Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણમાં પ્રેમ સંબંધમાં પત્નીની હત્યા:પતિએ મિત્ર સાથે મળી કેનાલમાં ફેંકી, આત્મહત્યાનું નાટક રચ્યું

    1 day ago

    પાટણ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રેમ સંબંધના કારણે પત્નીની હત્યાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પતિએ પોતાના મિત્ર સાથે મળીને પત્નીને નર્મદા કેનાલના પુલ પરથી પાણીમાં ફેંકી દઈ આત્મહત્યાનું નાટક રચ્યું હતું. આ ઘટના 2 જુલાઈ, 2026ના રોજ વહેલી સવારે બની હતી. મૃતકના ભાઈએ આરોપી પતિ અને તેના મિત્ર વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધાવ્યો છે. મૂળ સુદ્રોસણ (જિ. બનાસકાંઠા)ના વતની અને હાલ કંબોઈની સીમમાં ખેતમજૂરી કરતા રતાજી નારણજી ઠાકોરે આ મામલે ફરિયાદ નોંધાવી છે. તેમની 42 વર્ષીય બહેન મંજુલાબેનના લગ્ન સકતાજી ભેમાજી ઠાકોર સાથે થયા હતા. સકતાજીને અન્ય એક મહિલા રેખાબેન સાથે આશરે દોઢ વર્ષથી પ્રેમ સંબંધ હતો. આ પ્રેમ સંબંધની જાણ મંજુલાબેનને થતાં ઘરમાં અવારનવાર ઝઘડા થતા હતા. પત્નીના રોજિંદા કંકાસથી કંટાળીને અને પ્રેમિકા સાથે લગ્ન કરવાના ઈરાદે પતિ સકતાજીએ મંજુલાબેનને રસ્તામાંથી હટાવવાનું નક્કી કર્યું. આ માટે તેણે પોતાના મિત્ર કિશનજી રમેશજી ઠાકોર સાથે મળીને મંજુલાબેનની હત્યાનું પૂર્વ આયોજિત કાવતરું ઘડ્યું હતું. યોજના મુજબ, 1 જુલાઈ, 2026ના રોજ સકતાજી પોતાની ઇકો ગાડી નંબર GJ18BE9731 માં દૂધી ભરીને પાટણ શાકમાર્કેટમાં વેચવા નીકળ્યો ત્યારે પત્ની મંજુલાબેનને પણ સાથે લીધી હતી. તેણે આ અંગે મિત્ર કિશનજીને ફોન કરીને અગાઉથી જાણ કરી દીધી હતી. પાટણથી પરત ફરતી વખતે રાત્રે આશરે 12:30 થી 12:45 વાગ્યે સકતાજીએ કિશનજીને ફોન કરીને નક્કી કર્યા મુજબ ચંદ્રુમણા કેનાલના પુલ પર બાઇક લઈને આવી જવા કહ્યું. ઇકો ગાડી કેનાલના પુલ પર પહોંચતા કિશનજીએ ગાડી ઉભી રખાવી હતી અને કેનાલમાં કોઈ પડી ગયું હોવાનો ડોળ કર્યો. મંજુલાબેન ગાડીમાંથી નીચે ઉતરીને કેનાલમાં જોવા ગયા ત્યારે સકતાજી અને કિશનજીએ ભેગા મળીને મંજુલાબેનના બંને પગ પકડી તેમને કેનાલના પાણીમાં ફેંકી દીધા હતા. હત્યાની આ ઘટનાને અંજામ આપ્યા બાદ ગુનો છુપાવવા માટે સકતાજીએ મંજુલાબેનના ભાઈ બચુજીને ફોન કરીને એવી ખોટી હકીકત જણાવી હતી કે મંજુલાબેને કેનાલમાં જાતે જ ભૂસકો મારી દીધો છે. જોકે, બાદમાં 10 જુલાઈ, 2026ની રાત્રે આશરે 1:00 વાગ્યે આરોપી સકતાજી તેના સાળા રતાજી ઠાકોરના ઘરે પહોંચ્યો અને ખેતરમાં લઈ જઈને રડતા રડતા પોતાની ભૂલ સ્વીકારી સમગ્ર કાવતરાની કબૂલાત કરી હતી. આ હકીકત સામે આવ્યા બાદ રતાજી ઠાકોરે પાટણ તાલુકા પોલીસ મથકે બે આરોપીઓ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધાવ્યો હતો. હારીજ પોલીસ સ્ટેશનના સબ ઇન્સ્પેક્ટર કે.બી. દેસાઈ સમક્ષ પણ ગુનાની વિગતો જાહેર કરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    શું પાટીદાર આંદોલન જેવું બીજું આંદોલન ઊભું થઈ રહ્યું છે:જેતપરથી શરૂ થયેલું ખેડૂતોનું આદોલન શું ગુજરાતભરમાં ફેલાશે; સમજો રણનીતિ
    Next Article
    લણવા ખાતે સ્વ. એમ.આઈ. પટેલના જન્મદિવસે વૃક્ષારોપણ:પર્યાવરણ જાગૃતિ કાર્યક્રમમાં 'ગ્રીન વિલેજ'ના સ્વપ્નદ્રષ્ટાને ભાવાંજલિ અપાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment