Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દમણના ભીમપોરમાં જુગારધામ પર પોલીસનો દરોડો:વલસાડના કુખ્યાત જુગારી સહિત 16ને ઝડપી પાડ્યા, રૂ. 3.71 લાખથી વધુની રોકડ રકમ સહિતનો મુદ્દામાલ જપ્ત

    2 days ago

    દમણના ભીમપોર વિસ્તારમાં કડૈયા કોસ્ટલ પોલીસે જુગાર પર દરોડો પાડી 16 જુગારીઓને ઝડપી પાડ્યા છે. આ કાર્યવાહીમાં વલસાડના કુખ્યાત જુગારી ઇમ્તિયાઝ મુસ્તફા શેખનો પણ સમાવેશ થાય છે. પોલીસે સ્થળ પરથી રૂ. 3.71 લાખથી વધુની રોકડ રકમ, 13 મોબાઇલ ફોન અને 2 કાર સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસ દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે હાથ ધરાયેલા વિશેષ અભિયાન અંતર્ગત કડૈયા કોસ્ટલ પોલીસ સ્ટેશનને 10 જુલાઈ, 2026ની મધ્યરાત્રિ દરમિયાન ભીમપોરના ભંડારવાડ વિસ્તારમાં આવેલા એક ગોદામમાં મોટા પાયે પત્તાનો જુગાર ચાલી રહ્યો હોવાની ચોક્કસ બાતમી મળી હતી. બાતમીના આધારે પોલીસે એક ટીમ બનાવી ગોદામ પર દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન ગોદામની અંદર અનેક લોકો હારજીતનો જુગાર રમતા રંગેહાથ ઝડપાઈ ગયા હતા. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી તમામને સ્થળ પરથી જ પકડી પાડ્યા હતા. પોલીસે જુગારના સ્થળેથી કુલ ₹3,71,020ની રોકડ રકમ, જુગાર રમવા માટે વપરાતા 13 મોબાઇલ ફોન, 2 મારુતિ સુઝુકી અર્ટિગા કાર તેમજ અન્ય જુગાર સામગ્રી જપ્ત કરી છે. પકડાયેલા આરોપીઓમાં વલસાડનો કુખ્યાત જુગારી ઇમ્તિયાઝ મુસ્તફા શેખ મુખ્ય છે. પોલીસના જણાવ્યા મુજબ, તેની સામે અગાઉ પણ કડૈયા કોસ્ટલ પોલીસ સ્ટેશન અને નાની દમણ પોલીસ સ્ટેશનમાં જુગાર સંબંધિત ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. ઇમ્તિયાઝ ઉપરાંત ઉમંગ બળવંત ભંડારી, અંજલ ગફૂર શેખ, ઇમરાન ગુલાબ મુલતાની, મોહફીઝ ઇમ્તિયાઝ શેખ, સુરેશ અંબાલાલ પટેલ, ઇમ્તિયાઝ અબ્દુલ રજ્જાક ખાન પઠાણ, વસીમ નાઝીમ મોહમ્મદ શેખ, દિનેશ બુધા પટેલ, પ્રકાશ દાજી પટેલ, રાકેશ પ્રવીણ પટેલ, નિમેષ સોમા પટેલ, મૌસીન ઇમ્તિયાઝ શેખ, ગુલામ હુસૈન સૈયદ શેખ, ધર્મેશ મનુ પટેલ અને સઈદખાન અબ્દુલ રજ્જાક પઠાણની પણ ધરપકડ કરવામાં આવી છે. પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ જુગાર સંબંધિત વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. જપ્ત કરાયેલા મોબાઇલ ફોન અને વાહનોની પણ ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે, જેથી જુગારના આ નેટવર્ક સાથે સંકળાયેલા અન્ય લોકો અંગે પણ માહિતી મળી શકે. દમણ પોલીસે જણાવ્યું છે કે જિલ્લામાં જુગાર, સટ્ટા અને અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે આગામી દિવસોમાં પણ કડક કાર્યવાહી ચાલુ રહેશે. પોલીસે લોકોને આવી કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ અંગે માહિતી મળે તો નજીકના પોલીસ મથકને જાણ કરી કાયદો અને વ્યવસ્થા જાળવવામાં સહયોગ આપવા અપીલ કરી છે.
    Click here to Read More
    Previous Article
    ક્લાસ-1 અધિકારીને ફરજ પહેલાં નિવૃત્ત કરી દીધા:એ.બી. ચૌધરીના સ્વિફ્ટમાંથી 5 લાખ અને ઘરેથી 1.76 કરોડ રોકડા મળ્યા'તા; 5 લાખની લાંચ લેતા ઝડપાયો'તો
    Next Article
    ત્રીજા માળની ગેલેરીમાંથી પટકાતા સગીરાનું મોત:ગેલેરીમાં ટેબલ પર ચઢીને કપડાં સૂકવતી વખતે સંતુલન ગુમાવતા દુર્ઘટના સર્જાઈ, પરિવાર શોકમાં ગરકાવ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment