Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કૃષિ મંત્રી- વિધાનસભાના અધ્યક્ષે ખારેક ફાર્મની મુલાકાત લીધી:આધુનિક ખેતી બિરદાવી, નર્મદા જળથી આવક વધારવા ટેકનોલોજી અપનાવવા અપીલ

    2 days ago

    ગુજરાતના કૃષિ મંત્રી જીતુ વાઘાણી અને વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ રાધનપુર તાલુકાના કામલપુર ગામે ગણેશ ખારેક ફાર્મ હાઉસ અને પશુપાલન તબેલાની મુલાકાત લીધી હતી. આ મુલાકાતનો મુખ્ય હેતુ ખારેકની આધુનિક ખેતી અને પશુપાલનના પ્રયોગોને બિરદાવવાનો હતો. આ પ્રસંગે બંને મહાનુભાવોએ ખેતી અને પશુપાલન ક્ષેત્રે થઈ રહેલા નવીન પ્રયાસોની પ્રશંસા કરી હતી. કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ ખેડૂતો સાથે સીધી વાતચીત કરી ખારેકની વૈજ્ઞાનિક અને આધુનિક પદ્ધતિથી ખેતી કરવા અંગે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે ગુણવત્તાયુક્ત ઉત્પાદન, યોગ્ય જાળવણી અને આધુનિક ટેકનોલોજી અપનાવીને આવક વધારવા પર ભાર મૂક્યો હતો. કૃષિ મંત્રીએ ખારેકના બગીચામાં જઈ જાતે ખારેક તોડી તેની ગુણવત્તા ચકાસી હતી. તેમણે જણાવ્યું કે ગુજરાતમાં ઉત્પાદિત ખારેકને બેંગલુરુ સહિત અન્ય રાજ્યોમાં પણ સારી માંગ મળી રહી છે, જે ખેડૂતો માટે નવા બજારો ખોલી રહી છે. વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ ખેડૂતોને પ્રોત્સાહિત કરતાં કહ્યું કે રાજ્ય સરકાર ખેડૂતોની આવક વધારવા સતત પ્રયાસરત છે અને નર્મદાના પાણીનો વધુ લાભ ખેડૂતો સુધી પહોંચે તે દિશામાં કાર્ય કરી રહી છે. જીતુ વાઘાણીએ ઉમેર્યું કે નર્મદાના પાણીની સુવિધા વધતા ખેડૂતો ખેતીમાં વૈવિધ્ય લાવી શકશે, બાગાયતી પાકોનું ઉત્પાદન વધારી શકશે અને ભવિષ્યમાં તેમની આવક બમણી કરવા માટે નવી તકો ઊભી થશે. આ મુલાકાત દરમિયાન ખેડૂતો, કૃષિ વિભાગના અધિકારીઓ અને સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ખેડૂતો દ્વારા અપનાવવામાં આવતી નવી પદ્ધતિઓ અને બજાર વ્યવસ્થા અંગે મહાનુભાવોને વિગતવાર માહિતી અપાઈ હતી, જેનાથી કામલપુર સહિત રાધનપુર પંથકના ખેડૂતોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    પોક્સોના ગુનામાં ફરાર આરોપી ઝડપાયો:છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા આરોપીને સુરેન્દ્રનગરથી પેરોલ ફર્લો સ્કવોડે ઝડપ્યો
    Next Article
    યાત્રી ગણ કૃપયા ધ્યાન દે:સ્ટેશન પર બ્લોકને કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત રહેશે, 4 સ્ટેશન પર ટ્રેનો શોર્ટ ટર્મિનેટ અને શોર્ટ ઓરિજિનેટ કરવામાં આવશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment