Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ત્રીજા માળની ગેલેરીમાંથી પટકાતા સગીરાનું મોત:ગેલેરીમાં ટેબલ પર ચઢીને કપડાં સૂકવતી વખતે સંતુલન ગુમાવતા દુર્ઘટના સર્જાઈ, પરિવાર શોકમાં ગરકાવ

    2 days ago

    વડોદરા શહેરમાં ત્રીજા માળની ગેલેરીમાં કપડાં સૂકવતી વખતે ટેબલ પર ચઢેલી 14 વર્ષીય શાલુ યાદવનું સંતુલન ખોરવાતા તે નીચે પટકાઈ હતી. ગંભીર ઈજાઓને કારણે તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જેને પગલે પરિવારમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. 4થા માળેથી નીચે પટકાવાને કારણે સગીરાને ગંભીર ઈજાઓ ને મોત 14 વર્ષીય શાલુ યાદવ પોતાના નિવાસસ્થાને ગેલેરીમાં કપડાં સૂકવવાનું કામ કરી રહી હતી. કપડાં ઊંચાઈ પર હોવાથી તે ટેબલ પર ચઢી હતી. દરમિયાન અચાનક તેનું સંતુલન ખોરવાતા તે સીધી ત્રીજા માળેથી નીચે રોડ પર પટકાઈ હતી. જોરદાર રીતે નીચે પટકાવાને કારણે સગીરાને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા, પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું. માતાની તબિયત લથડી જતાં સારવાર માટે ખસેડાયા દીકરીના અકાળ મૃત્યુથી પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. આઘાતમાં સગીરાની માતાની તબિયત પણ લથડી જતાં તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. ઘટનાની જાણ થતાં જવાહર નગર પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે જરૂરી પંચનામું કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. અકસ્માતે મોતનો ગુનો નોંધી સમગ્ર ઘટનાની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    દમણના ભીમપોરમાં જુગારધામ પર પોલીસનો દરોડો:વલસાડના કુખ્યાત જુગારી સહિત 16ને ઝડપી પાડ્યા, રૂ. 3.71 લાખથી વધુની રોકડ રકમ સહિતનો મુદ્દામાલ જપ્ત
    Next Article
    કલેક્ટર જી.એચ. સોલંકીએ ચોટીલાના ગામોની મુલાકાત લીધી:ગ્રામજનોના પ્રશ્નો સાંભળી, સરકારી કચેરીઓની સમીક્ષા કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment