Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાન મસાલા, બીડી, સીગારેટ, સોપારી, તમાકુના ધંધાર્થીને ત્યાં સાગમટે દરોડા:27 વેપારીઓને ત્યાં SGSTના દરોડામાં 6.54 કરોડની કરચોરીનો પર્દાફાશ થયો

    2 days ago

    ગુજરાત સ્ટેટ GST વિભાગ દ્રારા ગ્રાહક સાથે બિઝનેસ કરતાં પાન મસાલા, બીડી, સિગારેટ, સોપારી, તમાકુ અને ચુનાના વેપારીઓ સામે રાજયવ્યાપી સાગમટે દરોડા પાડીને પ્રાથમિક તપાસમાં જ 6.54 કરોડની કરચોરીનો પર્દાફાશ થવા પામ્યો છે. એટલું જ નહીં પરંતુ બિલ વિના થતાં વેચાણનું કૌભાંડ પકડી પાડયું છે. હજુ કરચોરીનો આંકડો વધવાની શક્યતા રહેલી છે. આ દરોડાના પગલે બિલ વગર વેચાણ કરતાં વેપારીઓમાં ફફડાટ ફેલાઇ જવા પામ્યો છે. 27 વેપારીઓને ત્યાં 41 ધંધાકીય સ્થળો પર એકસાથે તપાસની કાર્યવાહી હાથ ધરી પાન મસાલા, બીડી, સિગારેટ, સોપારી, તમાકુ અને ચુનાના વેપાર સાથે સંકળાયેલાં કેટલાંક વેપારીઓ દ્રારા બિલ વિના વેચાણ કરવામાં આવતું હોવા અંગેની તેમ જ જીએસટીના નિયમોના પાલનમાં ગેરરીતિઓ આચરવામાં આવતી હોવાની મળેલી માહિતીના પગલે ગુજરાત રાજય ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ ( SGST ) વિભાગ દ્રારા 8મી જુલાઇના રોજ ગુજરાતના ખાસ કરીને અમદાવાદ, ડીસા, પાલનપુર, પાટણ, બેચરાજી, રાધનપુર, વિસનગર, ઊંઝા, મહેસાણા અને બાવળા ખાતેના 27 વેપારીઓને ત્યાં 41 ધંધાકીય સ્થળો પર એકસાથે તપાસની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પ્રાથમિક તબક્કે 6.54 કરોડની કરચોરી જણાઇ આવી છે તપાસ દરમિયાન અનેક સ્થળોએ હિસાબી ચોપડા અને સ્થળ પર ઉપલબ્ધ વાસ્તવિક સ્ટોક વચ્ચે નોંધપાત્ર તફાવત જોવા મળ્યો હતો. પ્રાથમિક તપાસમાં એવું પણ સામે આવ્યું હતું કે, કેટલાંક કરદાતાઓ દ્રારા બિલ વિના તથા હિસાબમાં નોંધ કર્યા વિના મોટા પ્રમાણમાં વેચાણ કરવામાં આવતું હતું. આ રીતે વાસ્તવિક ટર્નઓવર ઓછું દર્શાવીને વેરાની જવાબદારી ટાળવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. એટલું જ નહીં પરંતુ સ્ટોક તફાવત, બિનહિસાબી વેચાણ અને અન્ય ગેરરીતિઓના આધારે પ્રાથમિક તબક્કે 6.54 કરોડની કરચોરી જણાઇ આવી છે. વિભાગ દ્રારા ગુજરાત ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ અધિનિયમ 2017ની જોગવાઇ અનુસાર વેરાની વસૂલાત તથા જરૂરી કાયદાકીય કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ કાર્યવાહનો મુખ્ય ઉદ્દેશ ગ્રાહકોને બિલ વિના થતાં વેચાણને અટકાવવો, વાસ્તવિક ટર્નઓવર રિટર્નમાં દર્શાવવાનું સુનિશ્ચિત કરવું અને નિયમિત કરપાલનને પ્રોત્સાહન આપવાનો છે. વિભાગ દ્રારા ઉપલબ્ધ માહિતીનું સતત સંકલન અને વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે તથા અન્ય મહત્વના બી2સી ક્ષેત્રોમાં પણ કરચોરીના કિસ્સાંઓ શોધી કાઢવા આવી કાર્યવાહી આગળ પણ ચાલુ રાખવામાં આવશે. બિનહિસાબી વ્યવહારોમાં સંડોવાયેલાં વ્યક્તિ કે સંસ્થા સામે જરુરી કાર્યવાહી કરાશે ગુજરાત SGST વિભાગ કરપાલન, પારદર્શિતા અને નિષ્પક્ષ વ્યાપાર વ્યવસ્થા જાળવવા પ્રતિબધ્ધ છે. વિભાગ દ્રારા વેપારીઓને અપીલ કરવામાં આવી છે કે, તેઓ દરેક વેચાણ માટે યોગ્ય ટેક્સ ઇનવોઇસ ઇસ્યુ કરે અને સાચા તથા સંપૂર્ણ હિસાબો જાળવે તથા GST રિટર્નમાં વાસ્તવિક ટર્નઓવર દર્શાવી સમયસર વેરાની ચૂકવણી કરે. કરચોરી, બિલ વિના વેચાણ અથવા બિનહિસાબી વ્યવહારોમાં સંડોવાયેલાં વ્યક્તિ કે સંસ્થા સામે કાયદા મુજબ કડક દંડાત્મક અને અન્ય જરૂરી કાર્યવાહી કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    કલેક્ટર જી.એચ. સોલંકીએ ચોટીલાના ગામોની મુલાકાત લીધી:ગ્રામજનોના પ્રશ્નો સાંભળી, સરકારી કચેરીઓની સમીક્ષા કરી
    Next Article
    ધરમપુરના ધામણીમાં ભારે વરસાદમાં એકનું મોત:મકાન ધરાશાયી થતાં મૃત્યુ પામેલા ધાકલભાઈના પરિવારને રૂ. 4 લાખની સહાય અપાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment