Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કલેક્ટર જી.એચ. સોલંકીએ ચોટીલાના ગામોની મુલાકાત લીધી:ગ્રામજનોના પ્રશ્નો સાંભળી, સરકારી કચેરીઓની સમીક્ષા કરી

    2 days ago

    સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર જી.એચ. સોલંકીએ ચોટીલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારો અને સરકારી કચેરીઓની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે રામપરા (ચોબારી) ગ્રામ પંચાયતની તપાસ કરી, તલાટી કમ મંત્રીના દફતરની સઘન ચકાસણી કરી હતી. કલેક્ટરે પંચાયત ભવન ખાતે ગ્રામજનો સાથે સીધો સંવાદ સાધી તેમની રજૂઆતો સાંભળી હતી. કલેક્ટરે રામપરાની પ્રાથમિક શાળાની પણ મુલાકાત લીધી હતી. તેમણે શાળાની શૈક્ષણિક અને વહીવટી કામગીરી, વિદ્યાર્થીઓને મળતી સુવિધાઓ, સ્વચ્છતા અને મધ્યાહન ભોજન યોજનાનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું. આ અંગે તેમણે શિક્ષકો સાથે જરૂરી ચર્ચા પણ કરી હતી. આ પ્રવાસના ભાગરૂપે કલેક્ટરે મોટી મોલડી ગામની મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે તલાટી દફતરની ચકાસણી કરી. ત્યારબાદ તેમણે મોટી મોલડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC)ની આકસ્મિક મુલાકાત લીધી. આ મુલાકાત દરમિયાન તેમણે તબીબી સેવાઓ, દર્દીઓની સારવાર, દવાઓની ઉપલબ્ધતા અને હોસ્પિટલ પરિસરની સ્વચ્છતાની સમીક્ષા કરી હતી. હાજર સ્ટાફને ગ્રામીણ દર્દીઓને સમયસર અને ગુણવત્તાયુક્ત સારવાર આપવા માટે માર્ગદર્શન પણ પૂરું પાડ્યું હતું. કલેક્ટરે દેવપરા (આણંદપર) ગામની પણ મુલાકાત લીધી હતી. તેમણે તલાટી દફતરની તપાસ કરી અને 'એપેન્ડીક્ષ-અ' ફોર્મ ભરવાની કામગીરીની સમીક્ષા કરી. અહીં પણ તેમણે ગ્રામજનો સાથે રૂબરૂ સંવાદ કરી તેમની રજૂઆતો અને પ્રશ્નો સાંભળ્યા હતા. સ્થાનિક સ્તરે પ્રજાલક્ષી પ્રશ્નોના સમયબદ્ધ અને નિયમોનુસાર નિરાકરણ લાવવા માટે સંબંધિત અધિકારીઓને સૂચનાઓ આપી હતી. આ ઉપરાંત, કલેક્ટરે ચોટીલા મામલતદાર કચેરીના જનસેવા કેન્દ્રની મુલાકાત લીધી હતી. તેમણે અરજદારોના કામોના ત્વરિત નિકાલ માટે અધિકારીઓને આદેશ આપ્યા. નાયબ મામલતદાર ATVTના દફતરની પણ તપાસણી કરી. મામલતદાર કચેરી ખાતે તાલુકા કક્ષાના અધિકારીઓ સાથે બેઠક યોજીને ATVTના કામો, જમીન સાથણીના કબજા અને જમીન માપણી જેવા મહેસૂલી મુદ્દાઓની વિસ્તૃત સમીક્ષા કરી જરૂરી દિશા-નિર્દેશો આપ્યા હતા. સ્થાનિક વહીવટી તંત્રની કામગીરીને સુદ્રઢ બનાવવા અને ગ્રામજનોના પ્રશ્નોના સ્થળ પર જ ત્વરિત નિરાકરણ લાવવાના હેતુથી આ પ્રવાસનું આયોજન કરાયું હતું. આ દરમિયાન ચોટીલા પ્રાંત અધિકારી અને નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    ત્રીજા માળની ગેલેરીમાંથી પટકાતા સગીરાનું મોત:ગેલેરીમાં ટેબલ પર ચઢીને કપડાં સૂકવતી વખતે સંતુલન ગુમાવતા દુર્ઘટના સર્જાઈ, પરિવાર શોકમાં ગરકાવ
    Next Article
    પાન મસાલા, બીડી, સીગારેટ, સોપારી, તમાકુના ધંધાર્થીને ત્યાં સાગમટે દરોડા:27 વેપારીઓને ત્યાં SGSTના દરોડામાં 6.54 કરોડની કરચોરીનો પર્દાફાશ થયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment