ્ધ હવા પૂરી પાડવા માટે અત્યારથી જ વૃક્ષારોપણ ઝુંબેશ ચલાવી આયોજન કરવા દિશા નિર્દેશ કરાયા હતા. ઉપસ્થિત સૌ મહાનુભાવોએ 'ગ્રીન વિલેજ લણવા'ના પાયાના સ્વપ્નદ્રષ્ટા અને પાટણ જિલ્લા પંચાયતની શિક્ષણ સમિતિના પ્રથમ ચેરમેન સ્વ. એમ.આઈ. પટેલની દીર્ઘદ્રષ્ટિ, ગ્રામ વિકાસ માટેના તેમના વિચારો અને તેમના જીવન કવન વિશે પ્રકાશ પાડ્યો હતો. આ પ્રસંગે પાટણ જિલ્લા આચાર્ય સંઘના પ્રમુખ ડો. મનીષ પટેલે જણાવ્યું કે, ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઈમેટ ચેન્જની ગંભીર અસરોને ઓછી કરવા વૃક્ષ વાવવાનું અભિયાન ખૂબ જરૂરી છે. પર્યાવરણના જતન માટે વૃક્ષોનું વાવેતર અને ત્યારબાદ તેનો ઉછેર કરવાની કાળજી આવશ્યક છે. તેમણે સ્વ. એમ.આઈ. પટેલે ચીંધેલા રાહને અનુસરી શાંતાબા કોમ્યુનિટી સાયન્સ સેન્ટરના પ્રણેતા મહેશભાઈ પટેલના પ્રયત્નોને સરાહનીય લેખાવ્યા હતા અને સંસ્થાની રચનાત્મક પ્રવૃત્તિઓને બિરદાવી હતી. આ કાર્યક્રમમાં શાળાના બાળકો અને શિક્ષકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    પાટણમાં પ્રેમ સંબંધમાં પત્નીની હત્યા:પતિએ મિત્ર સાથે મળી કેનાલમાં ફેંકી, આત્મહત્યાનું નાટક રચ્યું
    Next Article
    ‘ખાડીપૂર માટે બેઠકો છોડી વૈશ્વિક ટેકનોલોજી અપનાવવી જ પડશે’:દ. કોરિયા, સિંગાપોર-નેધરલેન્ડ આ જ સમસ્યામાંથી મુક્ત થયા તો સુરત કેમ નહીં?; જાણો ત્રીજીવાર PhD કરનાર સ્કોલરનું સચોટ સોલ્યુશન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment